Get The App

જિયો ડાઉન થતાં હજારો યુઝર્સ પરેશાન, સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર ફરિયાદોનું ઘોડાપૂર

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
જિયો ડાઉન થતાં હજારો યુઝર્સ પરેશાન, સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર ફરિયાદોનું ઘોડાપૂર 1 - image


Jio Down: જિયોની સર્વિસ હજારો યુઝર્સ માટે ડાઉન થઈ ગઈ હતી. અચાનક નેટવર્ક ડાઉન થયું હોવાથી સોશિયલ મીડિયા પર ખૂબ જ ફરિયાદો કરવામાં આવી હતી. ઘણાં યુઝર્સે નેટવર્કની સાથે ઇન્ટરનેટ સર્વિસ પણ બંધ થઈ ગઈ હોવાની ફરિયાદ કરી હતી. મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેન્ગલોર, ચેન્નાઈ, પટણા અને કલકત્તાના યુઝર્સને તકલીફ પડી હતી.

ફોન અને ઇન્ટરનેટ બન્ને સર્વિસ ડાઉન

ડાઉન ડિટેક્ટર દુનિયાભરની વેબસાઇટ અને નેટવર્ક ડાઉન થયું હોય એની જાણ કરે છે. 10,522 યુઝર્સ દ્વારા નેટવર્ક એરરની ફરિયાદ કરવામાં આવી હતી. 65 ટકા યુઝર્સમાં નેટવર્ક ઇશ્યુ હતો. તેમ જ 19 ટકા યુઝર્સને ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પણ પ્રોબ્લેમ થઈ રહ્યો હતો. 16 ટકા યુઝર્સને જિયો ફાઇબર સર્વિસની સમસ્યા થઈ રહી હતી. જો કે એરટેલ, વોડાફોન-આઇડિયા અને બીએસએનએલની સર્વિસમાં કોઈ તકલીફ નહોતી.

જિયો ડાઉન થતાં હજારો યુઝર્સ પરેશાન, સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર ફરિયાદોનું ઘોડાપૂર 2 - image

સોશિયલ મીડિયા પર થયો ફરિયાદનો મારો

નેટવર્કનો પ્રોબ્લેમ આવતાં સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા ફરિયાદનો મારો કરવામાં આવ્યો હતો. થોડી જ મિનિટમાં #JioDown ટ્રેન્ડિંગમાં આવી ગયું હતું. ઘણાં લોકો તેમની ભડાશ કાઢી રહ્યા હતા તો ઘણાં લોકો ફની પોસ્ટ દ્વારા માહોલ હળવો કરી રહ્યા હતા. એક યુઝર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમના ડેટા સેન્ટરમાં આગ લાગી હોવાથી સર્વિસ ડાઉન થઈ હતી. જો કે એ વાતની પુષ્ટિ કરવામાં નહોતી આવી.

સ્ટેટમેન્ટ જાહેર કર્યું જિયોએ

આ સર્વિસ ડાઉન થવા વિશે જિયોએ કહ્યું હતું કે 'મુંબઈના કેટલાક યુઝર્સને નાના ટેક્નિકલ ઇશ્યુને કારણે સર્વિસમાં થોડી તકલીફ પડી હતી. આ ઇશ્યુ હવે સોલ્વ થઈ ગયો છે અને સેવાનો લાભ યુઝર્સ હવે લઈ શકશે. અમારા સબસ્ક્રાઇબર્સને થયેલી તકલીફનો અમને અફસોસ છે.'


Google NewsGoogle News