mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

જાણો WhatsApp પર Stickers સેન્ડ કરવાની સરળ રીત

Updated: Nov 1st, 2018

 જાણો WhatsApp પર Stickers સેન્ડ કરવાની સરળ રીત 1 - image

દિલ્હી, 1 નવેમ્બર 2018, ગુરુવાર

WhatsApp પર મિત્રો સાથે ચેટ કરતી વખતે નવા નવા અને શાનદાર સ્ટિકર મોકલવાનો જો તમને શોખ હોય તો આ જાણકારી તમને ખૂબ કામ લાગશે. WhatsAppમાં તાજેતરમાં જ નવા સ્ટિકરનો વિકલ્પ રજૂ કરવામાં આવ્યો છે. જે સ્ટિકર યૂઝર્સના અલગ અલગ મૂડને દર્શાવે છે. તો ચાલો જાણી લો કે ચેટમાં કેવી રીતે કરવો સ્ટિકરનો ઉપયોગ.

1. જે ચેટમાં સ્ટિકરનો ઉપયોગ કરવો હોય તેના પર ટેપ કરો. 

2. આઈઓએસ પર સ્ક્રીનની નીચે સ્ટિકરનો આઈકોન હશે તેને ટેપ કરો, એન્ડ્રોઈડ પર ઈમોજી બટન પર ટેપ કરવું. 

3. જો તમે પહેલીવાર સ્ટિકર સેન્ડ કરી રહ્યા હોય તો તમારે એક સ્ટિકર પેક ડાઉનલોડ કરવું જરૂરી છે. 

4. જે સ્ટિકર પેક તમને પસંદ પડે તેના પર ટેપ કરવાથી તે ડાઉનલોડ થવા લાગશે. 

5. આઈઓએસ પર ચેટ પર પરત જવા માટે ડાઉનલોડ મેનૂને નીચે સ્વાઈપ કરવું અને એન્ડ્રોઈડ પર તેને પાછળ કરી દેવું.

6. હવે ચેટમાં ગયા પછી જે સ્ટિકર સેન્ડ કરવું હોય તેને સિલેક્ટ કરો. 

Gujarat