Get The App

ટેલિકોમનાં કવરેજ નક્શા પર બતાવવાં ફરજિયાત થશે

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
ટેલિકોમનાં કવરેજ નક્શા પર બતાવવાં ફરજિયાત થશે 1 - image


આપણા દેશમાં લગભગ ૧.૨ અબજ લોકો મોબાઇલનો ઉપયોગ કરે છે. આપણી પાસે સ્માર્ટફોન હોય કે પછી સાદો ફીચર ફોન, ફોનમાં સાદી વાતચીત કરવા માટે પણ આપણો બધો આધાર મોબાઇલ નેટવર્ક પર હોય છે. ભારતની તમામ ટેલિકોમ કંપની સારા નેટવર્ક કવરેજનો દાવો કરે છે, પરંતુ આપણો અનુભવ છે કે ઘણી વાર આપણે નબળાં નેટવર્કનો સામનો કરવો પડે છે.

અત્યાર સુધી ટેલિકોમ કંપની પસંદ કરવા માટે આપણી પાસે જાત અનુભવ કે ઓળખીતા-પાળખીતા લોકોના અનુભવથી વિશેષ કોઈ નક્કર આધાર નહોતો. પરંતુ હવે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ભારતની એરટેલ, જિઓ, વોડાફોન-આઇડિયા તથા બીએસએનએલ જેવી ટેલિકોમ કંપનીઓને તેમના નેટવર્ક કવરેજના નકશા તેમની વેબસાઇટ પર દર્શાવવાનો આદેશ આપ્યો છે. આ નકશાઓમાં ટુ-જી, થ્રી-જી, ફોર-જી અને ફાઇવ-જી કવરેજની વિગતો આપવી જરૂરી બનશે.

અલબત્ત અત્યારે અમુક કંપની પોતાના સારા નેટવર્ક કવરેજનો દાવો સાબિત કરવા આવા નકશા આપે જ છે. હવે બધી કંપની માટે આવા નકશા ફરજિયાત બનવાથી આપણે નવું સિમકાર્ડ મેળવવું હોય કે પોતાની હાલની કંપનીના નબળા નેટવર્કથી કંટાળીને કોઈ બીજી કંપનીમાં નંબર પોર્ટ કરવો હોય તો આપણે દરેક કંપનીની વેબસાઇટ પર જઇને આપણે માટે મહત્ત્વના વિસ્તારમાં નકશા પર તેનું કવરેજ તપાસી શકીશું.

ટ્રાઇએ આવા નકશા દર્શાવવા માટે ટેલિકોમ કંપનીઓને એપ્રિલ ૧, ૨૦૨૫ સુધીનો સમય આપ્યો છે.


Google NewsGoogle News