ઇસરોએ રચ્યો ઇતિહાસ, પૃથ્વી પર નજર રાખવા માટે EOS-8 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ
ISRO News | ISROએ આજે (16 ઑગસ્ટ) ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. જેમાં પૃથ્વી પર નજર રાખવા માટે EOS-8 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આજે સવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 અને એક નાનો સેટેલાઇટ SR-0 DEMOSAT લોન્ચ કરવામાં આવ્યો હતો. આ બન્ને ઉપગ્રહોને પૃથ્વીથી 475 કિલોમીટરની ઉંચાઈ પર સ્થિત ગોળાકાર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.
આ સેટેલાઇટ આફત, પર્યાવરણ પર નજર રાખશે
ઈઓઆઈઆર પેલોડને સેટેલાઇટ આધારિત નિરીક્ષણ, આફત પર નજર રાખવા, પર્યાવરણ પર નજર રાખવા અને તેની તસવીરો ખેંચવા માટે ડિઝાઇન કરાયું છે. જીએનએસએસ-આર સમુદ્રની સપાટીની હવાનું વિશ્લેષણ, માટીના ભેજનું આકલન, પૂર વિશે જાણકારી આપવા માટે રિમોટ સેન્સિંગ ક્ષમતા પ્રદર્શિત કરશે.
ઈઓએસ-08 ત્રણ પેલોડ લઈ જશે
એસએસએલવી-ડી3-ઈઓએસ-08 મિશનમાં લઈ જવામાં આવનારા સેટેલાઇટનું વજન 175.5 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે. ઈઓએસ-08 મિશનના ઉદ્દેશ્યોમાં માઇક્રોસેટેલાઇટને ડિઝાઇન અને વિકસિત કરવાનું પણ સામેલ છે. ઈઓએસ-08 ત્રણ પેલોડ લઈ જશે.