લો બોલો, સુપ્રીમ કોર્ટની યુટ્યૂબ ચેનલ પણ હેક થઈ

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
લો બોલો, સુપ્રીમ કોર્ટની યુટ્યૂબ ચેનલ પણ હેક થઈ 1 - image


- yk «fhýu Mkkrçkík fhe ËeÄwt fu RLxhLkux Ãkh fkuE MktÃkqýoÃkýu Mk÷k{ík LkÚke

કોઈ વ્યક્તિની, કોઈ કંપનીની કે સરકારી વિભાગોની વેબસાઇટ હેક થઈ હોય એવું આપણે અવારનવાર સાંભળીએ છીએ. સોશિયલ મીડિયાના એકાઉન્ટ હેક થવાનું પણ સામાન્ય છે. આપણા વોટ્સએપ એકાઉન્ટ પર કોઈ બીજી વ્યક્તિ કબજો જમાવી દે તેવા સમાચાર પણ આપણે ઘણી વાર સાંભળીએ કે વાંચીએ છીએ.

પરંતુ યુટ્યૂબ ચેનલ હેક થાય તે આપણે માટે પ્રમાણમાં નવી વાત છે.  એમાંય આ તો ભારતમાં કાયદાની સર્વોચ્ચ રખેવાળ સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યૂબ ચેનલ હેક થવાની વાત છે!

ખરેખર ક્યાં ગફલત થઈ, ચેનલ હેક કરનારા હેકર્સ કોણ હતા એ બધી વાતો તો તપાસનો વિષય છે, પણ આ પ્રકરણથી એટલું સ્પષ્ટ થયું કે ઇન્ટરનેટ પર કોઈ સલામત નથી.

એટલી સારી વાત છે કે ચેનલ હેક થયા પછી ઝડપથી પગલાં લેવાયાં અને ચેનલ પૂર્વવત થઈ ગઈ.

શરૂઆતમાં તો એવી અફવા પણ ચાલી કે ‘ભારતની સુપ્રીમ કોર્ટ હેક થઈ છે!’ વાસ્તવમાં ફક્ત કોર્ટના કેટલાક કેસોની કાર્યવાહી, ઇવેન્ટ વગેરે વધુ પારદર્શક બને અને દેશના નાગરિકો આ કાર્યવાહી જોઈ શકે એ માટે તેનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાની વ્યવસ્થા - જે યૂટ્યૂબ આધારિત છે તે - હેક થઈ. છતાં આ ચૂક ચેતવણીરૂપ જરૂર છે કેમ કે હવે તો દેશની બધી અદાલતોની કાર્યવાહી પેપરલેસ અને ઓનલાઇન બનાવવાની કસરત શરૂ થઈ છે.

આ કેસની પૂરતી વિગતો કદાચ પ્રકાશમાં આવશે નહીં, પરંતુ આ વાતને નિમિત્ત બનાવીને, યુ્્ટ્યૂબ એકાઉન્ટની સલામતી વિશેના કેટલાક પાયાના સવાલો અને તેના જવાબો મેળવી લઈએ.

[uLk÷ fkuýu nuf fhe? õÞkt f[kþ hne økE?

વર્ષ ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે મહત્ત્વના કેસની પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા માટે તેની કાર્યવાહી લાઇવ સ્ટ્રીમ કરવાનો નિર્ણય લીધો હતો. એ કારણે ભારતના - કે ખરેખર તો દુનિયાના - કોઈ પણ ખૂણે રહેતી વ્યક્તિ યુટ્યૂબ પરની સુપ્રીમ કોર્ટની સત્તાવાર ચેનલ પર જઈને કોર્ટમાં શું ચાલી રહ્યું છે તે જોઈ શકતી હતી.

ગયા અઠવાડિયે થોડા સમય માટે આ ચેનલ હેક થઈ. ચેનલનું નામ બદલી નાખવામાં આવ્યું અને તેના પર ક્રિપ્ટોકરન્સી પ્રમોટ કરતો એક વીડિયો દેખાવા લાગ્યો. એ સાથે સુપ્રીમ કોર્ટના લાઇવ સ્ટ્રીમ વીડિયો પ્રાઇવેટ કરી દેવામાં આવ્યા! ચેનલ પર જેની ક્રિપ્ટોકરન્સીનો વીડિયો જોવા મળ્યો તે અમેરિકન કંપની ‘રિપલ’ પોતે અત્યારે વિવાદમાં છે અને યુટ્યૂબ સામે પણ તેણે કેસ માંડ્યો છે.

થોડા સમય પછી, આ ચેનલ ફરી પૂર્વવત થઈ. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલનું હેન્ડલ આ પ્રકારનું છેઃ https://www.youtube.com/@MyChannel-h2y (જેના પર સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ https://www.sci.gov.in/previous-sessions/ પરથી પહોંચી શકાયું). જો ગૂગલ પર સીધું ‘Supreme Court of India official youtube channel‘ સર્ચ કરીએ તો પહેલા પેજ પર બાજુના સ્ક્રીનશોટ મુજબનાં પરિણામ મળે છે અને તેને ક્લિક કરતાં યુટ્યૂબની જે ચેનલ ખૂલે છે તે સત્તાવાર નથી, તેના પર કોઈ વીડિયો નથી. ગૂગલ રિઝલ્ટમાં ચેનલનું હેન્ડલ બતાવવામાં આવે છે તે અને જે ચેનલ ખૂલે છે તેનું હેન્ડલ પણ જુદું છે! આ બધું જોતાં, સુપ્રીમ કોર્ટની યોગ્ય ઓનલાઇન પ્રેઝન્સ તરફ પૂરતું ધ્યાન અપાયું હોય તેવું લાગતું નથી.

સામે પક્ષે ભારતમાં અદાલતી કાર્યવાહી ઓનલાઇન બનાવવાની કવાયત લાંબા સમયથી ચાલી રહી છે. કોરોના દરમિયાન અંદાજે ચાર કરોડ ત્રીસ લાખ જેટલા કેસ ઓનલાઇન ચલાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશની તમામ નીચલી અદાલતોમાં ઓનલાઇન હીયરિંગ શક્ય બનાવવા માટે પોતાનું ક્લાઉડ સોફ્ટવેર ડેવલપ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.

øk{u íku Þqxâqçk [uLk÷ Ãký nuf ÚkE þfu?

કોઈ પણ ઓનલાઇન એકાઉન્ટ આખરે તેને માટે ઉપયોગ કરવામાં આવતા યૂઝરનેમ અને પાસવર્ડથી સલામત રહે છે. યુટ્યૂબ ચેનલ પણ તેમાંથી બાકાત નથી.

મુશ્કેલી એ છે કે યુટ્યૂબ આપણા ગૂગલ એકાઉન્ટથી ઓપરેટ થાય છે તથા એ જ ગૂગલ એકાઉન્ટનો જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ, કેલેન્ડર, મેપ્સ જેવી ગૂગલની અન્ય તમામ સર્વિસમાં ઉપયોગ થાય છે. આથી જો આ એકાઉન્ટને ટુ-સ્ટેપ વેરિફિકેશન કે પાસકી જેવી વ્યવસ્થાથી સિક્યોર્ડ રાખવામાં  ન આવે તો હેકર ગૂગલ એકાઉન્ટ હેક કરી શકે છે. ત્યાર પછી ચેનલમાં તે ધારે તે વીડિયો અપલોડ કરી શકે છે.

આશ્વાસન ફક્ત એટલું કે ચેનલ હેક થયા પછી ગૂગલની મદદ લેવમાં આવે અને આપણે જ ચેનલના અસલી ક્રિએટર સાબિત થઈએ તો આપણા યુટ્યૂબના બેકઅપમાં સલામત હોય અને તેને રિસ્ટોર કરી શકાય.

એ પણ બરાબર સમજી લેવા જેવું છે કે સુપ્રીમ કોર્ટની યુટ્યૂબ ચેનલ હેક થઈ શકે તો અન્ય કોઈની પણ ચેનલ હેક થઈ શકે છે. વિચિત્રતા એ છે કે આખી દુનિયાના હેકર્સ કે એ દિશામાં જવા માગતા ઉત્સાહી લોકોને હેકિંગના પાઠ શીખવા વીડિયોની યુટ્યૂબ પર જ ભરમાર છે.

જો તમારી યુટ્યૂબ ચેનલનું પ્રોફાઇલ પિક્ચર, તેનું ડીસ્ક્રિપ્શન, ઇમેઇલ સેટિંગ્સ, એડસેન્સના સેટિંગ્સ વગેરે તમારી જાણ બહાર બદલાય જાય કે તમારા હોય જ નહીં એવા વીડિયો તમારી ચેનલ પર દેખાવા લાગે તો સ્પષ્ટ છે કે તમારી યુટ્યૂબ ચેનલ હેક થઈ છે.

હેકર માલવેર ફેલાવવા માટે તથા અન્ય લોકો સાથે સાયબર ફ્રોડ કરવા માટે યુટ્યૂબ ચેનલ હેક કરી શકે છે.

એટલે જ દરેક ઓનલાઇન એકાઉન્ટની જેમ, યુટ્યૂબ માટે જે એકાઉન્ટનો ઉપયોગ કરીએ, તેને શક્ય એટલી બધી રીતે સલામત રાખવું જરૂરી છે. આવી રીતમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન પદ્ધતિનો ઉપયોગ મુખ્ય છે.

ykÃkýe ÃkkuíkkLke [uLk÷ nuf ÚkkÞ íkku þwt fhðwt?

ઉપર કહ્યું તેમ, કોઈ પણ ઓનલાઇન એકાઉન્ટ કે વેબસાઇટની જેમ યુટ્યૂબ ચેનલ પણ હેક થઈ શકે છે. હેકર્સ મોટા ભાગે સારું એવું ફોલોઇંગ ધરાવતા યુટ્યૂબરની ચેનલને નિશાન બનાવે છે કેમ કે તેની મદદથી તેઓ પોતાના ઇરારા પાર પાડી શકે છે.

જો હેકરનો ઇરાદો ચેનલ હેક કરીને તેમાંથી કમાણી કરવાનો હોય તો તે મૂળ યુટ્યૂબરને તેની ચેનલ હેક થઈ હોવાની ખબર ન પડે તેની કાળજી રાખે છે.

એવી સ્થિતિમાં યુટ્યૂબર તરીકે તમે પોતે હજી પણ તમારા ગૂગલ એકાઉન્ટમાં સાઇન ઇન થઈ શકો છો. જો તમને જાણ થાય કે ચેનલ હેક થઈ છે અને તમે હજી સાઇન-કરી શકતા હો તો તરત જ તેનો પાસવર્ડ બદલીને ટુ-સ્ટેપ વેરિફિકેશન જેવી પદ્ધતિનો ઉપયોગ શરૂ કરવો જરૂરી છે. જો ગૂગલ એકાઉન્ટમાં સાઇન ઇન ન કરી શકાય તો તેને રિકવર કરવાની પ્રોસેસ શરૂ કરવી પડે. ગૂગલ એકાઉન્ટ રિકવર થયા પછી આપણે પોતાની ચેનલને તે હેક થઈ હોય તે પહેલાની સ્થિતિમાં લાવી શકીએ છીએ. યુટ્યૂબે છેલ્લા થોડા સમયથી હેક થયેલી યુટ્યૂબ ચેનલ રિકવર કરવામાં મદદ કરતી એઆઇ આધારિત સર્વિસ પણ લોન્ચ કરી છે.

Þwxâqçk Ãkh Võík ðerzÞku òuðk{kt fkuE òu¾{?

હવે તમારા મનમાં રમતા સવાલના જવાબ તરફ વળીએ. તમને કદાચ થતું હશે કે આપણે પોતે યુટ્યૂબર ન હોઈએ, ફક્ત યુટ્યૂબના વીડિયો જોવાનો શોખ હોય, તો જેમ ઘણી વેબસાઇટ જોખમી હોય છે, એમ ફક્ત યુટ્યૂબ પર વીડિયો જોવાથી આપણે હેકિંગનો ભોગ બની શકીએ?

રાહતની વાત એ છે કે માત્ર યુટ્યૂબ પરનો વીડિયો જોવાથી સ્માર્ટફોન કે કમ્પ્યૂટરમાં વાઇરસ ઘૂસવાનું કે આપણો ડેટા ચોરાઈ જવાનું જોખમ નથી.

પરંતુ સમગ્ર રીતે જોઇએ તો આખા યુટ્યૂબ પ્લેટફોર્મ પર પાર વગરનાં જોખમો છે. યુટ્યૂબ સમગ્ર વિશ્વની સૌથી વધુ પોપ્યુલર સર્વિસિસમાંની એક છે. તેના પર દર મહિને એકાદ અબજથી વધુ લોકો એક્ટિવ હોય છે. કુમળી વયનાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના સૌ કોઈ હવે યુટ્યૂબના વ્યસની બની રહ્યા છે. એ કારણે હેકર્સ માટે યુટ્યૂબ બહુ ફળદ્રુપ મેદાન છે. યુટ્યૂબના વીડિયોમાં કોઈ જોખમી માલવેર ન હોઈ શકે પરંતુ તેના ડીસ્ક્રિપ્શન, નોટ્સ કે કમેન્ટ વગેરેમાં માલવેરની લિંક હોઈ શકે છે.  એ જ રીતે વીડિયોની સાથોસાથ જોવા મળતી વીડિયો એડ અન્ય જોખમી સાઇટ તરફ લઈ જઈ શકે છે. આ બધાથી સાવધ રહેવું બહુ જરૂરી છે.


Google NewsGoogle News