F1થી લઈને F12 સુધીના કમ્પ્યૂટર કીબોર્ડના શોર્ટકટ્સ વિશે જાણો....
- કોમ્પેક્ટ સિસ્ટમ અથવા લેપટોપમાં આ Keyની સંખ્યા ઓછી થઈ જાય છે
નવી દિલ્હી, તા. 09 મે 2022, સોમવાર
એક ફુલ સાઈઝ કી બોર્ડમાં 101થી લઈને 105 સુધીની Key હોય છે. જોકે, કોમ્પેક્ટ સિસ્ટમ અથવા લેપટોપમાં આ Keyની સંખ્યા ઓછી થઈ જાય છે. કીબોર્ડ ભલે ગમે તેટલું નાનું હોય તેમાં આલ્ફાબેટ સાથે ફંક્શન કી ચોક્કસપણે હોય છે. આ 12 ફંક્શન Key F1 થી લઈને F12 સુધી હોય છે. અમે તમને આ ફંક્શન કીના કામ વિશે જણાવીશું.
કીબોર્ડની ફંક્શન Keyની ડિટેલ
F1: જ્યારે કમ્પ્યૂટર ઓન કરવામાં આવે છે તે સમયે આ બટન પર ક્લિક કરવાથી સિસ્ટમના સેટઅપ પર પહોંચશો. ત્યાંથી બૂટ પ્રોસેસ અથવા બીજા સેટિંગ્સને ચેન્જ કરી શકાય છે.
F2: આ Keyની મદદથી તમે કોઈ પણ ફાઈલને રીનેમ કરી શકો છો. મહત્વની વાત એ છે કે, ઘણી બધી ફાઈલોનું સરખું નામ કરવું હોય તો બધી ફાઈલોને સિલેક્ટ કરીને આ કી પર ક્લિક કરવાથી નામ બદલી શકાય છે. માઈક્રોસોફ્ટ વર્ડમાં આ Key પર ક્લિક કરવાથી ફાઈલનું પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકાય છે.
F3: વિન્ડોઝમાં આ Keyના ઉપયોગથી સર્ચ બોક્સ ઓપન કરી શકાય છે. એટલે કે, તમે કાઈલ અથવા ફોલ્ડરને સર્ચ કરી શકો છો. MS DOSમાં પ્રેસ કરવાથી પહેલા ટાઈપ કરવામાં આવેલી કમાંડ બીજી વખત ટાઈપ થઈ જાય છે.
F4: માઈક્રોસોફ્ટ વર્ડમાં આ Key પર ક્લિક કરવાથી અગાઉના કામ રિપીટ થઈ જાય છે. જેમ કે, જે શબ્દ પહેલા ટાઈપ કર્યા હતા તે ફરીથી થઈ જશે. જે શબ્દ બોલ્ડ કર્યો છે તે ફરીથી થઈ જશે.
F5: કમ્પ્યૂટરને રિફ્રેશ કરવા માટે કામ આવે છે. આ Keyથી ફાઈલ ઓટો અરેન્જ થઈ જાય છે. પાવર પોઈન્ટમાં આ Keyને પ્રેસ કરવાથી સ્લાઈડ શો શરૂ થઈ જાય છે.
F6: આ Keyને પ્રેસ કરવાથી વિન્ડોઝમાં ખોલેલા ફોલ્ડર્સના કન્ટેન્ટ જોવા મળે છે. માઈક્રોસોફ્ટ વર્ડમાં ખોલેલા અનેક ડોક્યુમેન્ટસને એક બાદ એક જોવા માટે Control+Shift+F6નો ઉપયોગ કરવામાં આવે છે.
F7: માઈક્રોસોફ્ટ વર્ડમાં જો આ Keyને પ્રેસ કર્યા બાદ ટાઈપ કરીએ તો તે શબ્દની સ્પેલિંગ ચેક થવા લાગે છે.
F8: માઈક્રોસોફ્ટ વર્ડમાં ટેક્સ્ટને સિલેક્ટ કરવા માટે આ Keyનો ઉપયોગ કરવામાં આવે છે.
F9: માઈક્રોસોફ્ટ આઉટ લુકમાં ઈ-મેલ મોકલવા અથવા રિસીવ કરવા માટે આ Keyનો ઉપયોગ કરવામાં આવે છે. અનેક લેપટોપમાં આની મદદથી સ્ક્રીનની બ્રાઈટનેસને પણ કંટ્રોલ કરી શકાય છે.
F10: કોઈ પણ સોફ્ટવેરમાં કામ કરતી વખતે આ Key પર ક્લિક કરતા જ મેન્યુ ઓપન થાય છે. આ ઉપરાંત Shift સાથે F10 પ્રેસ કરવા પર આ માઉસના રાઈટ ક્લિકનું કામ કરે છે.
F11: ઈન્ટરનેટ બ્રાઉઝર્સમાં ફુલ સ્ક્રીન વ્યૂ કરવા માટે આ Keyનો ઉપયોગ કરવામાં આવે છે.
F12: માઈક્રોસોફ્ટ વર્ડમાં આ Keyને પ્રેસ કરવાથી Savs Asનું ઓપ્શન ખુલે છે. Shift સાથે F12 પ્રેસ કરવાથી માઈક્રોસોફ્ટ ફાઈલ સેવ થાય છે.