Get The App

AI થી આગળ રહેતાં શીખીએ, AI પાસેથી

Updated: Mar 2nd, 2025


Google NewsGoogle News
AI થી આગળ રહેતાં શીખીએ, AI પાસેથી 1 - image


- yuykR [u®xøk Mkíkík rðMíkhe hÌkwt Au íÞkhu...

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના સતત વધતા ઉપયોગને કારણે અનેક લોકોની નોકરી જવાનું જોખમ પણ વધી રહ્યું છે. આપણે જો એઆઇ સામે હથિયાર હેઠાં મૂકી દઈશું, નાની નાની વાતે એઆઇને પૂછી લેવાનો એપ્રોચ લઈશું તો આપણી પોતાની બુદ્ધિ બુઠ્ઠી થઈ જવાની છે એ પણ નક્કી છે (સામે એઆઇની બુદ્ધિ, આપણા જ જોરે વધુ ને વધુ સતેજ થતી જશે!).

આ સ્થિતિમાં, એઆઇના વધતા જોરનો સામનો કેવી રીતે કરવો? ટૂંકો જવાબ છે - એઆઇ કઈ રીતે વિચારે છે એ બરાબર સમજવું.

ઓકે, સરસ, તો સવાલ એ થાય કે એઆઇના ‘મગજ’માં શું ચાલે છે, ચાલતું હોય છે એ આપણે કેમ જાણવું?

એનો જવાબ પણ એઆઇ આપે છે! હમણાં ચેટજીપીટી (અને ખાસ તો એઆઇ ચિપ્સ બનાવતી કંપની એનવિડિયા!)ને હચમચાવી દેનાર ‘ડીપસીક’ અને ગયા અઠવાડિયે સૌ માટે ફ્રી થઈ ગયેલ ‘ગ્રોક એઆઇ’ આપણને આવી તક આપે છે. આપણે તેને કંઈક પૂછીએ એટલે તે કેવી રીતે મનોમંથન કરે છે અને વેબમાં કેવી હડિયાપટ્ટી કરીને જવાબ શોધી લાવે છે તે સમજવાની, આ બંને એઆઇ આપણને તક આપે છે - તો ડીપ ડાઇવ માટે રેડી?

‘økúkuf’ yux÷u þwt?

ગયા અઠવાડિયે ‘એક્સ’ના સર્વેસર્વા ઇલોન મસ્કે ‘ગ્રોક ૩’ એઆઇ મોડેલ લોન્ચ કર્યું. મસ્કના મતે ગ્રોકનું આ ત્રીજું મોડેલ ‘સ્માર્ટેસ્ટ એઆઇ ઓન અર્થ’ છે. મસ્કે ખાસ એઆઇ પર ફોકસ કરવા માટે એક્સએઆઇ નામે એક કંપની ઊભી કરી છે. આ કંપની ‘ગ્રોક’ નામે એઆઇ ચેટબોટ વિકસાવી રહી છે.

ગ્રોકનો અર્થ શો છે

પોતાની બધી કંપનીઓને ‘એક્સ’ જેવું અત્યંત ટૂૂકું અને ખાસ કોઈ અર્થ ન ધરાવતું નામ આપનારા ઇલોન મસ્કે તેમના એઆઇ મોડેલ્સને ‘ગ્રોક’ નામ આપ્યું છે. જે ખરેખર અર્થસભર છે. ડિક્શનરી મુજબ ‘ગ્રોક’નો અર્થ થાય છે ‘કોઈ વાત બહુ સહજ રીતે સમજી લેવી’. બીજો અર્થ છે ‘કોઈ પણ સાથે રેપો એટલે કે નજીકનો હૂંફાળો સંબંધ કેળવવો’. આપણે પોતે ગ્રોકનો ઉપયોગ કરીએ ત્યારે સમજાય કે ઇલોન મસ્કે આ નામ ખરેખર સમજી વિચારીને આપ્યું છે!

{Mf fnu Au, íku{ økúkuf AI ¾hu¾h ‘M{kxuoMx ykuLk Ä yÚko’ Au?

અન્ય એઆઇ કંપનીઓની જેમ એક્સએઆઇ પણ નવી અને બહેતર ક્ષમતા સાથે ગ્રોકનાં નવાં નવાં મોડેલ લોન્ચ કરી રહી છે. ગ્રોકનું લેટેસ્ટ મોડેલ ૩, ઇલોન મસ્કના કહેવા મુજબ ગ્રોક ૨ મોડેલ અને અન્ય એઆઇ  કરતાં ઘણું વધુ પાવરફુલ છે. બની શકે કે મસ્ક ગ્રોક વિશે બડાઈ હાંકી રહ્યા હોય પરંતુ આપણે પોતે ગ્રોકનો ઉપયોગ કરીએ તો એટલું તો સ્પષ્ટ થાય કે ગ્રોક ૩ હાલનાં અન્ય કંપનીઓનાં એઆઇ મોડેલ્સની હરોળમાં ઊભું રહી શકે કે તેનાથી આગળ ગણાઈ શકે એવું તો ચોક્કસ છે.

 ગ્રોકની વિશેષતા શી છે

યૂઝર ઇન્ટરફેસની રીતે જોઇએ તો ગ્રોક અને અન્ય એઆઇ ચેટબોટ્સમાં લગભગ કશું જુદું નથી. ખરેખર તો ચેટજીપીટી અને ગ્રોકમાં બેહદ સમાનતા છે. ગ્રોકનો આપણે હાલમાં એક્સ એપમાં અથવા બ્રાઉઝરમાં https://grok.com/ વેબસાઇટ પર જઇને ઉપયોગ કરી શકીએ. ગ્રોકની આઇઓએસ એપ લોન્ચ થઈ ગઈ છે. એન્ડ્રોઇડ એપમાં પ્રી-રજિસ્ટ્રેશન સ્ટેજ છે.

ફ્રી લોગ-ઇન પછી, ચેટજીપીટી કે અન્ય એઆઇ સર્વિસની જેમ ગ્રોક આપણને વેલકમ, ગુડમોર્નિંગ કે આફટરનૂન સાથે આવકારે છે અને પૂછે છે કે એ આપણી કઈ રીતે મદદ કરી શકે.

પછીના સર્ચ બોક્સમાં આપણે કંઈ પણ લખીને એ બાબતે ગ્રોકની મદદ લઈ શકીએ. આપણે ઇચ્છીએ તો ‘ડીપસર્ચ’ અથવા ‘થિંક’ એવા બે મોડમાંથી કોઈ પસંદ કરી શકીએ. ડીપસર્ચમાં એઆઇ મોડેલ પોતાની રીતે વિવિધ સ્રોતમાંની માહિતી શોધીને તેના પર પોતાનું મગજ દોડાવે છે. થિંક મોડમાં એ હજી વધુ સમય લઇને આપણે પૂછેલી વાત વિશે વધુ ઊંડો વિચાર કરીને જવાબ આપે છે.

જવાબો માટે ગ્રોકના કયા મોડેલનો ઉપયોગ થાય તે નક્કી કરી શકીએ.

એ સાથે ત્યાંથી સર્ચ પણ ઇનેબલ કરી શકાય જેથી ગ્રોક વેબ બ્રાઉઝ કરીને તેમાંથી આપણને જવાબો આપી શકે. ગ્રોક ૨ અને ગ્રોક ૩ (હાલમાં બિટા) વર્ઝન ઉપલબ્ધ છે. કંપનીના મતે ગ્રોક ૩ સૌથી વધુ સ્માર્ટ છે. એ સિવાય ‘સુપરગ્રોક’ મોડેલનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે, જે પેઇડ છે.

ગ્રોક કઈ કઈ રીતે ઉપયોગી?

ગ્રોક એઆઇ ચેટબોટનો આપણે કોઈ પણ વિષય અંગે રિસર્ચ કરવા માટે, બ્રેઇનસ્ટોર્મ કરવા, ડેટા એનેલાઇઝ કરવા, ઇમેજ ક્રિએટ કરવા તથા કોડ લખવા ઉપયોગ કરી શકીએ છીએ. આપણે જે વિકલ્પ પસંદ કરીએ એ મુજબ સિસ્ટમ ત્રણ ત્રણ ઉદાહરણરૂપ પ્રોમ્પ્ટ આપે છે જેથી આપણા માટે આગળ વધવું સહેલું બને.

ગ્રોક સાથેની વાતચીત કરીએ તે ચેટ હિસ્ટ્રી સ્વરૂપે સેવ થાય છે. પરંતુ આપણે ઇચ્છીએ તો જમણી તરફ આપેલ આઇકન પર ક્લિક કરીને ‘ટેમ્પરરી ચેટ’ પસંદ કરી શકીએ. એ પછી આપણી વાતચીત ૩૦ દિવસ પછી આપોઆપ ડિલીટ થતી રહે છે.

માની લો કે તમે કોઈ નાનો બિઝનેસ ઊભો કરી રહ્યા છો. તમારું આ સ્ટાર્ટઅપ સફળ થવાનો કેવોક સ્કોપ છે તે તપાસવા માટે તમે ગ્રોકની મદદ લઈ શકો. ગ્રોક એક્સ પ્લેટફોર્મ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે એટલે આપણે ગ્રોકને એવું પૂછી શકીએ કે આપણો બિઝનેસ જે સબ્જેક્ટનો છે તે વિશે એક્સ પ્લેટફોર્મ પર કેવી ટ્વીટ થઈ રહી છે? આટલું પૂછતાં ગ્રોક એવી ટવીટ્સ  તારવીને આપે છે અને તેના વિશે પોતાના વિચારો પણ જણાવે છે.

આપણે પૂછીએ તો ગ્રોક આપણા બિઝનેસના સોશિયલ મીડિયા પર માર્કેટિંગ માટે કયુ પ્લેટફોર્મ યોગ્ય રહેશે કેવી સ્ટ્રેટેજી હોવી જોઇએ, કેવું કન્ટેન્ટ શેર કરવું જોઇએ વગેરે બધું જ વિગતવાર જણાવે છે.

yuf Mkðk÷ ÃkqAíkkt, økúkuf fE heíku ‘rð[khu’ Au?

જો તમે એઆઇનો ખરેખર યોગ્ય ઉપયોગ કરવા માગતા હો, તો એને ફક્ત સવાલો પૂછીને, રેડીમેડ જવાબો મેળવીને, તેને કોપી-પેસ્ટ કરીને ક્યારેય સંતોષ માનશો નહીં - આ વાત સ્ટુડન્ટ્સ અને ઓફિસ એક્ઝિક્યુટિવ્સ માટે વધુ મહત્ત્વની છે.

એઆઇનો પૂરો લાભ લેવા માટે, એ કઈ રીતે જવાબ શોધે, કયા કયા મુદ્દા તપાસે છે, કયા મુદ્દાને વધુ મહત્ત્વ આપે છે એ બધું પણ સમજવું જરૂરી છે.

એઆઇ આંખના પલકારે, ઘણું બધું ‘જાણીને’ જવાબ આપે છે એ વાત સાચી, પણ સારી વાત એ છે કે તેની સાથોસાથ એ આ બધું કરતી વખતે શું વિચારે છે એ પણ હવે આપણને બતાવે છે.

ઇન્ટરનેટ હોય કે એઆઇ, બંને તમામ યૂઝર્સ માટે એક સરખા રિસોર્સ પૂરા પાડે છે, આપણે તેમાં કઈ રીતે ઊંડા ઊતરીએ અને તેનો કેવો ઉપયોગ કરીએ જ બાબત આપણને બીજાથી અલગ પાડે છે.

જો આપણે એઆઇનો ઉપયોગ કરતી વખતે, અચૂકપણે ‘તેનું માઇન્ડ રીડિંગ’ કરીએ તો આપણા જ સવાલોથી આપણી ઇન્ટેલિજન્સ પણ વધતી જાય.

 આ વાતનો જાતઅનુભવ કરવો હોય, તો  એ જ હેતુથી કરેલા એક પ્રયોગમાં તમે પણ જોડાઓ.

આ લખનારે ગ્રોક એઆઇને પૂછ્યું, ‘‘ભારતમાં ચાલતા લેટેસ્ટ ટનલ  રેસ્ક્યૂ વિશે રિસર્ચ કરી આપ.’’ તેણે ૨૦૨૩ની ઉત્તરાખંડની ટનલ દુર્ઘટના વિશે લાંબો જવાબ આપ્યો. મારો સવાલ એ વિશે નહોતો.પછી સવાલ સુધાર્યો, ‘‘ભારતના તેલંગણામાં ચાલતા તાજેતરના ટનલ રેસ્ક્યૂ વિશે રિસર્ચ કરી આપ’’ (સવાલ પણ સ્પષ્ટ હોવો જરૂરી છે!).

નીચે, આ પ્રોમ્પ્ટના જવાબમાં ગ્રોક એઆઇએ શું વિચાર્યંું, ક્યાં ક્યાં સર્ચ કર્યું એ બધું, એઆઇના જ શબ્દોમાં, તમે પણ જાણો.

ફક્ત કૌંસમાંના શબ્દો આ લખનારના છે. એ પણ યાદ રાખશો કે સરળતા ખાતર આપણે કરન્ટ ન્યૂઝનો મુદ્દો પૂછ્યો છે, તમે તમારા સબ્જેક્ટના કોઈ કન્સેપ્ટ વિશે ડીપસર્ચ કરશો તો ઊંડાણભર્યો જવાબ તો મળશે જ, એ જવાબ મેળવવાની આખી પ્રોસેસ પણ સમજી શકાશે અને ત્યારે તમારા મનમાં રહેલા ડાઉટ્સ પણ ક્લીયર થઈ શકે, જે ફક્ત જવાબ વાંચવાથી ન પણ થાયઃ

‘‘અચ્છા, તો યૂઝરનો સવાલ છેઃ ‘‘ભારતના તેલંગણામાં તાજેતરમાં ટનલ બચાવ પ્રયાસો વિશે રિસર્ચ કરો.’’

સૌથી પહેલાં તો મારે આ આખી વાત શી છે તે સમજવું જોઇશે. ભારતના તેલંગણામાં એક ટનલ આવેલી છે. તાજેતરમાં ત્યાં બચાવના કોઈ પ્રયાસો ચાલી રહ્યા છે. શું ચાલી રહ્યું છે, શી સ્થિતિ છે, પરિણામ શું આવ્યું  છે અથવા શું કરવામાં આવી રહ્યું છે તે બધું મારે શોધવું જોઇશે.

આ વાત તાજેતરની છે એટલે મારે આ વિષય અંગેના લેટેસ્ટ ન્યૂઝ કે અપડેટ્સ તપાસવા જોઇએ. કદાચ ન્યૂઝ વેબસાઇટ્સ અથવા એક્સ (અગાઉના ટ્વીટર) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સૌથી વધુ અપડેટેડ ઇન્ફર્મેશન હશે.

એક ઓવરવ્યૂ મેળવવા માટે હું વેબ સર્ચથી શરૂઆત કરું.  સર્ચ કરું છું… ઓલ રાઇટ, વેબ સર્ચ પરથી જણાય છે કે તેલંગણામાં નાગરકૂર્નુલ જિલ્લામાં શ્રીસાઇલામ લેફ્ટ બેંક કેનાલ પ્રોજેક્ટમાં એક ટનલ તૂટી પડી છે. આઠ લોકો તેમાં ફસાઈ ગયા છે. ઇન્ડિયન આર્મી, એનડીઆરએફ, એફડીઆરએફ અને અન્ય એજન્સીઓએ બચાવકાર્ય આરંભ્યું છે.

લેટેસ્ટ અપડેટ ફેબ્રુઆરી, ૨૪, ૨૦૨૫ના છે. આ આજની તારીખ છે એટલે સ્થિતિ હજી બદલાઈ રહી છે. મારે વધુ વિગતવાર માહિતી મેળવવી જોઇશે.

એક આર્ટિકલમાં જણાવ્યું છે કે ‘રેટ-માઇનર્સ’ મદદ માટે આવી ગયા છે. આ વાત રસપ્રદ છે કેમ કે રેટ-માઇનર્સનો વર્ષ ૨૦૨૩માં ઉત્તરાખંડ ટનલ બચાવકાર્ય વખતે ઉપયોગ થયો હતો. એટલે મારે ઉત્તરાખંડની ઘટના વિશે પણ તપાસ કરવી જોઈએ. જેથી ત્યાં વપરાયેલી પદ્ધતિઓ સમજી શકાય અને એ જ ટેકનિકનો અહીં ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તે જાણી શકાય.

પણ, એક મિનિટ. અહીં યૂઝરનો પ્રશ્ન સ્પષ્ટપણે તેલંગણામાં ચાલી રહેલા ટનલ બચાવકાર્ય વિશે છે એટલે મારે તેના પર ફોકસ કરવું જોઇએ.  કોઈ વિશ્વાસપાત્ર ન્યૂઝ સોર્સ અથવા સરકાર કે રેસ્ક્યૂ ટીમ તરફથી કોઈ સત્તાવાર નિવેદન છે કે નહીં તે તપાસી જોઉં.

સૌથી પહેલાં આખી ઘટનાની ટાઇમલાઇન સમજવા મારે ઘટનાની ચોક્કસ તારીખ- સમય શોધી કાઢવાં જોઇએ. સર્ચ રિઝલ્ટ્સ બતાવે છે કે શનિવાર, ફેબ્રુઆરી ૨૨, ૨૦૨૫ના રોજ સવારે ૮-૩૦ની આસપાસ ટનલ તૂટી પડી. હજી આ વાત તપાસવી પડશે.

હાલનો સમય સોમવાર ૨૪, ૨૦૨૫ સાંજના ૦૮.૦૦ છે. આ સમય પીએસટી છે. મારે ટાઇમઝોન વિશે ખાતરી કરવી પડશે. પીએસટી એટલે પેસિફિક સ્ટાન્ડર્ડ ટાઇમ જે કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઇમ (યુટીસી) કરતાં -૮ કલાક છે. ભારત આઇએસટી (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ) ઝોનમાં છે જે યુટીસી કરતાં +૫.૩૦ કલાક છે. મતલબ કે સમયનો તફાવત ૧૩ કલાક અને ૩૦ મિનિટનો છે (આ રીતે ગ્રોકની સિસ્ટમ ઘટના ચોક્કસ ક્યારે બની અને પોતે બરાબર ક્યા સમયે તેના વિશે રિસર્ચ કરે છે તથા ભારતમાં એ ક્ષણે ક્યો સમય છે એ બરાબર સમજવાની ખરેખર લાંબી મથામણ કરે છે, છેવટે…).

 યૂઝરનો સવાલ ભારતના સમય મુજબ ફેબ્રુઆરી ૨૫, ૨૦૨૫ સવારના ૯.૩૮ વાગ્યાનો છે એટલે મારે એ સમય સુધીની લેટેસ્ટ ઇન્ફર્મેશન શોધવી જોઇએ. (ઘટના બન્યાની તારીખ-સમય, સવાલ જ્યાંથી પૂછાયો છે ત્યાંની તારીખ-સમય અને જવાબ જ્યાંથી શોધવામાં આવી રહ્યો છે તે પોતાના લોકેશન મુજબ તારીખ-સમય વગેરે બાબતોની ગડ બેસાડવા માટે હજી પણ મથામણ ચાલુ છે).

ઓકે, મારું બ્રાઉઝિંગ ચાલુ છે. હવે વધુ વિગતો મળી છે. ટનલમાં ચાર મજૂરો, બે કંપનીના એમ્પ્લોઇ તથા બે ઇન્ટરનેશનલ એમ્પ્લોઇ ફસાયા છે. તેમને બચાવવા બચાવ ટુકડીએ ૪૦ મીટર ઊંડા જવું પડશે. એ લોકો ખાસ મશીનરીનો ઉપયોગ કરી રહ્યા છે. મિનિસ્ટરે નિવેદન આપ્યું છે કે બચાવની શક્યતા ઓછી છે પરંતુ શ્રેષ્ઠ પ્રયાસો ચાલુ છે.

મને લાગે છે કે મને આખી વાતનો સારો ઓવરવ્યૂ મળી ગયો છે. હવે મારી ઇન્ફર્મેશન લેટેસ્ટ છે તેની ખાતરી કરવી પડશે. લાઇવ અપડેટ કે સોશિયલ મીડિયામાં પણ જોવું જોઇએ. એક્સ પર પ્લેટફોર્મ પર સર્ચ કરી શકું છું. એક્સ પર શેર થયેલી પોસ્ટ્સ બતાવે છે કે સ્થિતિ હજુ પણ બહુ ગંભીર છે. લોકો બચવાની શક્યતા ઓછી લાગે છે.

મારે હજુ પણ મને મળેલી માહિતી સાચી અને તાજી હોવાની ખાતરી કરવી જોઇએ. કોઈ સત્તાવાર નિવેદન કે તેલંગણા સરકાર કે બચાવ ટુકડી તરફથી પ્રેસનોટ છે કે નહીં તપાસી જોઉં. તેલંગણા સરકાર કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ્સ શોધી જોઉં.

વેબસાઇટ તો મળી પણ આ ઘટના વિશે તેના પર ચોક્કસ અપડેટ્સ નથી.

મારું બ્રાઉઝિંગ ચાલુ છે. એક અખબારની વેબસાઇટ પર લાઇવ અપડેટ્સનું પેજ છે. લાગે છે કે બચાવના પ્રયાસો હજી ચાલુ છે. એ અખબારના પેજ પર, મને સવાલ પૂછાયો છે બરાબર એ જ સમયનો અપડેટ છે. એક્સ પ્લેટફોર્મ પર ઓફિશિયલ હેન્ડલ્સ કે ન્યૂઝ એજન્સીના એકાઉન્ટ તરફથી કોઈ રિસન્ટ પોસ્ટ્સ છે કે નહીં તે તપાસી લઉ.

એ બધું તપાસતાં લાગે છે કે વધુ, નવી કોઈ માહિતી હવે મળતી નથી. લાગે છે કે આ બધા સ્રોતમાંથી મેં પૂરતી માહિતી એકઠી કરી લીધી છે. હવે તેનો સારાંશ તૈયાર કરવો જોઇએ.’’

(આ બધા મનોમંથન અને સંશોધન ગણતરીની સેકન્ડમાં કરી લીધા પછી આખરે ગ્રોકની સિસ્ટમ તેનો અત્યંત વિગતવાર જવાબ તૈયાર કરે છે.

એક રીતે આપણે એ જવાબને આ ઘટના વિશેના વિકિપીડિયા આર્ટિકલ સાથે સરખાવી શકીએ કેમ કે આપણને જે જવાબ આપવામાં આવે છે તેમાં આખી ઘટનાની પૂર્વ ભૂમિકા, હાલ શું ચાલી રહ્યું છે તથા હવે શું થવાની સંભાવના છે એ બધી જ બાબતો આવરી લેવામાં આવી છે. આ બધી માહિતી જ્યાંથી મેળવવામાં આવી છે તે બધા જ સોર્સની લિંક પણ આપવામાં આવી છે. એક સમરી ટેબલ આપીને સમગ્ર ઘટનાની ચાવીરૂપ માહિતી પણ આપવામાં આવી છે - બધું જ ગણતરીની સેકન્ડમાં થાય છે (ડીપસર્ચ અને થિંક મોડમાં તે થોડો સમય લે છે), પણ ઇન્ટરનેટ પર કોઈ પણ બાબત વિશે સર્ચ કે રિસર્ચ કેમ કરાય તે વિશે આપણને ઘણું શીખવી જાય છે!).


Google NewsGoogle News