દુનિયાના સૌથી આળસુ દેશોમાં ભારત પણ સામેલ, ઈન્ડોનેશિયા પહેલું તો અમેરિકા 10મા ક્રમે

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News

Lazy People: અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીએ હાલમાં જ દુનિયામાં કયા દેશના લોકો સૌથી આળસુ છે એનો એક સરવે કર્યો છે. આ સરવે કયા દેશના વ્યક્તિ દિવસ દરમ્યાન કેટલા સ્ટેપ ચાલે છે એના આધારે કરવામાં આવ્યો હતો. હાર્વર્ડ દ્વારા આ માટે સાત લાખ સ્માર્ટફોન યુઝર્સના ડેટાને એનલાઇઝ કરવામાં આવ્યાં હતાં. આ તમામ યુઝર્સને 46 દેશમાંથી પસંદ કરવામાં આવ્યાં હતાં. આ સરવેનો હેતું દુનિયાના વિવિધ દેશોના લોકોની ફિઝિકલ એક્ટિવિટીમાં કેટલો તફાવત છે અને તેમની લાઇફસ્ટાઇલ કેટલી અલગ છે એ દેખાડવાનો હતો. આ સ્ટડીના આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. ઘણાં દેશના લોકો બેઠાડું જીવન જીવવાનું પસંદ કરે છે. જોકે એમાં ભારત પણ સામેલ છે.

દુનિયાના સૌથી આળસુ દેશોમાં ભારત પણ સામેલ, ઈન્ડોનેશિયા પહેલું તો અમેરિકા 10મા ક્રમે 1 - image

ઇન્ડોનેશિયા

દુનિયાના સૌથી આળસુ લોકોમાં કોઈની ગણતરી થતી હોય તો એ ઇન્ડોનેશિયા છે. અહીંના લોકો એક દિવસમાં એવરેજ ફક્ત 3513 સ્ટેપ્સ ચાલે છે. ઇન્ડોનેશિયાના લોકોની એક્ટિવિટી ઓછી હોવાનું કારણ ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઓછું પ્રમાણ પણ છે. જોકે ત્યાંની સરકારે લોકોને ફિઝીકલ એક્ટિવિટીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડવાની જરૂર છે.

દુનિયાના સૌથી આળસુ દેશોમાં ભારત પણ સામેલ, ઈન્ડોનેશિયા પહેલું તો અમેરિકા 10મા ક્રમે 2 - image

સાઉદી અરેબિયા

આ લિસ્ટમાં બીજા ક્રમે સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે. અહીંના લોકો એક દિવસમાં એવરેજ 3807 સ્ટેપ ચાલે છે. અહીંના લોકોમાં ઓછા સ્ટેપ ચાલવા પાછળનું કારણ ત્યાંની ગરમી છે. તેમ જ આ માટે તેમનું કલ્ચર પણ જવાબદાર છે. ત્યાના લોકો મોટાભાગે ઘરની બહાર નીકળવાનું પસંદ નથી કરતા. તેમ જ ગરમીની સીઝનમાં તેમની લાઇફસ્ટાઇલમાં ખૂબ જ તફાવત જોવા મળે છે. તેઓ ભાગ્યે જ ઘરની બહાર નીકળવાનું પસંદ કરે છે. આ સીઝનમાં તેમના એવરેજ સ્ટેપ પણ ઓછા જોવા મળે છે.

દુનિયાના સૌથી આળસુ દેશોમાં ભારત પણ સામેલ, ઈન્ડોનેશિયા પહેલું તો અમેરિકા 10મા ક્રમે 3 - image

મલેશિયા

મલેશિયાના લોકો રોજના એવરેજ સ્ટેપ્સ 3963 સાથે ત્રીજાક્રમે છે. અહીંના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે. તેઓ ચાલવાનું બિલકુલ પસંદ નથી કરતાં. તેમ જ શેહરમાં એટલું ટ્રાફિક હોય છે કે ત્યાના લોકોને ચાલવા માટે જગ્યા પણ નથી હોતી. આથી મલેશિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દરેક જગ્યાએ ફૂટપાથનો સમાવેશ કરવામાં આવે એ જરૂરી છે.

દુનિયાના સૌથી આળસુ દેશોમાં ભારત પણ સામેલ, ઈન્ડોનેશિયા પહેલું તો અમેરિકા 10મા ક્રમે 4 - image

ફિલિપાઇન્સ

દરરોજના 4008 સ્ટેપ્સ સાથે ફિલિપાઇન્સ સૌથી આળસુ દેશના લિસ્ટમાં ચોથા ક્રમે આવે છે. અહીંના લોકોને પણ ચાલવા માટે જગ્યા ખૂબ જ ઓછી છે. મનિલા અને સીબૂ જેવા શહેરમાં ખૂબ જ ટ્રાફિક હોય છે જેથી લોકોને ચાલવા માટે જગ્યા નથી મળતી. એક્સપર્ટ દ્વારા અહીં ફિલિપાઇન્સમાં ચાલવા માટે અને સાઇકલિંગ કરવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ એવું સજેસ્ટ કરવામાં આવ્યું છે.

દુનિયાના સૌથી આળસુ દેશોમાં ભારત પણ સામેલ, ઈન્ડોનેશિયા પહેલું તો અમેરિકા 10મા ક્રમે 5 - image

દક્ષિણ આફ્રિકા

આ લિસ્ટમાં 4105 સ્ટેપ્સ સાથે પાંચમાં ક્રમે દક્ષિણ આફ્રિકા છે. આ દેશ ખૂબ જ મોટો હોવાથી એમાં બે પ્રકારની લાઇફસ્ટાઇલ જોવા મળી છે. અર્બન વિસ્તાર એટલે કે કેપટાઉન અને એના જેવા અન્ય શહેરોમાં લોકો ખૂબ જ ઓછું ચાલે છે. જોકે રુરલ એરિયાના લોકો વધુ ચાલે છે. આથી તેમને એવરેજ 4105 સ્ટેપ્સ છે.

દુનિયાના સૌથી આળસુ દેશોમાં ભારત પણ સામેલ, ઈન્ડોનેશિયા પહેલું તો અમેરિકા 10મા ક્રમે 6 - image

ઇજિપ્ત

કયા દેશમાં વધુ આળસુ લોકો છે એમાં ઇજિપ્તનો છઠ્ઠા ક્રમે સમાવેશ થાય છે. અહીંના લોકોના રોજના એવરેજ સ્ટેપ્સ 4315 છે. સાઉદી અરેબિયાની જેમ અહીં પણ ગરમીને કારણે લોકોનું ચાલવાનું પ્રમાણ ઓછું છે. ટ્રાફિક અને ચાલવા માટેની જગ્યા ઓછી હોવી એ હવે દરેક દેશનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને એમાંથી ઇજિપ્ત પણ બાકી નથી.

દુનિયાના સૌથી આળસુ દેશોમાં ભારત પણ સામેલ, ઈન્ડોનેશિયા પહેલું તો અમેરિકા 10મા ક્રમે 7 - image

બ્રાઝિલ

4289 એવરેજ સ્ટેપ્સ સાથે બ્રાઝિલ સાતમાં ક્રમે છે. સાઉથ આફ્રિકાની જેમ અહીં પણ સાઓ પાઉલો અને રિયો ડી જાનેરોમાં ચાલવાનું પ્રમાણ ઓછું છે અને રુરલ એરિયામાં વધારે છે. સરકાર દ્વારા હેલ્થ કેમ્પેન શરૂ કરવાથી અહીંના લોકોનું ચાલવાનું પ્રમાણ વધારી શકાય છે.

દુનિયાના સૌથી આળસુ દેશોમાં ભારત પણ સામેલ, ઈન્ડોનેશિયા પહેલું તો અમેરિકા 10મા ક્રમે 8 - image

ભારત

બ્રાઝિલ બાદ આ લિસ્ટમાં ઇન્ડિયા આવે છે. ઇન્ડિયાના લોકો દરરોજ એવરેજ 4297 સ્ટેપ્સ ચાલે છે. ભારતમાં પણ અર્બન અને રુરલ એરિયા છે. દિલ્હી, મુંબઈ અને બેન્ગલોર જેવી મેટ્રો સિટીમાં લોકો ચાલવા કરતાં ટ્રેન, બસ અને રીક્ષાનો વધુ ઉપયોગ કરે છે. રુરલ એરિયામાં આ સ્ટેપ વધુ છે, પરંતુ એવરેજ ગણવામાં આવતાં ભારત આળસુ વ્યક્તિઓના લિસ્ટમાં આઠમાં ક્રમે છે.

દુનિયાના સૌથી આળસુ દેશોમાં ભારત પણ સામેલ, ઈન્ડોનેશિયા પહેલું તો અમેરિકા 10મા ક્રમે 9 - image

મેક્સિકો

મેક્સિકોમાં પણ અન્ય દેશોની જેમ ટ્રાફિકની સમસ્યા છે અને પરિણામે ચાલવા માટે જગ્યા નથી. અહીંના લોકો સરેરાશ 4692 સ્ટેપ્સ ચાલે છે અને નવમાં ક્રમે છે. મેક્સિકોમાં જે રીતે લોકો કામ કરે છે અને ત્યાં વર્ક કલ્ચર છે એની અસર પણ તેમની લાઇફસ્ટાઇલ પર પડે છે અને પરિણામે તેઓ ઓછું ચાલે છે.

દુનિયાના સૌથી આળસુ દેશોમાં ભારત પણ સામેલ, ઈન્ડોનેશિયા પહેલું તો અમેરિકા 10મા ક્રમે 10 - image

અમેરિકા

સૌથી આળસુ લોકોના દેશમાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે. દુનિયામાં સૌથી પાવરફુલ દેશ તરીકે ઓળખાય છે, પરંતુ ત્યાંના લોકોમાં પણ હવે આળશ આવી ગયું છે. રોજના 4774 સ્ટેપ્સ સાથે આ લિસ્ટમાં અમેરિકા દસમાં ક્રમે છે. આ દેશની ગણતરી ડેવલપ દેશમાં થાય છે. ત્યાંના લોકો પાસે દરેક પ્રકારની સુવિધા છે. આ સુવિધાને કારણે ત્યાં ચાલવાનું પ્રમાણ ઓછું થયું છે. ન્યુ યોર્ક અને લોસ એન્જલસમાં તો ઓફિસમાં વર્કપ્લેસ વેલનેસ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે જેથી કરીને ત્યાંના લોકોને ચાલવા માટે વધુ પ્રેરિત કરી શકાય.

નોંધ : દરેક ફોટો આર્ટિફિશિયલ  ઇન્ટેલિજન્સથી જનરેટ કરાયા છે.


Google NewsGoogle News