હવે ફ્લાઇટમાં પણ મળશે હાઇસ્પીડ ઈન્ટરનેટ, મસ્કની મદદથી ISROની સેટેલાઈટ લોન્ચ
ISRO Successfully Launches Satellite GSAT 20: ભારતનો મોસ્ટ એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-20 સફળતાપૂર્વક લોન્ચ થયું છે. ઈલોન મસ્કના સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા તેને સફળતાપૂર્વક અવકાશમાં લઈ જવામાં આવ્યું હતું. મંગળવારે (19મી નવેમ્બર) મધ્યરાત્રિએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નો મોસ્ટ એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સેટેલાઈટ દૂરના વિસ્તારોમાં બ્રોડબેન્ડ સેવાઓ અને ફ્લાઈટ્સમાં મુસાફરોને ઈન્ટરનેટ સેવા આપશે. તેને સ્પેસએક્સના ઈલોન મસ્કના ફાલ્કન 9 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું છે.
ઈસરોની બેંગલુરુ સ્થિત કોમર્શિયલ બ્રાન્સ ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાધાકૃષ્ણન દુરાઈરાજે જણાવ્યું હતું કે, 'પ્રક્ષેપણ સફળ રહ્યું. GSAT-20ને GSAT N-2 અથવા GSAT-20 નામની ખૂબ જ ચોક્કસ ભ્રમણકક્ષા મળી છે. 4,700 કિલો ગ્રામના વજનનો સંપૂર્ણ કોમર્શિયલ સેટેલાઇટ કેપ કેનાવેરલ, ફ્લોરિડામાં સ્પેસ કોમ્પ્લેક્સ 40થી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ લોન્ચ પેડને યુએસ સ્પેસ ફોર્સ તરફથી મસ્કના સ્પેસએક્સ દ્વારા ભાડે આપવામાં આવ્યું છે, જે દેશની સશસ્ત્ર દળોની એક વિશેષ શાખા છે, જેની રચના વર્ષ 2019માં સેનામાં તેની અવકાશ સંપત્તિને સુરક્ષિત કરવા માટે કરવામાં આવી હતી.'
આ પણ વાંચો: દિવસની 50 સિગારેટ શ્વાસમાં લઈ રહ્યા છે દિલ્હીવાસીઓ, AQI 1500ને પાર જતાં સ્વાસ્થ્ય પર અસર
ફાલ્કન 9 B-5 રોકેટ શું છે?
•સેટેલાઈટને લોન્ચ કરવા માટે વપરાતું ફાલ્કન 9B-5 રોકેટ 70 મીટર ઊંચું છે.
•ફાલ્કન 9B-5 રોકેટનું વજન લગભગ 549 ટન છે.
•તેનો ઉપયોગ લિફ્ટ-ઓફ દરમિયાન થતો હતો.
•તેને બે તબક્કાના રોકેટ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
•રોકેટ 8,300 કિગ્રા જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં અને 22,800 કિગ્રા સુધી નીચી પૃથ્વી •ભ્રમણકક્ષામાં લઈ શકે છે.
•લગભગ 8 મિનિટની ઉડાન બાદ પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
•ઈલોન મસ્કની સ્પેસએક્સની આ 371મી પુનઃપ્રાપ્તિ હતી.
ફ્લાઇટમાં પણ મળશે ઈન્ટરનેટ
અત્યાર સુધી ભારતમાં ફ્લાઇટ પર ઈન્ટરનેટ એક્સેસની મંજૂરી નહોતી. પરંતુ હવે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે જ્યારે પ્લેન 3000 મીટરની ઉંચાઈ પર પહોંચશે, ત્યારે મુસાફરો તેમના ફોન પર ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે વિમાન તે ઊંચાઈએ પહોંચ્યા પછી પણ વિમાનમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગને મંજૂરી આપવામાં આવે તો જ મુસાફરોને Wi-Fi દ્વારા ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે.