વિકાસ રોકેટ એન્જિનનો ફરી ઉપયોગ કરવાની ટેસ્ટમાં ISROને મળી સફળતા, જાણો વિગત
New Success: ISRO દ્વારા હાલમાં જ વિકાસ રોકેટ એન્જિનની રિસ્ટાર્ટ ક્ષમતાને પરીક્ષિત કરવામાં આવી હતી, અને તેઓને આ પરીક્ષણમાં સફળતા મળી હતી. આ એક લિક્વીડ-ફ્યુઅલ્ડ રોકેટ એન્જિન છે. એનું પરીક્ષણ ઓડિસાની મહેન્દ્રગિરીમાં આવેલી ફેસિલિટીમાં કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટિંગ લોન્ચ વ્હીકલનો ફરી ઉપયોગ થઈ શકે કે નહીં તે માટે કરવામાં આવ્યું હતું.
કેવી રીતે કરવામાં આવ્યો ટેસ્ટ?
ISROના લોન્ચ વ્હીકલને પાવર આપવા માટે વિકાસ એન્જિનનો ઉપયોગ થાય છે. આ એન્જિન લોન્ચિંગ માટે ખૂબ જ જરૂરી છે. આ ટેસ્ટમાં એક મિનિટનું એન્જિન ફાયરિંગ, બે મિનિટ માટે એન્જિન શટડાઉન, અને સાત સેકન્ડનું રિસ્ટાર્ટ કરવામાં આવ્યું હતું. ISRO દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પરીક્ષણ દરમિયાન તમામ પેરામિટર નોર્મલ હતા. હાલ આ વિકાસ એન્જિનને ફરી ઉપયોગ કરી શકાય તે માટેની ઘણી પરીક્ષણો કરવામાં આવી રહી છે, અને આ રિસ્ટાર્ટ ટેસ્ટમાં પણ એને સફળતા મળી હતી. હવે એનું પ્રદર્શન કેવું રહેશે એનું ટેસ્ટ થોડા દિવસમાં કરવામાં આવશે.
મિશન માટેની તૈયારી
ISROના ચેરમેન વી. નારાયણન દ્વારા આગામી અવકાશ મિશન માટે કોર લિક્વિડ સ્ટેજ (L110)ને શ્રીહરિકોટાના લોન્ચ કોમ્પ્લેક્સમાં મોકલી દેવામાં આવ્યું છે. આ કોર લિક્વિડ સ્ટેજ LVM3 લોન્ચ વ્હીકલ માટેનું છે. આ સ્ટેજને લિક્વિડ પ્રોપુલશન સિસ્ટમ સેન્ટર દ્વારા બનાવવામાં આવ્યું છે, અને એમાં બે વિકાસ એન્જિનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કમર્શિયલ લોન્ચ
L110 લિક્વિડ સ્ટેજનો ઉપયોગ કમર્શિયલ સેટેલાઇટ લોન્ચ માટે પણ કરવામાં આવશે. મહેન્દ્રગિરીમાં મોકલવામાં આવેલું આ દસમું એન્જિન છે. એનો ઉપયોગ NewSpace India Limited (NSIL) અને AST SpaceMobile & Science, LLC દ્વારા કરવામાં આવેલી કમર્શિયલ ડીલ માટે કરવામાં આવશે. આ ડીલ હેઠળ તેઓની બ્લુબર્ડ બ્લોક 2 સેટેલાઇટને લોન્ચ કરવામાં આવશે. ISRO દ્વારા સ્પેસ એક્સપ્લોરેશન માટેના મિશન માટે પણ એનો ઉપયોગ કરવામાં આવશે.