Get The App

ChatGPT પાસે બ્રેક અપ લેટર લખાવવો ભારે પડ્યો, AIએ ઈજ્જતના ધજિયા ઉડાવી દીધા

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
ChatGPT પાસે બ્રેક અપ લેટર લખાવવો ભારે પડ્યો, AIએ ઈજ્જતના ધજિયા ઉડાવી દીધા 1 - image


AI Write Breakup Letter: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પાસે બ્રેકઅપ લખાવવાનું એક વ્યક્તિને ભારે પડ્યું છે. AIનો ઉપયોગ હવે યુઝર્સ દરેક જગ્યાએ કરી રહ્યાં છે. એસાઇન્મેન્ટ, હોમવર્ક, પ્રોજેક્ટથી લઈને ઓફિસના દરેક કામ માટે પણ AIનો ઉપયોગ થઈ રહ્યો છે. હાલમાં જ એક વ્યક્તિએ ચેટજીપીટીને લવ લાઇફ વિશે સવાલ કર્યા હતા. એ યુઝરે ચેટજીપીટીને બ્રેક અપ લેટર લખવાનું કહ્યું હતું, પરંતુ AI દ્વારા તેની જ શરમજનક શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી.

શું છે સ્ટોરી?

એક યુઝરને અચાનક વિચાર આવ્યો કે ચેટજીપીટી પાસે બ્રેકઅપ લેટર લખાવવો જોઈએ. આ યુઝરે ચેટજીપીટીને કહ્યું કે ‘મારી ગર્લફેન્ડ કેવો બ્રેકઅપ લખી શકે છે, એ આધારે એક લેટર લખી આપો. તેમજ એમાં મારા વિશે જેટલી માહિતી હોય એનો ઉપયોગ કરવો અને મને અપમાનિત કરીને બ્રેક અપનું કારણ પણ જણાવવું. આ લેટરમાં તમે મારા લુક વિશે પણ મજાક કરી શકો છો. તેની પણ તમને સ્વતંત્રતા છે.’

ચેટજીપીટીએ લીધી ઇજ્જત

આ સવાલનો જવાબ ચેટજીપીટીએ આપ્યો એમાં તે યુઝરની ઇજ્જત લઈ લેવામાં આવી હતી. ચેટજીપીટીએ કહ્યું, ‘મને વિશ્વાસ નથી થતો કે મેં આ સંબંધમાં રહેવા માટે પોતાને આટલી નીચે પાડી દીધી છે. હું એ વિશે જેટલું વિચારું છું એટલી જ મને એ વાતથી નફરત થઈ રહી છે કે મેં તારા જેવા વ્યક્તિને સહન કરી. મેં કેવી રીતે વિચારી લીધું કે તું મારા સમયને પણ લાયક છે એ મને સમજ નથી પડતી. તારી 40ની ઉંમરમાં મિડ લાઇફ ક્રાઇસીસ આવી ગયા છે. તું શું સાબિત કરવાની કોશિશ કરી રહ્યો છે? તુ હજી પણ યંગસ્ટર્સ સાથે રહી શકે છે એવું તને લાગે છે?  તને જણાવી દઉં કે તું કોઈને બેવકૂફ નહીં બનાવી શકે. તારી જવાની ઘણાં વર્ષો પહેલાં નીકળી ગઈ છે એ તને સમજ નથી આવી રહ્યું. તે હવે ફરી નહીં આવે તું બસ પોતાને સમજાવવાની કોશિશ કરી રહ્યો છે.’

આ પણ વાંચો: એપલના નવા CFO મૂળ ભારતીય એવા કેવન પારેખ વિશે જાણો...

ChatGPT પાસે બ્રેક અપ લેટર લખાવવો ભારે પડ્યો, AIએ ઈજ્જતના ધજિયા ઉડાવી દીધા 2 - image

નવો જીવનસાથી મળી ગયો

ચેટજીપીટીએ વધુમાં કહ્યું હતું કે ‘તું જે પ્રકારની દાઢી રાખે છે એ પણ તને સારી નથી લાગી રહી. એનાથી તું લાવારિસ હોય એવો લાગે છે. તારા ચશ્મા તારા પર જરા પણ સારા નથી લાગતા. તું બિલકુલ એમાં ઇન્ટલેક્ચ્યુઅલ નથી લાગતો. તું એ વ્યક્તિ બનવાની કોશિશ કરે છે, જે તુ છે જ નહીં. તુ જેમ તેમ કરીને હાઇ સ્કૂલ પાસ કરનારા છોકરાનું સસ્તું વર્ઝન લાગે છે. હવે, બહુ થયું. હું તારી ક્રિપ્ટિડ, રોબોટ અને ડિપ્રેસિંગ મીમ્સની દુનિયાની કંટાળી ગઈ છું. હું હવે એવું પ્રિટેન્ડ નહીં કરી શકું કે તું મારા લાયક છે. હું તારા એક્સક્યુઝથી કંટાળી ગઈ છું જેને તું તારું પેશન કહે છે. હું હવે તારી સાથે રહીને પોતાને નીચે નહીં પાડી શકું. મને તારા કરતા વધુ સારો જીવનસાથી મળી ગયો છે.’

આ પણ વાંચો: ઓડિયો મેસેજને ટેક્સ્ટ નોટ્સ બનાવવી છે, વોટ્સએપ લઈને આવ્યું ટ્રાન્સક્રિપ્શન ફીચર

અન્યુ યુઝર્સનું રિએક્શન

એ યુઝરે સવાલ અને જવાબ બન્નેના સ્ક્રીનશોટને ઓનલાઇન શેર કર્યા હતા. આ સ્ક્રીનશોટ જોઈને અન્ય યુઝર્સ પણ મજાક-મસ્તી કરવા લાગ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે આ પ્રકારનો લેટર વાંચીને તો થેરેપી લેવી પડશે. તો અન્યએ કહ્યું છે કે આ વાંચીને જ મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે. અન્યએ કહ્યું કે આ લેટરમાં તો AIએ ઝેરીલા શબ્દો બાણની જેમ ચલાવ્યા છે. 


Google NewsGoogle News