Get The App

મીઠું ખાવું જ ના પડે એ માટે વિકસાવાઈ ઈલેક્ટ્રોનિક સોલ્ટ સ્પૂન, ચમચીમાંથી જ સ્વાદ મળશે

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
મીઠું ખાવું જ ના પડે એ માટે વિકસાવાઈ ઈલેક્ટ્રોનિક સોલ્ટ સ્પૂન, ચમચીમાંથી જ સ્વાદ મળશે 1 - image


Electric Salt Spoon: CES 2025માં દુનિયાભરની ઘણી કંપનીઓએ તેમની અવનવી ટૅક્નોલૉજીને લોન્ચ કરી છે. ઘણી કંપનીઓ રોજિંદા જીવનમાં કામમાં આવતી ટૅક્નોલૉજીથી લઈને કેટલીક વિચિત્ર ટૅક્નોલૉજીને પણ લોન્ચ કરે છે. આ વર્ષે પણ આવી જ કેટલીક ટૅક્નોલૉજી રજૂ કરવામાં આવી છે. જાપાનની કિરિન હોલ્ડિંગ્સ ટૅક્નોલૉજી એમાંની જ એક ટૅક્નોલૉજી છે. તેમના દ્વારા ઈલેક્ટ્રિક સ્પૂન લોન્ચ કરવામાં આવી છે. ઈલેક્ટ્રિક સ્પૂન સાંભળીને ખૂબ જ નવાઈ લાગશે, પરંતુ આ સ્પૂન આના કરતાં પણ એક કદમ આગળ જઈ આશ્ચર્યમાં મૂકી દે એવી છે.

શું છે આ સ્પૂન?

કિરિન હોલ્ડિંગ્સ દ્વારા ઈલેક્ટ્રિક સોલ્ટ સ્પૂન લોન્ચ કરવામાં આવી છે. આ સ્પૂનની મદદથી ભોજનમાં મીઠાનું પ્રમાણ ઓછું હોય તો પણ એને વધારી શકાય છે, પણ ફક્ત ટેસ્ટમાં. ટેસ્ટમાં મીઠું વધારે લાગશે, પરંતુ હકીકતમાં એમાં મીઠું જેટલું નાખ્યું હશે એટલું જ હશે. આ સ્પૂનને જાપાનમાં ગયા વર્ષે રજૂ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં CESમાં એને દુનિયાભરના માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. આ સ્પૂનની કિંમત અંદાજે ₹10,700ની આસપાસ છે.

મીઠું ખાવું જ ના પડે એ માટે વિકસાવાઈ ઈલેક્ટ્રોનિક સોલ્ટ સ્પૂન, ચમચીમાંથી જ સ્વાદ મળશે 2 - image

કેવી રીતે કામ કરે છે?

આ ઈલેક્ટ્રિક સોલ્ટ સ્પૂન દ્વારા એકદમ માઇલ્ડ ઈલેક્ટ્રિક કરન્ટ આપવામાં આવે છે, જે યુઝરની જીભ પર આવેલા Sodium ion molecules પર ફોકસ કરે છે. કિરિન હોલ્ડિંગ્સ કહે છે, ‘આ સ્પૂનની મદદથી ભોજન દોઢ ગણું વધુ સોલ્ટી લાગે છે.’ આ સ્પૂનમાં ચાર લેવલ આપવામાં આવ્યાં છે, અને યુઝર તેના ટેસ્ટ મુજબ લેવલ એડજસ્ટ કરી શકે છે. આ સ્પૂનને પ્લાસ્ટિક અને મેટલમાંથી બનાવવામાં આવ્યું છે અને એનું વજન 60 ગ્રામ છે. તેમાં રિચાર્જેબલ લિથિયમ બેટરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: CES 2025ની શરૂઆત: AIથી લઈને ઓટોમોટિવ અને ડિજીટલ હેલ્થથી લઈને ઇલેક્ટ્રોનિક્સ સુધી દરેકમાં આવશે નવી ટેક્નોલોજી

હેલ્થને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી સ્પૂન

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર એક વ્યક્તિએ દિવસમાં જેટલું મીઠું ખાવું જોઈએ એના કરતાં જાપાનના લોકો બે ગણું મીઠું ખાય છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના મત અનુસાર દિવસના પાંચ ગ્રામ મીઠું ખાવું જોઈએ, પરંતુ જાપાનના લોકો દિવસનું દસ ગ્રામ મીઠું ખાય છે. મીઠાને કારણે બ્લડ પ્રેશર અને સ્ટ્રોક્સ આવવાના ચાન્સ વધી જાય છે. આ ડિવાઇસને મેઈજી યુનિવર્સિટીના પ્રોફેસર હોમી મિયાશિતા સાથે મળીને કંપનીએ કો-ડેવલપ કર્યું છે. હોમી મિયાશિતાને 2023 માં નોબલ ન્યુટ્રિશન પ્રાઇઝ આપવામાં આવી હતી.


Google NewsGoogle News