Get The App

વોટ્સએપમાં ઢગલાબંધ ફેરફારો

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
વોટ્સએપમાં ઢગલાબંધ ફેરફારો 1 - image


- ÷ktçkk Mk{Þ ÃkAe ðkuxTMkyuÃk{kt yuf MkkÚku ½ýkt Lkðkt Ve[Mko W{uhkÞkt

વોટ્સએપ પર તમે કેટલા સમયથી એક્ટિવ છો? અન્ય સોશિયલ સાઇટ્સ પર યૂઝર્સની ઉંમર મુજબ ઘણે અંશે વાડાબંધી જેવી સ્થિતિ છે. ઇન્સ્ટાગ્રામ અને સ્નેપ જેન ઝી માટે છે, ફેસબુક પર ડિજિટલ એજમાં સિનિયર સિટિઝન કહેવાય એવા લોકો વધુ એક્ટિવ છે, પરંતુ વોટ્સએપમાં એવો કોઈ ‘ઉંમરબાધ’ નથી! એના પર દરેક ફેમિલીના દરેક ઉંમરના લોકો ખાસ્સા એક્ટિવ રહે છે. એનું એક કારણ એ પણ ખરું કે વોટ્સએપનો હેતુ અન્ય સોશિયલ સાઇટ્સ કરતાં અલગ છે.

વોટ્સએપના મૂળ સ્થાપકોએ સંજોગવશાત અલગ અલગ રહેતા ફેમિલી મેમ્બર્સ અને ખરા ફ્રેન્ડ્સ એકમેકના લાઇવ ટચમાં રહી શકે એ માટે વોટ્સએપ એપ બનાવી હતી. એનો સાવ સાદો-સીધો અને એકદમ સરળ ઉપયોગ તેનું સૌથી મોટું જમા પાસું બન્યું. અલબત્ત, મેટા કંપનીએ વોટ્સએપ ખરીદી લીધા પછી, સમયની માગ અનુસાર તેમાં સતત નવાં નવાં ફીચર્સ ઉમેરાતાં રહ્યાં છે. તમે વોટ્સએપનો નિયમિત ઉપયોગ કરતા હો તો પણ અહીં આપેલી વાતો તમારા માટે સાવ નવી હોઈ શકે છે!

huøÞw÷h [uxTMk{kt W{uhkÞkt MktÏÞkçktÄ Lkðkt Ve[Mko

વોટ્સએપ ઓપન કરતાં પહેલો જ જે સ્ક્રીન દેખાય, તે જૂના ને જાણીતા, ચેટ્સના પેજમાં કંપનીએ ઘણા ફેરફારો કર્યા છે. આ ફેરફારો વ્યક્તિગત અને ગ્રૂપ બંને પ્રકારના ચેટિંગને આવરી લે છે.

ગ્રૂપ ચેટ્સમાં ‘ઓનલાઇન’ ઇન્ડિકેટર

વોટ્સએપમાં આપણા વ્યક્તિગત કોન્ટેક્ટ જે તે સમયે ઓનલાઇન છે કે નહીં તે જાણવાની આપણને સગવડ મળે છે. શરત એટલી કે સામેની વ્યક્તિએ એ માટેનું સેટિંગ ઓન રાખ્યું હોવું જોઇએ. એ જ સગવડ હવે ગ્રૂપ્સમાં પણ મળે છે.

 તેમાં કોઈ પણ ગ્રૂપ સાથેનું ચેટ પેજ ઓપન કરીએ ત્યારે સૌથી ઉપર ગ્રૂપના નામ સાથે, ગ્રૂપમાં સામેલ લોકોનાં નામ જ્યાં જોવા મળે છે ત્યાં જ ગ્રૂપમાંના કેટલા લોકો હાલ ઓનલાઇન છે તે સંખ્યા જોઈ શકાય છે.

ગ્રૂપના નોટિફિકેશનમાં વધુ કંટ્રોલ

આપણે જે જે ગ્રૂપ્સમાં સામેલ હોઇએ તેના નોટિફિકેશન પર હવે વધુ કંટ્રોલ મળે છે. એ મુજબ ગ્રૂપ પેજ ઓપન કરીને તેમાં નોટિફિકેશન્સમાં જઇએ ત્યારે ‘નોટિફાય ફોર’ એવો એક નવો વિકલ્પ જોવા મળે છે. તેમાં જઇને આપણે ગ્રૂપમાં ક્યા પ્રકારનો નવો મેસેજ મુકાય, જેનું આપણને નોટિફિકેશન મળે તેનું સેટિંગ કરી શકીએ છીએ.

આપણે ઇચ્છીએ તો ગ્રૂપમાં મુકાતા દરેક મેસેજ માટે નોટિફિકેશન ઓન રાખી શકીએ અથવા કોઈએ @ સાઇનનો ઉપયોગ કરીને આપણા ઉલ્લેખ સાથે કોઈ મેસેજ મૂક્યો હોય, આપણા મેસેજનો જવાબ આપ્યો હોય કે અન્ય કોઈ રીતે આપણને સંબંધિત હોય માત્ર તેવા જ મેસેજના નોટિફિકેશન મળે એવું સેટિંગ કરી શકાય છે.

અત્યારે, આપણે જુદાં જુદાં ઘણાં ગ્રૂપમાં એક્ટિવ હોઇએ અને તેમાંના બધા સભ્યો પણ ખાસ્સા એક્ટિવ હોય તો એ ગ્રૂપના બધા મેસેજ માટેના નોટિફિકેશન ઓન રાખવા જતાં ફોનના નોટિફિકેશનમાં વોટ્સએપના મેસેજની ભીડ થઈ જાય છે! એના બદલે, માત્ર આપણને ઉપયોગી હોય તેવા હાઇલાઇટેડ મેસેજિસ માટેના નોટિફિકેશન ઓન રાખવાથી વાત સહેલી બનશે.

ઇવેન્ટમાં વધુ સુવિધા

આપણે ‘ટેકનોવર્લ્ડ’માં અગાઉ વાત કરી હતી કે વોટ્સએપમાં ગ્રૂપમાં ઇવેન્ટ ક્રિએટ કરવાની જે સગવડ છે, એ હવે વ્યક્તિગત ચેટમાં પણ ઉમેરાઈ રહી છે. આ સગવડ હવે સૌને મળવા લાગી છે. ગ્રૂપ અથવા વ્યક્તિગત ચેટમાં આપણે બિઝનેસ મીટિંગ કે ફેમિલી ગેટ ટુ ગેધર જેવી કોઈ વાત માટે ઇવેન્ટ ક્રિએટ કરી શકીએ છીએ. એ માટે ગ્રૂપ અથવા કોઈ પણ વ્યક્તિ સાથેના ચેટિંગ માટે મેસેજ લખવાના બોક્સમાં એટેચમેન્ટના આઇકન પર ક્લિક કરતાં જે વિવિધ વિકલ્પો જોવા મળે તેમાં હવે ‘ઇવેન્ટ’નો વિકલ્પ પણ જોવા મળે છે.

આવી ઇવેન્ટનો અન્ય લોકો જે રિસ્પોન્સ આપે તેમાં હવે વધુ વિકલ્પો ઉમેરાયા છે. અગાઉ પોતે જોડાશે કે નહીં એવા ફક્ત બે જ વિકલ્પ હતા હવે ‘કદાચ જોડાઇશ’ એવો પણ જવાબ આપી શકાશે.

એ જ રીતે ઇવેન્ટ ક્રિએટ કરનાર વ્યક્તિ ઇચ્છે તો ઇવેન્ટમાં વધારાની એક વ્યક્તિને ગેસ્ટ તરીકે ઉમેરી શકાશે. જો ઇવેન્ટનો સમયગાળો લાંબો હોય તો હવે તેની શરૂઆતની તારીખ અને સમયની સાથોસાથ ઇવેન્ટ પૂરી થવાની તારીખ અને સમય પણ દર્શાવી શકાશે.

રિએકશનમાં વધુ સુવિધા

વોટ્સએપમાં આપણે કોઈ પણ મેસેજ પર જરા લાંબો સમય પ્રેસ કરીને તેને સંબંધિત રિએકશન આપી શકીએ છીએ. હવે આ કામ થોડું વધુ સહેલું બન્યું છે. જેમ ગ્રૂપમાં કોઈ વ્યક્તિના જન્મ દિવસે હેપ્પી બર્થ ડે મેસેજની ભરમાર હોય ત્યારે કોઈના મેસેજની આપણે કોપી કરીને પેસ્ટ કરી દઇએ, એવી જ રીતે હવે મેસેજને મળેલા રિએકશન પણ ટેપ કરીશું એ સાથે, આપણું પણ એ જ રિએક્શન ઉમેરાઈ જશે. મતલબ કે અન્ય કોઈના રિએકશનની આપણે કોપી કરી શકીશું!

આઇફોનમાં ડિફોલ્ટ એપ

આઇઓએસમાં લેટેસ્ટ અપડેટ આવી ગયા પછી હવે આપણે પોતાના આઇફોનમાં વોટ્સએપને પોતાની ડિફોલ્ટ મેસેજિંગ અને કૉલિંગ એપ તરીકે સેટ કરી શકીએ છીએ. આ ફેરફાર કરવા માટે આઇફોનના સેટિંગ્સમાં ડિફોલ્ટ એપ્સમાં જઇને તેમાં હવે વોટ્સએપ સિલેક્ટ કરી શકાશે.

ડોક્યુમેન્ટ સ્કેન કરીને મોકલવું

આપણે વોટ્સએપમાં કોઈને ઇમેજ મોકલવાની હોય ત્યારે મેસેજ લખવાના બોક્સમાં કેમેરાના આઇકન પર ક્લિક કરીએ તો ત્રણ વિકલ્પ મળે છે - ફોનની ગેલેરીમાંથી કોઈ ઇમેજ કે વીડિયો સિલેક્ટ કરીએ અથવા શટર બટન પર ક્લિક કરીને વોટ્સએપમાંથી જ નવી ઇમેજ કેપ્ચર કરીએ અને મોકલીએ. ત્રીજો વિકલ્પ વીડિયો નોટ કેપ્ચર કરીને મોકલવાનો છે.

પરંતુ વાત જ્યારે ડોક્યુમેન્ટની હોય ત્યારે હાલમાં આપણા ફોનમાં સેવ થયેલ કોઈ ડોક્યુમેન્ટને જ મોકલી શકાય છે. વોટ્સએપમાંથી ડોક્યુમેન્ટને સ્કેન કરીને મોકલવાની સુવિધા મળતી નથી. હવે આઇફોન માટેની વોટ્સએપ એપમાં એટેચમેન્ટ ટ્રેમાં આપણે ડોક્યુમેન્ટ સ્કેન કરવાનો વિકલ્પ પસંદ કરી શકીએ છીએ. એ પછી ડોક્યુમેન્ટને સ્કેન, ક્રોપ કે સેવ કરવાના વિકલ્પ મળે છે.

fkp®÷øk{kt Lkðk VuhVkh

વોટ્સએપમાં લાંબા સમયથી ઓડિયો અને વીડિયો કૉલ કરવાની સુવિધા આવી ગઈ છે અને કંપની તેમાં અવારનવાર નવાં ફીચર્સ ઉમેર પણ છે. કૉલ સંબંધિત નવાં ફીચર્સ પર નજર ફેરવીએ તો...

વીડિયો કૉલમાં ઝૂમની સુવિધા

વોટ્સએપમાં આપણે વીડિયો કૉલનો ઉપયોગ કરી રહ્યા હોઇએ ત્યારે આપણા પોતાના વીડિયો કે અન્ય વ્યક્તિના વીડિયોને આંગળીથી પિંચ કરીને ઝૂમ કરી શકીશું. આ સુવિધા હાલમાં આઇફોન યૂઝર્સને મળશે.

એડ ટુ કૉલ

જ્યારે આપણે અન્ય કોઈ વ્યક્તિ સાથે વોટ્સએપ પર વન-ટુ-વન વીડિયો કૉલ કરી રહ્યા હોઇએ ત્યારે આપણે ચેટ પેજમાંથી અન્ય કોઈ વ્યક્તિને એ વીડિયો કૉલમાં ઉમેરી શકીશું. એ માટે સ્ક્રીન પર દેખાતા કૉલ આઇકન પર ક્લિક કરીને ‘એડ ટુ કૉલ’નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

વધુ સ્મૂધ વીડિયો કૉલ

આ એક રીતે જોઇએ તો કોઈ નવું ફીચર નથી પરંતુ વોટ્સએપે તેની વીડિયો કૉલિંગ સુવિધામાં કરેલો સુધારો છે. વોટ્સએપે તેની ટેકનોલોજી અપગ્રેડ કરી હોવાથી હવે વીડિયો કૉલ વધુ ભરોસાપાત્ર અને બહેતર ગુણવત્તાવાળા બન્યા છે.

વોટ્સએપમાંથી થતા વીડિયો કૉલ્સને હવે વધુ સારી રીતે એકમેક સાથે કનેક્ટ કરવામાં આવશે. આથી વીડિયો કૉલ દરમિયાન કૉલ ડ્રોપ થાય કે વીડિયો ફ્રીઝ થઈ જાય એવી સમસ્યાનો ઓછો સામનો કરવો પડશે.

એ જ રીતે જો વીડિયો કૉલ દરમિયાન વોટ્સએપની સિસ્ટમ પારખી લે કે આપણું ઇન્ટરનેટ કનેકશન સારું છે તો વીડિયો કૉલની ક્વોલિટી આપોઆપ એચડી ક્વોલિટીની કરી દેવામાં આવશે.

yÃkzuxTMk{kt Ãký yÃkzuxTMk

વોટ્સએપમાં ‘અપડેટ્સ’ સેક્શનમાં આપણે વિવિધ લોકોનાં લેટેસ્ટ સ્ટેટસ જોઈ શકીએ છીએ તેમ જ વોટ્સએપ પ્રમાણમાં નવી શરૂ થયેલી ચેનલ્સમાં મૂકાતી પોસ્ટ જોઈ શકાય છે. આ અપડેટ્સ સેક્શનમાં થયેલા ફેરફારોની વાત...

ચેનલ્સમાં વીડિયો નોટ્સ

જે રીતે આપણે રેગ્યુલર ચેટ્સમાં વોટ્સએપમાંથી જ વીડિયો કેપ્ચર કરીને કોઈને વીડિયો નોટ્સ મોકલી શકીએ છીએ એ જ રીતે હવે વોટ્સએપ ચેનલના એડમિન પોતાની વોટ્સએપ ચેનલમાંથી વીડિયો કેપ્ચર કરીને પોતાના ફોલોઅર્સ સાથે શેર કરી શકશે. અલબત્ત એ માટે અત્યારે વધુમાં વધુ ૬૦ સેકન્ડની મર્યાદા છે.

ચેનલ્સમાં પણ વોઇસ મેસેજ વાંચવાની સુવિધા

જે રીતે રેગ્યુલર ચેટમાં આપણા પર કોઈ વોઇસ મેસેજ આવે અને આપણે પબ્લિક પ્લેસમાં હોવાથી સ્પીકર પર એવો મેસેજ સાંભળી શકીએ તેમ ન હોઇએ તો તેને ટેકસ્ટ સ્વરૂપમાં ફેરવીને વાંચવાની સગવડ મળે છે, બરાબર એ જ રીતે, હવે વોટ્સએપ ચેનલમાં પણ આપણા પર આવેલા વોઇસ મેસેજની ટેકસ્ટ સમરી મેળવવાનો વિકલ્પ મળશે. આ કારણે આપણે વોઇસ મેસેજ સાંભળવાને બદલે વાંચી શકીશું!

ચેનલનો ક્યૂઆર કોડ

વોટ્સએપ ચેનલમાં અત્યારે ચેનલના એડમિન માટે સૌથી મોટી મર્યાદા એ છે કે અન્ય લોકો તેમની ચેનલને સહેલાઈથી સર્ચ કરી શકતા નથી. મોટા ભાગે માત્ર વોટ્સએપના વેરિફાઇ઼ડ એકાઉન્ટ્સથી બનેલ ચેનલને સર્ચ કરી શકાય છે (કંપની જ કહે છે કે એ સર્ચમાં દેખાશે જ તેની કોઈ ગેરંટી નથી!). આથી વેરિફાઇડ એકાઉન્ટ ન હોય તેવી ચેનલના એડમિને પોતાની ચેનલ અન્ય લોકો સુધી પહોંચાડવા જાતે મહેનત કરવી પડે છે.  આ કામ હવે થોડું સહેલું બનશે. વોટ્સએપ ચેનલના એડમિનને તેમની ચેનલમાં જોડાવા માટે એક યુનિક ક્યૂઆર કોડ બનાવવાની સગવડ આપશે. એડમિન આ ક્યૂઆર કોડ અન્ય લોકો સાથે શેર કરી શકશે.

Tags :