લેપટોપ ખરીદતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી, નહીંતર આવશે પસ્તાવાનો વારો

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
લેપટોપ ખરીદતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી, નહીંતર આવશે પસ્તાવાનો વારો 1 - image


                                                  Image Source: Freepik

અમદાવાદ, તા. 30 સપ્ટેમ્બર 2023 શનિવાર

દેશની બે મોટી ઈ-કોમર્સ સાઈટ પર ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં આ વર્ષનો સૌથી મોટો સેલ શરૂ થવા જઈ રહ્યો છે. આગામી સેલમાં ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર ઘણી બધી છૂટ મળશે. તમારામાંથી ઘણા લોકો એવા હશે જેમને સ્માર્ટફોન ખરીદવાનો હશે, કોઈકને ટીવી ખરીદવાનું હશે અને કોઈકને લેપટોપ ખરીદવાનું હશે. 

લેપટોપ કયા કાર્ય માટે જોઈએ છે

આ ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે તમે લેપટોપ કયા કાર્ય માટે ખરીદી રહ્યા છો. જો તમે ગેમિંગના હિસાબે લેપટોપ ખરીદી રહ્યા છો તો તમારે દમદાર હાર્ડવેર, વધુ સ્ટોરેજ અને મેમરી ધરાવતુ લેપટોપ ખરીદવુ જોઈએ. જો તમે ઓફિસનું કાર્ય, ઓનલાઈન ક્લાસ અને બ્રાઉજિંગ માટે લેપટોપ લેવા ઈચ્છો છો તો તમારુ કાર્ય ઓછી સ્ટોરેજ અને ઓછા પાવર ધરાવતા હાર્ડવેર સાથે પણ ચાલી જશે.

તમારુ બજેટ શું છે

જરૂરિયાતના હિસાબે તમારે પોતાનું બજેટ જોવુ જોઈએ કેમ કે ઓછી જરૂરિયાત માટે વધુ પૈસા ખર્ચ કરવાનું કોઈ અર્થ નથી. જો તમારી જરૂરિયાત ઓફિસના કામ, ઓનલાઈન ક્લાસ અને બ્રાઉઝિંગની છે તો તમને 25-30 હજાર રૂપિયાની રેન્જમાં સારા લેપટોપ મળી જશે. 

કનેક્ટિવિટી પોર્ટ

આજકાલ એવા લેપટોપની ભરમાર છે જેમાં ખૂબ જ ઓછી કનેક્ટિવિટી પોર્ટ્સ મળી રહ્યા છે. દરમિયાન તમારા માટે ખૂબ જરૂરી છે કે તમે આ પોર્ટ્સનું ધ્યાન રાખો. સામાન્યરીતે એવા જ લેપટોપ ખરીદો જેમાં ઓછામાં ઓછા બે ટાઈપ-એ યૂએસબી પોર્ટ, એક ટાઈપ-સી પોર્ટ, એક હેડફોન જેક, એક લેન પોર્ટ, માઈક્રો એસડી કાર્ડ રીડર અને એક એચડીએમઆઈ પોર્ટ હોય. 

પ્રોસેસર

તમારે ઈન્ટેલ આઈ5 પ્રોસેસર વાળા લેપટોપ ખરીદવા જોઈએ. 25,000 રૂપિયાની રેન્જમાં ઈન્ટેલ પેન્ટિયમ ગોલ્ડ, એટમ અને Celeron પ્રોસેસર વાળા લેપટોપ મળી જાય છે પરંતુ તમારે આનાથી બચવુ જોઈએ. કેમ કે કામ વધી જવાથી તમારે નવુ લેપટોપ ખરીદવુ પડી શકે છે.

બિલ્ડ ક્વોલિટી અને ડિસ્પ્લે

હંમેશા નોન રિફ્લેક્ટિવ સ્ક્રીન ધરાવતા લેપટોપની પસંદગી કરો. બજેટ લેપટોપમાં 720 પિક્સલ રિઝોલ્યૂશન ધરાવતા લેપટોપ ખરીદો. આ ડિસ્પ્લેથી તમારા ઓફિસ, ઓનલાઈન ક્લાસ જેવા કામ સરળતાથી પૂરા થઈ જશે. 


Google NewsGoogle News