વૈજ્ઞાનિકો હેરાન! આકાશમાંથી વરસ્યું પ્લાસ્ટિક, પાક થયો નાશ, પહેલીવાર મળ્યા પુરાવા

આ પ્લાસ્ટિક વર્ષા હૃદય અને ફેફસા સંબંધિત રોગોનું કારણ બની શકે

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
વૈજ્ઞાનિકો હેરાન! આકાશમાંથી વરસ્યું પ્લાસ્ટિક, પાક થયો નાશ, પહેલીવાર મળ્યા પુરાવા 1 - image


Microplastics In Clouds : પૃથ્વી પર તો માનવીય કચરાનો ત્રાસ જોવા મળે છે પણ હાલમાં જાપાની વૈજ્ઞાનિકોએ (Japanese scientists) નવો ચોંકાવનારો દાવો કર્યો છે. જે મુજબ પહેલી વાર વાદળોમાં  માઇક્રોપ્લાસ્ટિક્સની હાજરીના પુરાવા મળ્યા છે. તેનું કારણ કહેવામાં આવી રહ્યું છે કે વાદળોમાં આ માઇક્રોપ્લાસ્ટિક્સ મહાસાગરો મારફતે પહોંચે છે. આ માનવ સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ માટે અત્યંત હાનિકારક અને જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાતો અનુસાર, તે આબોહવા અને દરિયાઇ ઇકોસિસ્ટમ પર ગંભીર અસર કરી શકે છે.

આ પ્લાસ્ટિકના ટુકડાઓ માનવ માટે અતિભયજનક 

દર વર્ષે લગભગ એક કરોડ ટન પ્લાસ્ટિકના ટુકડા જમીનમાંથી નદીઓ અને પૂરના પાણી દ્વારા સમુદ્ર સુધી પહોંચે છે, જ્યાંથી તેઓ વાતાવરણમાં પ્રવેશ કરે છે. વાદળોમાં તેમની હાજરી અતિ ભયાનક સાબિત થઇ શકે છે. એકવાર આ કણો આકાશમાં પહોંચ્યા બાદ 'પ્લાસ્ટિક વર્ષા' દ્વારા ફરી પૃથ્વી પર આવે છે. આ રીતે તે આપણી ખાણીપીણીમાં પ્રવેશી તેને દૂષિત કરે છે. ઉપરાંત તે પાકનો પણ નાશ કરે છે. એક અભ્યાસ પ્રમાણે, સંશોધકોએ માઉન્ટ ફુજીના શિખર તેમજ તેની દક્ષિણપૂર્વ તળેટી અને માઉન્ટ ઓયામાના શિખર પરથી લેવામાં આવેલા વરસાદના પાણીના નમૂનાઓનું વિશ્લેષણ કર્યું. વૈજ્ઞાનિકોએ તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની તપાસ માટે ઇમેજિંગ ટેક્નોલોજીની મદદ લીધી છે.

સંપૂર્ણ આબોહવાને પણ અસર કરશે 

વાદળોમાંથી મળેલા નમૂનાઓમાં કાર્બોનિલ અને હાઇડ્રોક્સિલ જેવા માઇક્રોપ્લાસ્ટિક્સ પણ મળી આવ્યા છે જે પાણીને આકર્ષવાની લાક્ષણિકતા ધરાવે છે. આનો અર્થ એ છે કે તેઓએ વાદળો, બરફ અને પાણીના ટીપાંની રચનામાં ભૂમિકા ભજવી હશે. સંશોધન દર્શાવે છે કે, ખૂબ જ ઊંચાઈ પર હાજર માઇક્રોપ્લાસ્ટિક્સ માત્ર વાદળોની રચનાને જ અસર કરી શકે છે પરંતુ આબોહવાને પણ અસર કરી શકે છે.

  વૈજ્ઞાનિકો હેરાન! આકાશમાંથી વરસ્યું પ્લાસ્ટિક, પાક થયો નાશ, પહેલીવાર મળ્યા પુરાવા 2 - image

હૃદય અને ફેફસા સંબંધિત રોગોનું કારણ બની શકે

રિસર્ચમાં મળેલી જાણકરી મુજબ, એકવાર પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો ઉપરના વાતાવરણમાં પહોંચ્યા પછી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગના સંપર્કમાં આવ્યા બાદ તે તૂટવા લાગે છે. આને કારણે, ગ્રીનહાઉસ વાયુઓ ઉત્પન્ન થાય છે જે આબોહવામાં પરિવર્તનને નોંધપાત્ર રીતે તીવ્ર બનાવી શકે છે. પ્લાસ્ટિકના આ સૂક્ષ્મ કણોને માનવ શરીરમાં પ્રવેશવાનો રસ્તો સહેલી રીતે મળી જાય છે. અત્યાર સુધી ફેફસાં, પ્લેસેન્ટા, હૃદય, નસ અને લોહીમાં તેની હાજરીના પુરાવા પણ સામે આવ્યા છે. સંશોધકોના મતે, તે મનુષ્યમાં હૃદય અને ફેફસા સંબંધિત રોગો તેમજ કેન્સરનું કારણ બની શકે છે.



Google NewsGoogle News