WhatsAppની જેમ Instagramમાં પણ હવે મેસેજ એડિટ કરી શકાશે, જાણો નવા ફીચર અંગે

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
WhatsAppની જેમ Instagramમાં પણ હવે મેસેજ એડિટ કરી શકાશે, જાણો નવા ફીચર અંગે 1 - image


Image Source: Freepik

Instagram New Feature : ઈન્સ્ટાગ્રામ પર હવે તમે મોકલેલા મેસેજને એડિટ કરી શકો છો. આ ઘણા સમયથી લોકોની માંગ હતી અને આખરે ઈન્સ્ટાગ્રામે આ ફીચરને ચાલુ કરી દીધુ છે. તેના પહેલા વ્હોટ્સએપ પર આ ફીચર હતુ. આ પહેલા વ્હોટ્સએપ પર આ ફીચર હતુ. હવે ઈન્સ્ટાગ્રામ પર પણ આ આવી ગયુ છે. સાથે જ ઈન્સ્ટાગ્રામ ટૂંક સમયમાં જ વ્હોટ્સએપની જેમ ચેટને ઉપર પિન કરવાનું ફીચર પણ લાવવાનું છે.

15 મિનિટમાં કરી શકાશે એડિટ

માર્ક ઝકરબર્ગે ઈન્સ્ટાગ્રામની મેટા ચેનલ પર જણાવ્યુ, હવે તમે મોકલેલા મેસેજને એડિટ કરી શકો છે. આ ખરેખર ગેમ ચેન્જર છે. આ નવા ફીચરથી તમે 15 મિનિટની અંદર મોકલેલા મેસેજમાં પરિવર્તન કરી શકો છો. પહેલા જો તમે ભૂલથી કોઈ મેસેજ મોકલી દેતા હતા તો તેને ઠીક કરવાનો માત્ર એક જ રસ્તો હતો- તે મેસેજને ડિલીટ કરવો કે અનસેન્ડ કરવુ. 

મેસેજની નીચે એડિટેડ દેખાશે

ઈન્સ્ટાગ્રામ પર મોકલેલા મેસેજને એડિટ કરવુ સરળ છે. તમે જે મેસેજને બદલવા ઈચ્છો છો તેને થોડો સમય દબાવીને રાખો. પછી સામે આવનાર મેનૂમાં એડિટ પસંદ કરો. બિલકુલ વ્હોટ્સએપની જેમ, એડિટ કરવામાં આવેલા મેસેજની નીચે 'Edited' લખેલુ દેખાશે. તેનાથી બંનેને (તમને અને જેને મોકલેલુ છે) જાણ થઈ જશે કે મેસેજ બદલાયેલો છે. જોકે, એ લોકો એ જોઈ શકશે નહીં કે તમે મેસેજને કેટલી વખત એડિટ કર્યો છે.

ઈન્સ્ટાગ્રામ મેસેજને એડિટ કરવા સિવાય વધુ એક ફીચર ટૂંક સમયમાં આવવાનું છે. ચેટને પિન કરવાની સુવિધા. વ્હોટ્સએપની જેમ, હવે તમે પોતાની પસંદની ચેટને ઈન્સ્ટાગ્રામ ઈનબોક્સના સૌથી ઉપર પિન કરી શકશો. જોકે, તમે મેક્સિમમ માત્ર ત્રણ જ ચેટને પિન કરી શકશો. સત્તાવાર બ્લોગ પોસ્ટમાં જણાવાયુ છે કે તમે પોતાના સૌથી સારા મિત્રો, પરિવાર કે જે લોકોથી તમે સૌથી વધુ વાત કરો છો. તેમની ચેટને સરળતાથી શોધવા માટે તમે ટૂંક સમયમાં જ ત્રણ ગ્રૂપ ચેટ કે સામાન્ય ચેટને સૌથી ઉપર પિન કરી શકશો.


Google NewsGoogle News