ગગનયાન TV D1 મિશન ટેસ્ટનો વીડિયો ISROએ કર્યો જાહેર, જુઓ કેવી રીતે થયું લેન્ડિંગ

નિવારના રોજ ઈસરોએ ગગનયાન ક્રુ મોડ્યુલના સુરક્ષિત લેંડિંગ માટે ટીવી ડી-1 ની ફ્લાઇટનું પરિક્ષણ કર્યુ હતું

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
ગગનયાન TV D1 મિશન ટેસ્ટનો વીડિયો ISROએ કર્યો જાહેર, જુઓ કેવી રીતે થયું લેન્ડિંગ 1 - image
Image ISRO

તા. 22 ઓક્ટોબર 2023, રવિવાર

ઈસરો (ISRO)એ ગગનયાન ટીવી -ડી 1 મિશન ટેસ્ટનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X)પર એક વીડિયો જાહેર કર્યો છે. શનિવારના રોજ ઈસરોએ ગગનયાન ક્રુ મોડ્યુલના સુરક્ષિત લેંડિંગ માટે ટીવી ડી-1 ની ફ્લાઇટનું પરિક્ષણ કર્યુ હતું, જેમા આગરામાં બનેલા 10 પેરાશૂટ  સિસ્ટમથી ક્રુ મોડ્યુલની ગતિને રોકવા માટે ચોક્કસ જગ્યા પર લેંડિંગ કરાવ્યું હતું. વૈજ્ઞાનિકોએ કહ્યું કે ટીવી ડી-1  ફ્લાઇટનો મુખ્ય ઉદ્દેશ્ય જો ગગનયાન મિશનનું પરીક્ષણ અટકાવવામાં આવ્યું હોય ત્યારે પેરાશૂટ સિસ્ટમ, ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કરવાનો હતો.

રોકેટની મદદથી ત્રણ સદસ્યોને ત્રણ દિવસ માટે 400 કિમીની ભ્રમણકક્ષામાં મોકલાશે

ઈસરોએ ગગનયાન કાર્યક્રમમાં રોકેટની મદદથી ત્રણ સદસ્યોને ત્રણ દિવસ માટે 400 કિલોમીટરની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. આ અવકાશ યાત્રીઓને પેરાશૂટ  સિસ્ટમ દ્વારા અંતરિક્ષમાંથી પરત આવનારા ક્રુ મોડ્યુલની સુરક્ષિત લેંડિંગ કરાવવાનું રહેશે. ગગનયાનને એવી રીતે ડીઝાઈન કરવામાં આવ્યું છે કે આ કોઈપણ પ્રકારની આપત્તિ જનક સ્થિતિમાં અંતરિક્ષ યાત્રિઓને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત લાવી શકે છે. પેરાશૂટ અવકાશમાંથી પાછા ફરતા ક્રૂ મોડ્યુલની હિલચાલને રોકવા માટે બ્રેકિંગ સિસ્ટમ તરીકે કામ કરશે.

ગગનયાન TV D1 મિશન ટેસ્ટનો વીડિયો ISROએ કર્યો જાહેર, જુઓ કેવી રીતે થયું લેન્ડિંગ 2 - image


Google NewsGoogle News