Get The App

ISROનું મોટું મિશન: અંતરિક્ષમાં અલગ-અલગ સેટેલાઇટનું ડોકિંગ કરવાની તૈયારી શરૂ

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
ISROનું મોટું મિશન: અંતરિક્ષમાં અલગ-અલગ સેટેલાઇટનું ડોકિંગ કરવાની તૈયારી શરૂ 1 - image


Satellite Connect Mission: ISRO એક ખૂબ જ મોટા મિશનની તૈયારી કરી રહ્યું છે. આ મિશન દ્વારા ISRO અંતરિક્ષમાં બે અલગ-અલગ અવકાશયાનને જોડવાનો પ્રયાસ કરશે. આ એક SPADEX (સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ્સ) મિશન છે. આ પ્રક્રિયા ચંદ્રયાન 4 માટે કરવામાં આવશે. ચંદ્રયાન માટે ડોકિંગ ખૂબ જ જરૂરી છે જેમાં બે અલગ-અલગ ભાગોને જોડવામાં આવે છે. હાલમાં SPADEXમાં સેટેલાઇટનું ઉમેરો કરવામાં આવી રહ્યો છે. આ પૂરા થયા બાદ તેનો પરીક્ષણ કરવામાં આવશે. ત્યાર બાદ તેમાં સફળતા મળી તો તેને અવકાશમાં મોકલવામાં આવશે. આ પ્રક્રિયા 15 ડિસેમ્બર આસપાસ કરવામાં આવી શકે છે.

SPADEX મિશન કેમ મહત્ત્વનું છે?

SPADEX મિશનનું મુખ્ય કાર્ય બે અલગ-અલગ વસ્તુઓને જોડવાનું છે. સેટેલાઇટના બે ભાગોને જોડવાની તે પ્રક્રિયાને SPADEX કહેવામાં આવે છે. ચંદ્રયાન 4 માટે આ પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી થશે. ચંદ્રયાન સાથે સતત સંપર્કમાં રહેવા અને તેના પર નજર રાખવા માટે વિવિધ સેટેલાઇટ અલગ-અલગ જગ્યાએ રાખવામાં આવશે. આ સેટેલાઇટને એક જ રોકેટમાં કનેક્ટ કરીને મોકલવામાં આવશે અને અવકાશમાં તેને અલગ-અલગ મૂકવામાં આવશે.

ISROનું મોટું મિશન: અંતરિક્ષમાં અલગ-અલગ સેટેલાઇટનું ડોકિંગ કરવાની તૈયારી શરૂ 2 - image

પૃથ્વીની સૌથી નીચી સપાટી પર કરવામાં આવશે પ્રયોગ

અવકાશમાં અલગ-અલગ જગ્યાએ રાખ્યા બાદ તે ચંદ્રયાન પર નજર રાખશે. તેના પર નજર રાખ્યા બાદ તેને ફરી એક કરવાની જરૂર પડશે ત્યારે તે આપોઆપ એક જ ઓરબિટમાં આવશે. ત્યારબાદ એકમેકની નજીક આવ્યા પછી તેને જોડવામાં આવશે.

આ પણ વાંચો: આનંદ મહિન્દ્રાનો મસ્કને સવાલ: સ્ટારશિપની ટિકિટ કેવી રીતે ખરીદી શકાશે?

ભવિષ્યના મિશન

આ મિશન પૂરું થયા બાદ ISRO ગગનયાનના બે મિશન કરશે. તેમાં પહેલું ટેસ્ટ વ્હિકલ ડેમોન્સ્ટ્રેશન-2 અને ત્યારબાદ બીજી ટેસ્ટ માનવરહિત મિશન G1 કરવામાં આવશે. ત્યાર બાદ ઇન્ટીગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ અને પેડ અબોર્ટ ટેસ્ટ પણ કરવામાં આવશે. G1 મિશનમાં હ્યુમનોઇડ વ્યોમમિત્ર મહિલા રોબોટ પણ જશે. તેના પર શું અસર પડે છે એની સ્ટડી કરવા માટે આ રોબોટને મોકલવામાં આવશે. G1માં એક સીટ પર વ્યોમમિત્ર અને બીજી સીટ પર એનવાયરમેન્ટ કંટ્રોલ એન્ડ લાઇફ સપોર્ટ સિસ્ટમ હશે. આ બંનેના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવશે. આ મિશન દ્વારા ખબર પડશે કે અવકાશમાં માનવ પર શું અસર પડી શકે છે. આ સાથે જ ઇલેક્ટ્રોનિક્સમાં હાર્ડવેર અને સોફ્ટવેર પર શું અસર પડે છે તે પણ જાણી શકાશે.


Google NewsGoogle News