ડીપસીકને બ્લોક કરનારો પહેલો દેશ બન્યો ઇટલી: પ્રાઇવસી અને ડેટાને લઈને પારદર્શકતા ન હોવાથી લીધો નિર્ણય
Italy Banned DeepSeek: ઇટલીએ હાલમાં જ ખૂબ જ ઐતિહાસિક નિર્ણય લીધો છે. ઇટલી પહેલો એવો દેશ બન્યો છે જેણે ચાઇનિઝ મોડલ ડીપસીકને બ્લોક કર્યું છે. આ નિર્ણય ઇટલીમાં 30 જાન્યુઆરીએ લેવામાં આવ્યો હતો. આ નિર્ણય પ્રાઇવસી અને ડેટાને લઈને પારદર્શકતા ન હોવાથી લેવામાં આવ્યો છે.
ઇટલીની ડેટા પ્રોટેક્શન ઓથોરિટીનો નિર્ણય
ઇટલીમાં ડેટા પ્રોટેક્શન ઓથોરિટી ‘ગેરેન્ટે પ્રાઇવસી’ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇટાલિયા યૂઝર્સના ડેટાને પ્રોસેસ ન કરી શકે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગેરેન્ટે પ્રાઇવસી દ્વારા ડીપસીકને કેટલાક સવાલો કરવામાં આવ્યાં છે. આ સવાલ ડેટા કેવી રીતે કલેક્ટ કરે છે, એનો સોર્સ શું છે, એ કલેક્ટ કરવાનું કારણ શું છે અને એને ક્યાં સ્ટોર કરવામાં આવે છે એ કરવામાં આવ્યા હતા. જોકે ડીપસીક દ્વારા એ વિશે સંતોષજનક જવાબ નહોતા આપવામાં આવ્યાં. ઇટલી દ્વારા ટીનેજર તેનો ઉપયોગ કરે એ પાછળ કેટલું રિસ્ક રહ્યું છે, તેમ જ પૂર્વગ્રહ રાખવો અને ઇલેક્ટ્રોસલ ઇન્ટરફેઝના રિસ્ક વિશે પણ જણાવવામાં આવ્યું છે.
ડીપસીક ડેટા પ્રેક્ટિસ વિશે કરશે ઇનવેસ્ટિગેશન
ગેરન્ટે પ્રાઇવસી દ્વારા ડીપસીકની ડેટા પ્રેક્ટિસ વિશે ઇનવેસ્ટિગેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ ઇનવેસ્ટિગેશન ખાસ કરીને જરનલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશનને પાલન કરવામાં આવ્યું છે કે નહીં અને ઇટાલિયન યુઝર્સના તમામ હકનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં એ પણ ચેક કરવામાં આવશે. ડીપસીકની કંપનીને ઇટલીની સરકાર દ્વારા 20 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ સમયમાં જો ડીપસીકે રેગ્યુલેટરની રીક્વેસ્ટનો જવાબ ન આપ્યો તો એ વિશ કડક પગલાં લેવામાં આવી શકે છે.
જલદી પોપ્યુલારિટી અને જલદી કન્ટ્રોવર્સી
2025ની 20 જાન્યુઆરીએ ડીપસીકને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ લોન્ચથી લઈને અત્યાર સુધીમાં તેને ખૂબ જ પોપ્યુલારિટી મળી છે. એપ સ્ટોરમાં ChatGPTને પણ આ એપ્લિકેશન આગળ નીકળી ગઈ છે. જોકે તેને જેટલી જલદી પોપ્યુલારિટી મળી છે એટલી જ જલદી એ કન્ટ્રોવર્સીમાં પણ ફસાઈ રહી છે. એના પર સેન્સરશિપ, કોપી કરવાનો અને ડેટા પ્રોટેક્શન માટે યોગ્ય સિક્યોરિટી ન હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ આ એપ્લિકેશન કેટલાક પોલિટિકલ સેન્સિટિવ ટોપિક વિશે પણ જવાબ આપવાનું ટાળે છે.
અન્ય દેશો પણ થયાં એલર્ટ
ઇટલી દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય AI રેગ્યુલેશનને લઈને ઘણાં સવાલ ઊભા કરે છે. તેમ જ યૂઝર્સના ડેટાને પ્રોટેક્ટ કરવા માટે કોઈ કંપની કેટલી સક્ષમ છે એ વિશે પણ ચર્ચા શરૂ થઈ છે. અમેરિકા અને જર્મની પણ હવે સિક્યોરિટી અને અન્ય ગેરકાયદેસર ઉપયોગમાં લેવામાં આવતી માહિતીને લઈને તમામ એપ્લિકેશન પર કમરકસી રહી છે. અમેરિકાએ નૌસૈને ડીપસીકનો ઉપયોગ ન કરવા માટે કહી દેવામાં આવ્યું છે. જર્મની પણ તેમના નેશનલ ઇલેક્શન પહેલાં AI એપ્લિકેશનને મોનિટર કરવાનું શરૂ કરી દીધું છે.