Get The App

OTP વિના પણ બેન્ક અકાઉન્ટ થઈ શકે છે ખાલી, શીખો કેવી રીતે બચવું ફ્રોડથી

Updated: Jun 24th, 2019


Google NewsGoogle News
OTP વિના પણ બેન્ક અકાઉન્ટ થઈ શકે છે ખાલી,  શીખો કેવી રીતે બચવું ફ્રોડથી 1 - image


નવી દિલ્હી, 24 જૂન 2019, સોમવાર

જેમ જેમ ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ બેન્ક અકાઉન્ટમાંથી પૈસાની ઉચાપત થવાના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. ટેકનોલોજીના આ યુગમાં ઓટીપીના માધ્યમથી નાણાની લેવડ દેવડ સુરક્ષિત થાય તેવો પ્રયત્ન તો કરવામાં આવે છે, પરંતુ ફ્રોડ કરનારા એવી ટેકનિકનો ઉપયોગ કરે છે કે જેમાં ખાતેદારને ઓટીપી મળતો નથી અને તેના ખાતામાંથી નાણા ઉપડી જાય છે. આજે આ રીતે થતા ફ્રોડથી કેવી રીતે બચવું તેના વિશે તમને જાણકારી મળશે. 

જો ડેબિટ કાર્ડ ખોવાઈ જાય કે ચોરી થઈ જાય અને તે ખોટી વ્યક્તિના હાથમાં આવી જાય તો તે ખૂબ સરળતાથી તમારું ખાતું સફાચટ કરી શકે છે. આ કામ કરતી વખતે તમારા રજીસ્ટર્ડ નંબર પર ઓટીપી પણ આવશે નહીં. આવું થવાનું કારણ પણ ઈંટરનેટ જ છે. 

વર્તમાન સમયમાં એવી અનેક વેબસાઈટ એક્ટિવ છે જેમાં યૂઝર ઓટીપી વિના શોપિંગ કરી શકે છે. આ વેબસાઈટ પર તમારે માત્ર ડેબિટ કાર્ડ નંબર અને સીવીવી નંબર જ આપવો પડે છે. આટલું કરવા માત્રથી તમારા ખાતામાંથી પૈસા કટ થઈ જાય છે. ઓનલાઈન ફ્રોડ કરનારા લોકો આ વેબસાઈટ પર આપવામાં આવતી માહિતીનો ઉપયોગ કરી શકે છે. તો તમે પણ આ રીતે શોપિંગ કરી હોય તો હવે તમારા ખાતાને સેફ આ ટીપ્સથી કરી લો.

ફ્રોડથી બચવા માટે સૌથી પહેલા ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર ઈંટરનેશનલ ટ્રાંઝેકશન એક્ટિવ હોય તો તેને બંધ કરો. આ કામ બેન્કના કસ્ટમર કેર નંબર પર કોલ કરવા માત્રથી થઈ શકે છે. કાર્ડ ખોવાઈ જાય તો બેન્કમાં જઈ તુરંત તેની જાણ કરો અને દરેક પ્રકારના ટ્રાંઝેકશન બંધ કરાવો. આ કામ ઓનલાઈન પણ સરળતાથી કરી શકાય છે. 




Google NewsGoogle News