આજથી પૃથ્વીએ બદલી ચાલ, દિવસ લાંબો અને રાત ટૂંકી થઈ, જાણો શું હોય છે કર્ક અને મકર સંક્રાંતિ
હવે આજથી પૃથ્વી પર સૂર્યના કિરણો સીધા પડશે
જેથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થશે
Makar Sankranti 2024: દેશભરમાં મકરસંક્રાંતિનો તહેવાર ભારે ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. આ ધાર્મિક તહેવાર સંપૂર્ણપણે સૂર્યની ગતિ પર આધારિત છે. જ્યારે સૂર્ય કર્ક રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ ઘણા ખગોળીય પરિવર્તન થાય છે. આ સાથે પૃથ્વી તેની ધરી પર ઉત્તર દિશામાં ફરવા લાગે છે. જેના કારણે સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર પડવા લાગે છે અને તાપમાન વધવા લાગે છે. રાત ટૂંકી થવા લાગે છે અને દિવસો લાંબા થવા લાગે છે. આ સાથે ગરમીનો અહેસાસ શરૂ થાય છે.
પરિભ્રમણના કારણે ઋતુ પરિવર્તન
ખગોળશાસ્ત્રીઓ કહે છે કે પૃથ્વીનું પરિભ્રમણનું કેન્દ્ર દર છ મહિને બદલાય છે. જેના લીધે સૂર્ય છ મહિના દક્ષિણાયનમાં અને છ મહિના ઉત્તરાયણમાં રહે છે. દક્ષિણાયનનો અર્થ થાય છે સૂર્ય પૃથ્વીના દક્ષિણ ભાગ તરફ અને ઉત્તરાયણનો અર્થ સૂર્ય પૃથ્વીના ઉત્તર ભાગ તરફ હોય છે. મકરસંક્રાંતિના દિવસથી, સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે અને ઉત્તરીય પૃથ્વી પર સૂર્યના કિરણો વધુ પડે છે. કર્ક સંક્રાંતિના દિવસે, સૂર્ય દક્ષિણાયનમાં પ્રવેશ કરે છે અને ઉત્તર પૃથ્વી તરફ સૂર્યના કિરણો ઓછા પડે છે. જેના કારણે શિયાળો આવે છે.
4 જાન્યુઆરીએ પૃથ્વી સૂર્યની સૌથી નજીક છે
ખગોળશાસ્ત્રીઓ જણાવે છે કે 4 જાન્યુઆરીએ પૃથ્વી સૂર્યની સૌથી નજીક છે પરંતુ સૂર્ય દક્ષિણાયનમાં હોવાથી પૃથ્વી પર સૂર્યના કિરણો ઓછા પડે છે. જેના કારણે ઠંડી પડે છે. ત્યાર બાદ પૃથ્વી ઉત્તરાયણમાં પ્રવેશ કરતા 4 જુલાઈએ સૂર્યના કિરણો સંપૂર્ણપણે સીધા થઈ જાય છે. આ કારણે આ દિવસે સૂર્ય પૃથ્વીથી સૌથી દૂર હોવા છતાં પણ ગરમી વધુ હોય છે.
શું છે મકર સંક્રાંતિ?
મકર સંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસથી દિવસો લાંબા અને વધુ ગરમ થવા લાગે છે. મકરસંક્રાંતિ પર દિવસ અને રાત્રિનો સમય સમાન હોય છે. આ દિવસ નવા પાકના આગમન સાથે પણ સંકળાયેલ છે. જેથી મકરસંક્રાંતિને એક તહેવાર તરીકે ઉજવવમાં આવે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ આગળ વધવાનું શરૂ કરે છે અને ઉનાળો શરૂ થાય છે.
શું છે કર્ક સંક્રાંતિ?
21 સપ્ટેમ્બરની આસપાસ કર્ક સંક્રાંતિની શરૂઆત થાય છે. આ દિવસથી સૂર્ય દક્ષિણ ગોળાર્ધ તરફ આગળ વધવાનું શરૂ કરે છે જેથી શિયાળાની શરૂઆત થાય છે. આ કર્ક સંક્રાંતિ પર પૃથ્વી 23 ડિગ્રી 26 મિનિટે નમેલી રહે છે, આ સમયે પૃથ્વીનું સૌથી વધુ જુકેલી હોય છે. જેના કારણે દિવસ ટૂંકો અને રાત લાંબી થવા લાગે છે. જ્યારે સૂર્ય મકર રાશિમાંથી કર્કમાં પ્રવેશ કરે છે. જે કર્ક સંક્રાંતિ તરીકે ઓળખાય છે.