Get The App

મોબાઇલ કનેક્ટિવિટીમાં આવી નવી ટેક્નોલોજી: જાણો 5G અને 5.5G વચ્ચે શું ફરક છે અને યુઝર્સને શું ફાયદો થશે

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
મોબાઇલ કનેક્ટિવિટીમાં આવી નવી ટેક્નોલોજી: જાણો 5G અને 5.5G વચ્ચે શું ફરક છે અને યુઝર્સને શું ફાયદો થશે 1 - image


5.5G Advence Technology: જિયો દ્વારા હાલમાં જ 5.5G ટેક્નોલોજી લોન્ચ કરવામાં આવી છે. હજી તો દરેક મોબાઇલ અને યુઝર 5G ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ નથી કરી રહ્યાં ત્યાં તો 5.5G ટેક્નોલોજી આવી ગઈ છે. ભારતમાં આ સર્વિસ ફક્ત જિયો દ્વારા શરૂ કરવામાં આવી છે. જોકે આ સર્વિસને દરેક મોબાઇલ સપોર્ટ નથી કરતાં. આથી હવે જે પણ નવા ફોન આવશે અથવા તો હાલમાં જે પણ હાઇએન્ડ મોબાઇલ છે એમાં આ ટેક્નોલોજી છે.

શું છે 5.5G?

જિયો દ્વારા ભારતના દરેક ખુણામાં 5G સર્વિસ પૂરી પાડવાની મૂહિમ હાથમાં લીધી હતી અને એમાં હવે તેમની દ્વારા 5.5Gની સર્વિસ શરૂ કરવામાં આવી છે. 5Gને ફિફ્થ જનરેશન ટેક્નોલોજી કહેવામાં આવે છે. એના દ્વારા દુનિયાભરની મોબાઇલ કનેક્ટિવિટીમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. જોકે 5Gના એડ્વાન્સ વર્ઝનને 5.5G તરીકે ઓળખવામાં આવે છે.

5Gથી કેવી રીતે અલગ છે 5.5G?

5Gમાં મોબાઇલ ડિવાઇઝ એક સિંગલ સેલ્યુલર નેટવર્ક સાથે કનેક્ટ થાય છે. જોકે 5.5Gમાં જો મોબાઇલ આસપાસ અન્ય નેટવર્ક હશે તો બન્નેના નેટવર્કનો ઉપયોગ કરશે. એક કરતાં વધુ નેટવર્કનો ઉપયોગ કરવાથી કવરેજ અને સ્પીડ બન્ને વધુ મળી શકશે. આ નેટવર્કને કારણે યુઝરને વધુ સારી ઇન્ટરનેટ ડાઉનલોડ સ્પીડ મળી શકશે. 5G નેટવર્ક પર જિયોમાં ડાઉનલોડ સ્પીડ એવરેજ 277.78 MBPS જોવા મળી છે, જ્યારે 5.5G પર જિયોની ડાઉનલોડ સ્પીડ 1014.86 MBPS જોવા મળી છે. આથી 5G કરતાં 5.5Gની ડાઉનલોડ સ્પીડ 380 ટકા વધુ જોવા મળે છે. 5.5G ટેક્નોલોજી સંપૂર્ણપણે 5G સ્ટેન્ડઅલોનના ઇનફ્રાસ્ટ્રક્ચર પર નિર્ભર રહે છે. જોકે 5G નેટવર્ક 4Gના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ચલાવી શકાય છે. આથી સ્પીડમાં અને કનેક્ટિવિટીમાં ફરક પડે છે. એરટેલ દ્વારા 5Gને તેની 4G ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બનાવવામાં આવ્યું છે.

મોબાઇલ કનેક્ટિવિટીમાં આવી નવી ટેક્નોલોજી: જાણો 5G અને 5.5G વચ્ચે શું ફરક છે અને યુઝર્સને શું ફાયદો થશે 2 - image

યુઝર્સને શું ફાયદો થશે?

યુઝરને સૌથી મોટો ફાયદો ઇન્ટરનેટ સ્પીડમાં જોવા મળશે. યુઝર ગમે એટલી મોટી ફાઇલને ખૂબ જ જલદી ડાઉનલોડ અને અપલોડ કરી શકશે. તેમ જ ઓનલાઇન શો જોઈ રહ્યાં હોય ત્યારે પણ કોઈ પણ જાતના બફરિંગ વગર હાઇક્વોલિટીમાં જોઈ શકાશે. ઓનલાઇન ગેમિંગ યુઝર્સ માટે પણ આ ટેક્નોલોજી ખૂબ જ ઉપયોગી છે. ઓનલાઇન ગેમિંગ દરમ્યાન 4K વિઝ્યુઅલને કારણે ગેમ લેગ થાય છે. સરળ ભાષામાં કહીએ તો અટકે છે અથવા તો ધીમી થઈ જાય છે. જોકે ઇન્ટરનેટ સ્પીડને કારણે તેમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એક કરતાં વધુ નેટવર્ક સાથે કનેક્ટ થતું હોવાથી યુઝરને વોઇસ અને વિડિયો કોલ ક્વોલિટીમાં પણ ઘણો ફાયદો થશે. ઇન્ટરનેટ કોલિંગમાં પણ કનેક્ટિંગ-કનેક્ટિંગ આવતું હોય એ ઓછું થઈ જશે.

આ પણ વાંચો: CES 2025માં લોન્ચ થઈ અત્યાધુનિક સાથી રોબોટ: રિયલ-લાઇફ ગર્લફ્રેન્ડની જેમ વર્તન કરશે અને જરૂર પડ્યે રોબોટનો ચહેરો અને ફિગર પણ બદલી શકાશે

કેવી રીતે 5.5Gને કનેક્ટ કરશો?

આ માટે કોઈ એડિશનલ સેટિંગ કરવાની જરૂર નથી. સેલ્યુલર નેટવર્કના સેટિંગમાં જો યુઝર દ્વારા ઓટો ઓપ્શન પસંદ કરવામાં આવ્યું હશે તો એ ઓટોમેટિક 5.5G ઉપલબ્ધ હશે ત્યાં એ પકડી લેશે. આથી 4G, 5G અને 5.5G જે નેટવર્ક હશે એ પકડી લેશે. જો ફક્ત 4G કર્યું હશે તો 5.5G નેટવર્ક નહીં પકડાય. ફક્ત 5G કર્યું હશે તો પણ આ નેટવર્ક પકડાશે. જોકે દરેક મોબાઇલમાં આ 5.5G ટેક્નોલોજી ઉપલબ્ધ નથી. જે ડિવાઇઝમાં 5.5G નેટવર્ક પકડાતું હશે ત્યાં LTE અને 5Gની જગ્યાએ ‘5GA’નું આઈકન જોવા મળશે. આ માટે કોઈ વધુ પૈસા નથી ચૂકવવા પડતાં.


Google NewsGoogle News