Get The App

બે દિવસ પછી દેખાશે Ring of Fire સૂર્યગ્રહણ, જાણો શું છે તેની વિશેષતા અને ક્યાં જોવા મળશે?

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
બે દિવસ પછી દેખાશે Ring of Fire સૂર્યગ્રહણ, જાણો શું છે તેની વિશેષતા અને ક્યાં જોવા મળશે? 1 - image


Ring of fire Solar Eclipse: આખું વિશ્વ બીજી ઑક્ટોબરે આંશિક સૂર્યગ્રહણ જોઈ રહ્યું હશે, ત્યારે દક્ષિણ અમેરિકાના 11 રાજ્યોમાં એક અદ્ભુત નજારો જોવા મળશે, પરંતુ તે સરળતાથી જોવા નહીં મળે. આ રિંગ ઑફ ફાયર સૂર્યગ્રહણ છે.

ત્યારે સૂર્યનો પ્રકાશ સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય છે

નાસા દ્વારા જ્યારે ચંદ્રમા પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે, ત્યારે સૂર્યનો પ્રકાશ સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય છે. અને માત્ર એક રિંગ જેવો આકાર દેખાય છે, અને તેને રિંગ ઑફ ફાયર સોલર એક્લિપ્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે વર્ષમાં 2થી 5 વખત સૂર્યગ્રહણ થાય છે.

અમેરિકાના 11 રાજ્યોમાં રહેતા લોકોને જોવા મળશે

પૂર્ણ સૂર્યગ્રહણ એક કે બે વર્ષમાં એકવાર થાય છે. આ પછી આગામી પૂર્ણ સૂર્યગ્રહણ 2026 પહેલા નહીં થાય અને તે પણ ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ અને સ્પેનમાં જોવા મળશે. આ રિંગ ઑફ ફાયર સૂર્યગ્રહણ અમેરિકાના 11 રાજ્યોમાં રહેતાં 1.75 લાખ લોકો તેને સીધા જોઈ શકશે.

ચિલી અને આર્જેન્ટિનામાં આ રિંગ ઑફ ફાયર સૂર્યગ્રહણ માત્ર 3થી 6 મિનિટ સુધી જોવા મળશે. રાપા નુઇ ઇસ્ટર આઇલૅન્ડ પર તેનો શ્રેષ્ઠ નજારો જોવા મળશે. આ ઉપરાંત, પેરીટો મોરેનો નેશનલ પાર્ક, પ્યુર્ટો ડીસેડો, પ્યુર્ટો સાન જુલિયન અને કોક્રેનથી પણ અદ્ભુત નજારો જોવા મળશે.

રિંગ ઑફ ફાયરથી લગભગ 85 મિનિટ પહેલા આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. અને તે દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા, ઉત્તર અમેરિકા, એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર, હવાઈમાં દેખાશે.

નરી આંખથી સૂર્યગ્રહણ જોવું હિતાવહ નથી

આ સિવાય બ્યુનોસ આયર્સ, આર્જેન્ટિના, સાઓ પાઉલો, બ્રાઝિલ, અસુન્સિયન અને પેરુગ્વેમાં પણ આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. સૂર્યગ્રહણને નરી આંખે જોવું હિતાવહ નથી. તેના માટે યોગ્ય ચશ્મા પહેરીને જોવાથી આંખોને નુકસાન થતું નથી. નહીંતો આંખોની રોશની પર ખરાબ અસર થઈ શકે છે.

સૂર્યગ્રહણ જોવા માટે સામાન્ય સનગ્લાસ અયોગ્ય 

સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન સામાન્ય સનગ્લાસ કામ નહીં લાગે. તે આંખોને નુકસાન કરે છે. સોલર વ્યુઅર્સ અને ફિલ્ટર્સ જરૂરી છે. જો તમારી પાસે આવા ચશ્મા ન હોય તો સીધું નરી આંખે સૂર્યગ્રહણ ન જોવાની સલાહ આપવામાં આવે છે. તેના બદલે તમે પાણીમાં અને પડછાયામાં જોઈ શકો છો. 



Google NewsGoogle News