Get The App

જાણો, દોડતી કે જંપ મારતી વખતે બૂટની દોરી છૂટવા પાછળનું સાયન્સ ? માત્ર અડધી સેકન્ડમાં ખુલી જાય છે દોરી

બુટ પહેરીને દોડવાથી પગ જમીન પર 7 ગણા ગુરુત્વાકર્ષણ બળથી પછડાય છે

જો દોરીમાં નાના નાના હુક પણ હોયતો તેને છૂટતી અટકાવી શકાય છે

Updated: May 30th, 2022


Google News
Google News
જાણો, દોડતી કે જંપ મારતી વખતે બૂટની દોરી છૂટવા પાછળનું સાયન્સ ?  માત્ર અડધી સેકન્ડમાં ખુલી જાય છે દોરી 1 - image


ન્યૂયોર્ક,૨૨,સપ્ટેબર,૨૦૨૦,મંગળવાર

ગમે તેટલા મોંઘા બૂટ હોય દોરી છુટી જવાનો અનુભવ બધાને થતો હોય છે. ક્રિકેટરો પણ મેદાનમાં દોરી ફરી બાંધતા નજરે પડે છે. કયારેક તો બેટસમેન માટે દોરી છુટી જાય ત્યારે ધ્યાનભંગ થઇ જાય છે. આમ તો બૂટની દોરી છૂટી જવીએ સાવ સામાન્ય બાબત છે પરંતુ આમ કેમ થાય છે તેની પાછળ પણ વિજ્ઞાન રહેલું છે 

રિસર્ચ  મુજબ બૂટ પહેરીને માણસ દોડે ત્યારે તેનો પગ જમીન પર સાત ગણા ગુરુત્વાકર્ષણ બળથી પછડાય છે. આ સમયે ક્રિયા અને પ્રતિક્રિયાના નિયમ મુજબ જમીનમાંથી પણ એટલું જ બળ પરત આવે છે. આ આઘાતબળને  શરીરની માંસપેશીઓ તો સહન કરી લે છે પરંતુ બૂટની દોરીની ગાંઠ આ ઝાટકાઓના લીધે ઢીલી પડી જાય છે. જમીન પર પગ પડવાની સાથે જ ગાંઠ પર જોર પડે છે અને પગ હવામાં હોય ત્યારે તે  ઢીલી પડે છે. આવું વારંવાર થાય ત્યારે છેવટે બૂટની દોરી છૂટી જાય છે. 

 આ અંગે અમેરિકાની કેલિફોર્નિયા યુનિર્વસિટીના ક્રેસ્ટોફર ડેલી, ક્રિસ્ટીન ગ્રેગ અને ઓલિવર ઓરેલીએ રિસર્ચ પેપર તૈયાર કર્યુ હતું. તેમાં જણાવ્યું હતું કે બૂટની દોરી એક સેકન્ડના અડધા સમયમાં ખુલ્લી શકે છે આથી તેના પર ધ્યાન રાખવું શકય નથી. બૂટની દોરી મજબૂત બંધાયેલી હોય તો પણ શારીરિક હરકતના કારણે તે ખુલી જાય છે. આથી જો દોરીમાં નાના નાના હુક પણ હોયતો તે તેને છૂટતી અટકાવે છે. આ હૂક ગતિ ઉર્જા અને ક્ષિતિજ ઉર્જા સમયે આંચકાઓને ખમવાનું કામ કરે છે.

Tags :