VIDEO | લોન્ચ થયાની અમુક જ સેકન્ડમાં રોકેટમાં થયો બ્લાસ્ટ, જાપાનનું પ્રથમ ખાનગી રોકેટ ફેલ
જાપાનની ખાનગી કંપની દ્વારા અંતરિક્ષ ભ્રમણકક્ષામાં મોકલવા માટે બનાવેલું રોકેટ લોન્ચની થોડીક સેકન્ડમાં હવામાં ફાટી ગયું
જાપાનની એક ખાનગી કંપની દ્વારા અંતરિક્ષ ભ્રમણકક્ષામાં મોકલવામાં આવી રહેલું એક રોકેટ બુધવારે લોન્ચ કરવાની થોડી સેકન્ડમાં જ હવામાં ફાટી ગયું હતુ. ઓનલાઈન વીડીયોમાં જોવા મળી રહ્યું છે કે, 'કૈરોસ' નામનું આ રોકેટ મધ્ય જાપાનના વાકાયામા પ્રાંત વિસ્તારમાંથી લોન્ચ કરવામાં આવી રહ્યું હતું પરંતુ તેની ઉડાન ભરતાની થોડીક સેકન્ડમાં આ રોકેટમાં વિસ્ફોટ જોવા મળ્યો હતો.
રોકેટમાં વિસ્ફોટ થતાની સાથે ત્યાં જોરદાર ધુમાડો ફેલાયો
રોકેટમાં વિસ્ફોટ પછી આ વિસ્તારમાં જોરદાર ધુમાડો ફેલાઈ ગયો હતો અને કેટલીક જગ્યાએ આગ લાગવાની ઘટના પણ બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, આગ ઓલવવા માટે તે જગ્યા પર પાણી નાખવામાં આવી રહ્યું છે. આ રોકેટ ટોક્યોમાં આવેલ સ્ટાર્ટ-અપ 'સ્પેસ વન'નું હતું અને તત્કાલ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.
જાપાની ખાનગી કંપની દ્વારા આ પહેલું રોકેટ બનાવાયું હતું
જાપાનના સરકારી પ્રસારકે NHK પર પણ આ ભીષણ નિષ્ફળતાના ફૂટેજ બતાવવામાં આવ્યા હતા. તેને જાપાનની ખાનગી ક્ષેત્રની કોઈ કંપનીનું આ પહેલું રોકેટ બનાવવામાં આવ્યું હતું. ટોક્યોમાં આવેલા સ્ટાર્ટઅપ સ્પેસ વન કે જેનો હેતુ ખાનગી રોકેટ દ્વારા સેટેલાઈટને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવાની યોજના હતી, અને ખાનગી ક્ષેત્રે પહેલી જાપાની કંપની બનવાનું લક્ષ્ય હતું.
તો અંતરિક્ષ ભ્રમણકક્ષામાં પહેલું ખાનગી રોકેટ હોત
જાપાની મીડિયાના અહેવાલો પ્રમાણે, આ રોકેટને પ્રક્ષેપણ કરતાં પહેલા જ કેટલોક વધારે સમય લાગી ગયો હતો, પરંતુ આજે તેને લોન્ચ કરવામાં આવ્યું હતું જે લોન્ચની થોડીક સેકન્ડમાં જ હવામાં ફાટી ગયું હતું. જો તેમા સફળતા મળી હોત તો 'સ્પેસ વન' અંતરિક્ષની ભ્રમણકક્ષામાં રોકેટ મોકલનારી પહેલી ખાનગી કંપની હોત.