Get The App

બાળકોમાં જોવા મળતી આંધળાપણાની બીમારીને સાજી કરવા ડૉક્ટર્સે શોધી જીન થેરાપી, જાણો વિગતો…

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
બાળકોમાં જોવા મળતી આંધળાપણાની બીમારીને સાજી કરવા ડૉક્ટર્સે શોધી જીન થેરાપી, જાણો વિગતો… 1 - image


Doctor Found New Gene Therapy For Kids: ડૉક્ટર્સ દ્વારા હાલમાં જ એક સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. લંડનના ડૉક્ટર્સે મેડિકલ ક્ષેત્રમાં એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. બાળકોમાં ભાગ્યે જ જોવા મળતાં જીનેટિક ડિસઓર્ડર, જેને લેબર કોન્ગેનિટલ એમરોસિસ તરીકે ઓળખવામાં આવે છે, તેનું ડૉક્ટરોએ નિદાન શોધી કાઢ્યું છે. આ માટે જીન થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બીમારીમાં, AIPL1 જીનમાં ખામી હોવાને કારણે બાળકોને જન્મથી જ દૃષ્ટિ નથી હોતી.

ઇનોવેટિવ જીન થેરાપીથી ફરી મળી દૃષ્ટિ

ડૉક્ટરો દ્વારા જીન થેરાપીના એક પરીક્ષણમાં, પેશન્ટની આંખમાં સ્વસ્થ AIPL1 જીન ઇન્જેક્ટ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા માટે ફક્ત એક કલાકનો સમય લે છે. આ ટ્રીટમેન્ટ બાદ, ચાર બાળકો આકારોને ઓળખી શક્યા હતા, રમકડાં શોધી શક્યા હતા, અને તેમના માતા-પિતાના ચહેરાઓને જોઈ શક્યા હતા. કેટલાક કેસમાં તો વાંચતા અને લખતાં પણ થયા હતા. મૂરફિલ્ડ્સ આઇ હૉસ્પિટલના પ્રોફેસર મિશેલ માઇક્લાઇડ્સે કહ્યું કે, ‘આ બાળકોને મળેલું રિઝલ્ટ ખૂબ જ ઇમ્પ્રેસિવ છે. જીન થેરાપી કેવી રીતે જીવન બદલી શકે છે, તે જોઈ શકાય છે.’

બાળકો માટે શ્રેષ્ઠ જીન થેરાપી

જીન થેરાપી એકથી બે વર્ષની ઉંમરના ચાર બાળકોને આપવામાં આવી હતી. આ બાળકો અમેરિકા, તૂર્કી અને તુનિસિયાના હતા. રેટિનામાં ફોટોરિસેપ્ટર ફંક્શન માટે AIPL1 જીન ખૂબ જ મહત્ત્વનું છે. આથી, આ જીનને શરીરને નુકસાન ન કરે તેવા વાયરસની મદદથી શરીરમાં પહોંચાડવામાં આવ્યું હતું. પ્રોફેસર મિશેલે કહ્યું કે, ‘બાળપણમાં જે આંધળાપણું હોય છે તેના નિદાન માટે હવે અમને ખૂબ જ સારી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. આ બીમારીના શરુઆતના જ તબક્કામાં જો ટ્રીટમેન્ટ આપી દેવામાં આવે, તો તે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.’

બાળકોમાં જોવા મળતી આંધળાપણાની બીમારીને સાજી કરવા ડૉક્ટર્સે શોધી જીન થેરાપી, જાણો વિગતો… 2 - image

ટ્રીટમેન્ટ બાદ પેરેન્ટ્સે શું કહ્યું?

આ ટ્રીટમેન્ટ આપ્યા બાદ, બાળકોને પાંચ વર્ષ સુધી મોનિટર કરવામાં આવ્યા હતા. દરેક બાળકને એક જ આંખની ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી જેથી કોઈ રિસ્ક ન રહે. પાંચ વર્ષ બાદ, ધ લાન્સેટ જર્નલમાં આ વિશે ખુલાસો કરવામાં આવ્યો છે. આ ટ્રીટમેન્ટ આપ્યા બાદ, એક બાળકના પેરેન્ટ્સે ટ્રીટમેન્ટને ખૂબ જ અદ્ભુત ગણાવી હતી અને આ અદ્ભુત થેરાપી શોધવા માટે ડૉક્ટરો અને રિસર્ચરોનો આભાર માન્યો હતો. તેમના દીકરો જેસ એ સમયે બે વર્ષનો હતો. આ ટ્રીટમેન્ટ બાદ, તે નાની-નાની વસ્તુઓ ઊંચકી પણ શકે છે અને થોડે દૂરથી પણ તેના રમકડાંને ઓળખી શકે છે.

આ પણ વાંચો: બિલ ભરવા માટે ગૂગલ પે યૂઝર્સ પાસેથી હવે ફી ચાર્જ કરશે: દુકાનમાં અને બે વ્યક્તિઓ વચ્ચેના ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નથી

આ ટ્રીટમેન્ટ માટે સ્પેશ્યલ લાયસન્સ

મેડિસિન્સ ઍન્ડ હેલ્થકેર રેગ્યુલેટરી એજન્સી પાસેથી સ્પેશ્યલ લાયસન્સ મેળવીને, ધ યુનિવર્સિટી કૉલેજ લંડન દ્વારા આ ટ્રીટમેન્ટ શોધવામાં આવી છે. આ માટે તેમને જીન થેરાપી કંપની મૈરાજીટીએક્સ દ્વારા પણ ઘણી મદદ મળી હતી. આ ટ્રીટમેન્ટ ચાર બાળકોમાં સફળ રહી હોવાથી, અન્ય સાત બાળકોએ પણ આ ટ્રીટમેન્ટ લીધી છે. જીનેટિક ડિસઓર્ડર માટે આ ટ્રીટમેન્ટ ખૂબ જ સફળ અને સારી સાબિત થઈ રહી છે.


Google NewsGoogle News