ઈન્ટરનેટ સ્પીડ મામલે જાણી લો કયા દેશની કેવી છે સ્થિતિ, ભારત આ મામલે કયા ક્રમે?

સૌથી વધારે તેજીથી ઈન્ટરનેટ સેવાઓ આપવાવાળા દેશોમાં જર્સીનું નામ આવે છે

ભારતનું સ્થાન ટોપ 100માં તો છે પરંતુ ટોપ 50માં નથી.

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
ઈન્ટરનેટ સ્પીડ મામલે જાણી લો કયા દેશની કેવી છે સ્થિતિ, ભારત આ મામલે કયા ક્રમે? 1 - image
Image Envato 

તા. 20 ઓક્ટોબર 2023, શુક્રવાર

fastest internet speed country:  તમારા કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટની સ્પીડ કેટલી આવી રહી છે, આ અનેક બાબતો પર આધાર રાખે છે. દરેક દેશોની પોતાની સરેરાશ ઈન્ટરનેટની એક નિશ્ચિત સ્પીડ હોય છે કે  તેમજ ત્યાં ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી પર અને તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધાર રાખે છે. પરંતુ હાલમાં બ્રોડબેન્ડ ટેકનોલોજીના જમાનામાં સૌથી વધારે ઈન્ટરનેટ આપવાની પ્રક્રિયા સૌથી મોટું માધ્યમ બની ગયું છે. દુનિયામાં કેટલીક સંસ્થાઓ છે કે જે વિવિધ દેશોના ઈન્ટરનેટની સ્પીડ (Internet Speed) અને ઉપયોગનું  મુલ્યાંકન કરે છે. આવુ જ એક મુલ્યાંકન દુનિયામાં સૌથી તેજ અને સૌથી ધીમા ઈન્ટરનેટ સ્પીડ પર ગણતરી કરવામાં આવી છે. તેમા ભારતનું સ્થાન ટોપ 100માં તો છે પરંતુ ટોપ 50માં નથી.

ગયા વર્ષની સરખામણીમાં સરેરાશ વધારો થયો છે

આમા  (Research) સંશોધનકર્તાઓએ 1.3 અરબ સ્પીડ ટેસ્ટ દ્વારા મળેલી માહિતીના આધારે અધ્યયન કરવામાં આવ્યું છે, જેમા 220 દેશનો સમાવેશ થાય છે. આ સંશોધન 1 જુલાઈ 2022 થી લઈને 30 જુન 2023ની વચ્ચે કરવામાં આવ્યું હતું. જેમા વિશ્વની સરેરાશ બ્રોડબેન્ડ ડાઉનલોડ સ્પીડ 45.60 મેગાબાઈટ્સ પ્રતિ સેકન્ડ એટલે કે Mbps સ્પીડ જોવા મળી હતી. જ્યારે ગયા વર્ષે 34.78 મેગાબાઈટ્સ પ્રતિ સેકન્ડ પ્રમાણે હતી. 

સૌથી વધારે સ્પીડમાં ઈન્ટરનેટ આપતો દેશ

આ યાદીમાં સૌથી વધારે સ્પીડમાં ઈન્ટરનેટ સેવાઓ આપવાવાળા દેશોમાં જર્સીનું નામ આવે છે, જો કે ફ્રાંસ અને ઈગ્લેન્ડની વચમાં આવેલા એક દ્વીપ દેશ છે આ યુકેના એક ભાગ તો નથી પરંતુ તેના પર નિર્ભર જરુર છે. તેની પોતાની કાયદાકીય, વહીવટી અને નાણાકીય વ્યવસ્થા છે. જર્સીમાં ઈન્ટરનેટ સ્પીડ 264.52 Mbps છે.

ક્યો દેશ સૌથી ધીમો છે

દુનિયામાં સૌથી ધીમા ઈન્ટરનેટ વાળા દેશોમાં સૌથી નીચે એફગાનિસ્તાન માત્ર 1.71 Mbpsની ગતિવાળો દેશ છે. તેથી ઉપરના સ્થાન પર યમન 1.79 Mbps પર છે  જ્યારે સીરિયા 2.30 Mbps પર, ઈસ્ટતીમોર 2.50 Mbps છે, જ્યારે આપણો પાડોશી દેશ પાકિસ્તાન 200માં સ્થાન પર છે. તેની સરેરાશ ઈન્ટરનેટ સ્પીડ 5.32 Mbps છે. 100માં સ્થાન પર બેલિઝની ઈન્ટરનેટ સ્પીડ 38.86 Mbps પર છે. 

શું છે ભારતની સ્થિતિ

આ યાદીમાં ભારતનું સ્થાન 74માં સ્થાન પર છે અને દેશમાં ઈન્ટરનેટની સરેરાશ સ્પીડ 47.09 Mbps જ છે. અને આ ટોચનો દેશ જર્સીની ગતિથી પાંચ ગણો વધારે છે. ભારતથી આગળ રુસ 62માં નંબર પર છે. તો બ્રાઝિલ 48 પર, ઈઝરાયેલ 46 પર, જાપાન 18 પર, કેનેડા 13 પર છે તો એમેરિકા 12માં સ્થાન પર છે. અમેરિકામાં ઈન્ટરનેટની સ્પીડ 136.48 Mbps છે. 


Google NewsGoogle News