ગગનયાન પર સતત નજર રાખવા માટે ઓસ્ટ્રેલિયાના કોકોસ આઇલેન્ડ પર ISRO બનાવશે સ્ટેશન
ISRO Tracking-Station: ગગનયાન પર નજર રાખવા માટે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા એક સ્ટેશન બનાવવામાં આવશે. ગગનયાનના લોન્ચ બાદ એના પર સતત નજર રાખવા આ સ્ટેશન ઓસ્ટ્રેલિયાના કોકોસ (કીલિંગ) આઇલેન્ડ પર બનાવવામાં આવી રહ્યું છે. આ માટે ઓસ્ટ્રેલિયાની સ્પેસ એજન્સિ અને તેમના વૈજ્ઞાનિકો પણ મદદ કરશે. ભારતની ટીમ આ ટાપુની તપાસ કરી ચૂકી છે અને તેમને આ જગ્યા ગ્રાઉન્ડ ટ્રેકિંગ સ્ટેશન બનાવવા માટે એકદમ યોગ્ય લાગી છે.
આ માટો કોકોસ આઇલેન્ડ પર જરૂરી તમામ સુવિધા ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. આ એક એવી જગ્યા છે જ્યાંથી ગગનયાન પર સંપૂર્ણ રીતે જનર રાખી શકાય છે. એની ટેલીમેટ્રી અને કન્ટ્રોલ્સને પણ એ સ્ટેશનથી નિયંત્રણ કરી શકાશે. આ મિશનમાં ઓસ્ટ્રેલિયાની સ્પેશ એજન્સી પણ જોડાવવા માગે છે.
ઓસ્ટ્રેલિયાની સ્પેસ એજન્સીના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘અમે ઇમરજન્સીમાં પણ ISROની તમામ મદદ કરવા માટે તૈયાર છીએ. ઇમરજન્સીમાં શું કરવું એ માટે પણ પ્લાન બની ગયા છે. અમે ગગનયાનની ટ્રેજેક્ટરી પર નજર રાખીશું. કોઈ પણ ગડબડ થઈ, અવકાશયાત્રીએ મિશન કેન્સલ કરવું પડ્યું અથવા તો ક્રૂની રીકવરી પણ કરવી પડી તો અમે હંમેશાં ISRO સાથે હોઈશું.’
ક્યાં આવ્યું છે કોકોસ આઇલેન્ડ?
કોકોસ આઇલેન્ડ ઓસ્ટ્રેલિયાની સમુદ્રની સીમાની થોડો બહારની સાઇડ હિંદ મહાસાગરમાં આવેલો છે. 27 નાના-નાના કોરલ ટાપુઓના સમુહને કોકોસ આઇલેન્ડ કહેવામાં આવે છે. આ તમામ ટાપુઓમાં બે ટાપુ વેસ્ટ આઇલેનડ અને હોમ આઇલેન્ડ એવા છે જેના પર મનુષ્ય રહે છે. અહીંની ટોટલ વસ્તી 600ની આસપાસ છે અને તેમને કોકોસ મલય તરીકે ઓળખવામાં આવે છે. અહીં મોટાભાગે સુન્ની મુસ્લિમ રહે છે, પરંતુ તેઓ મલય ભાષા બોલે છે. આ ટાપુની તમામ દેખરેખ ઓસ્ટ્રેલિયાની સરકાર કરે છે.
શું છે ગગનયાન મિશન?
ગગનયાન મિશન દ્વારા ભારત અવકાશયાત્રીને સ્પેશમાં મોકલાવશે અને તેમને પાછા પણ લાવશે. અવકાશયાત્રી પૃથ્વીથી 400 કિલોમિટર દૂર ત્રણ દિવસ સુધી અવકાશમાં ભ્રમણ કરશે. ભારતનુ પહેલું અવકાશયાત્રી સાથેનું મિશન આ વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરવાનું પ્લાનિંગ છે. ભારત દુનિયાનો ચોથે દેશ હશે જે મનુષ્યને અવકાશમાં મોકલશે. આ માટે ભારતના અવકાશ યાત્રી હાલમાં રશિયામાં ટ્રેઇનિંગ લઈ રહ્યાં છે.
રિલે સેટેલાઇટ
ISROના ચીફ ડોક્ટર સોમનાથે થોડા સમય પહેલાં જ કહ્યું હતું કે ગગનયાનને લોન્ચ કરવા પહેલાં ભારત દ્વારા રિલે સેટેલાઇટ્સને લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઇટ્સ દ્વારા પૃથ્વીની ચારેય બાજુથી ગગનયાન સાથે સંપર્ક થઈ શકે. આ સાથે જ જીસેટ સેટેલાઇટ્સ દ્વારા પણ સંપર્કમાં રહેવામાં આવશે. આ સેટેલાઇટ્સ અમેરિકાના SpaceXના ફાલ્કન રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે.