Get The App

ઈસરોએ સ્પેડેક્સ અને 24 પેલોડ્સ સાથે પીએસલેવી-સી 60 લોન્ચ કર્યું

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
ઈસરોએ સ્પેડેક્સ અને 24 પેલોડ્સ સાથે પીએસલેવી-સી 60 લોન્ચ કર્યું 1 - image


- ચંદ્ર પર માણસને મોકલવાનું પહેલું પગલું

- ભારતીય અંતરીક્ષ સ્ટેશનનું નિર્માણ-સંચાલન, ચંદ્ર પર ભારતીય, ચંદ્ર પરથી સેમ્પલ લાવવા માટે મહત્ત્વપૂર્ણ 

નવી દિલ્હી : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. સોમવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સ્ટેશન ખાતેથી તેનું લોન્ચિંગ કરાયું હતું. આ મિશન ભારતના મૂન મિશન માટે પાયાનો પથ્થર બનશે. 

ઈસરોએ જણાવ્યું કે, સ્પેડેક્સને ઓછા ખર્ચે ડિઝાઈન કરવામાં આવ્યું છે. જે પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલનો ઉપયોગ બે ઉપગ્રહો: એસડીએક્સ૦૧, ધ ચેઝર અને એસડીએક્સ૦૨, ધ ટારગેટને સેટ કરવા માટે કરશે. આ બંને સેટેલાઈટનું વજન આશરે ૨૨૦ કિગ્રા છે. તે લગભગ ૪૭૦ કિલોમીટરની ઊંચાઈએ લો-અર્થ સર્કુલર ભ્રમણકક્ષામાં કાર્યરત રહેશે. આ મિશનનો ઉદ્દેશ રેન્ડેઝવસ, ડોકીંગ અને અનડોંકીંગ માટેની ટેકનોલોજીને ભવિષ્ય માટે વિકસાવવાનો છે. 

જે મિશન માટે રોકેટ લોન્ચની જરૂર હોય છે તેવા જટિલ મિશન માટે ઈન-સ્પેસ ડોકીંગ ટેકનોલોજીમાં નિપુણતા જરૂરી છે. આ મિશનની સફળતા ભારતને યુએસ, રશિયા અને ચીન બાદ આ ક્ષમતા ધરાવતો ચોથો દેશ બનાવશે. તેના પ્રાથમિક ઉદ્દેશોમાં ડોક કરાયેલા અવકાશયાન વચ્ચે પાવર ટ્રાન્સફરનું નિર્દેશન, ડોકીંગ દરમિયાન એક સ્પેસક્રાફ્ટને બીજાના એલ્ટીટયુડ કંટ્રોલ સિસ્ટમથી કંટ્રોલ કરવું, અને અનડોકિંગ બાદ વિવિધ પેલોડની કામગીરી હાથ ધરવાનો સમાવેશ થાય છે. 

સ્પેડેક્સ મિશનમાં સ્પેસક્રાફ્ટ એમાં હાઈ રેઝોલ્યુશન કેમેરા છે જ્યારે, સ્પેસક્રાફ્ટ બીમાં મિનિએચર મલ્ટીસ્પેક્ટ્રલ પેલોડ અને રેડિએશન મોનિટર પેલોડ સામેલ છે. આ પેલોડ હાઈ રેઝોલ્યુશનની તસવીરો, પ્રાકૃતિક સંશાધનોની દેખરેખ અને વનસ્પતિની માહિતી આપશે. આ મિશનમાં રેન્ડેઝવસ સેન્સર અને ઈન્ટર-સેટેલાઈટ કમ્યુનિકેશન લિંકસ જેવી અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈસરોએ ભવિષ્યના સ્પેસ મિશન માટે આ મિશનની સંભવિત અસર વિશે આશાવાદ વ્યક્ત કર્યો છે. 


Google NewsGoogle News