ચંદ્રયાન 3 : શિવ-શક્તિ પોઈન્ટ પર ફરી પડશે સવાર, શું ફરી જાગશે વિક્રમ અને પ્રજ્ઞાન?

શિવ-શક્તિ પોઈન્ટ પર હવે સવાર થઈ રહી છે

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
ચંદ્રયાન 3 : શિવ-શક્તિ પોઈન્ટ પર ફરી પડશે સવાર, શું ફરી જાગશે વિક્રમ અને પ્રજ્ઞાન? 1 - image


ચંદ્રયાન-3ના લેન્ડીંગ સ્પોટ પર એટલે કે શિવ-શક્તિ પોઈન્ટ પર આજે સૂર્યના કિરણો પહોચવાની શરૂઆત થશે, એટલે કે આ પોઈન્ટ પર હવે સવાર થઈ રહી છે. જે આગળના 14-15 દિવસ સુધી ચાલશે. જો હવેના બે દિવસ સુધી વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની સોલાર પેનલ દ્વારા એક્ટીવ થઇ જશે તો ફરી તેને કામે લગાડવામાં આવશે. 

શિવ-શક્તિ પોઈન્ટ પર પડશે સવાર 

ચંદ્રના દક્ષિણ ધ્રુવથી 600 કિલોમીટરના અંતરે આવેલા શિવ-શક્તિ પોઈન્ટ પર સવાર થવાની છે અને પણ કોઈ નાની-મોટી સવાર નહિ પણ 14-15 દિવસ રહે તેવી સવાર થશે. જે એક આશાની સવાર છે.સૂર્યના કિરણો જો યોગ્ય રીતે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર પર પડ્યા તો તે સ્લીપિંગ મોડથી બહાર આવશે.

હાલમાં વિક્રમ લેન્ડરનું રિસીવર ચાલુ છે અને અન્ય મશીન બંધ છે. તેવું જ પ્રજ્ઞાન રોવારમાં પણ છે. 22 સપ્ટેમ્બરે ISROના વૈજ્ઞાનિકો ફરી વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવાની કોશિશ કરશે. ત્યાં સુધીમાં લેન્ડરમાં લાગેલી બેટરી ચાર્જ થઇ જશે. અને ત્યારબાદ એક્ટીવ થઇ જશે.

4 સપ્ટેમ્બરથી વિક્રમ લેન્ડર સ્લીપિંગ મોડમાં છે. માત્ર એક રિસીવરને બાદ કરતા તેના બધા પેલોડ્સ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યાર સુધીનો બધો ડેટા બેંગ્લોર સ્થિત ISTRAC ને મળી ચુક્યો છે. જેમાં લેન્ડરની જગ્યા બદલાયેલી જાણવા મળી છે. 

સ્લીપિંગ મોડ પહેલા બધા પેલોડ્સ ચકાસવામાં આવ્યા 

વિક્રમ લેન્ડરનું સ્લીપિંગ મોડ ઓન કરતા પહેલા આ નવી જગ્યા પર તેના બધા પેલોડ્સની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ જ લેન્ડરને સ્લીપિંગ મોડનો કમાન્ડ આપવામાં આવ્યો હતો. બેંગલોરથી કમાન્ડ આપી શકાય તે માટે માત્ર રીસીવર જ ઓન રાખવામાં આવ્યું હતું. 

સૂર્ય પ્રકાશ મળતા શું થશે?

લેન્ડર અને રોવારમાં સોલાર પેનલ રાખવામાં આવી છે. જેથી તે સૂર્ય પ્રકાશથી ચાર્જ થઇ શકે અને ફરી કાર્યરત થઇ શકે. સૂર્ય પ્રકાશ મળતા તે ફરી 14-15 દિવસ કામ કરવા માટે એક્ટીવ થવાની સંભાવનાઓ છે. પરંતુ માઈનસ 250 સેલ્સિયસ નીચે સુધીનું તાપમાન જોયા બાદ ફરી એક્ટીવ થવું સરળ નથી.

ચંદ્ર પર 14-15 દિવસ બાદ સૂર્ય ઉગે છે. અને આટલા જ દિવસ માટે તે અસ્ત થાય છે. એટલે 14-15 દિવસ માટે ત્યાં સૂર્ય પ્રકાશ રહે છે. ચંદ્ર ધરીભ્રમણ કરતા કરતા પૃથ્વીની આસપાસ પણ ભ્રમણ કરે છે. આઠે તેનો એક ભાગ સૂર્યની સામે આવે છે, તો બીજો ભાગ પર સૂર્ય પ્રકાશ મળતો નથી. 

વિક્રમ લેન્ડર પર ચાર પેલોડ્સ શું કામ કરશે?

1. રંભા (RAMBHA)- આ ચંદ્રની સપાટી પર આવતા સૂર્યના પ્લાઝમા કણની ડેન્સીટી, માત્ર અને તેમાં આવેલા પરિવર્તનની તપાસ કરશે.

2. ચાસ્ટે (ChaSTE)- જે ચંદ્રની સપાટીના તાપમાનની તપાસ કરશે.

3.ઈલ્સા (ILSA)- આ લેન્ડીંગ સીટની આસપાસ ભુકંપની તપાસ કરશે.

4. લેજર રેટ્રોરીપ્લેક્ટર અરે (LRA)- આ ચંદ્રના ડાયનેમિક્સને સમજવાનો પ્રયાસ કરશે. 

પ્રજ્ઞાનનો સ્લીપિંગ મોડ

ચંદ્રયાન 23 ઓગસ્ટ, 2023ના રોજ સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે લેન્ડ થયું હતું. તે સમયે ત્યાં સુરજ ઉગેલો હતો. ISRO દ્વારા એવો પ્લાન કરવામાં આવ્યો હતો કે જે સમયે ચંદ્રયાન લેન થાય ત્યારથી 14-15 દિવસ સુધી ત્યાં સૂર્ય પ્રકાશ મળતો રહે. જે મુજબ ચંદ્રયાન કાર્યરત રહ્યું હતું. 

પ્રજ્ઞાનના પેલોડ્સ શું કામ કરશે?

1. લેજર ઈન્ડ્યુડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS)- આ એલિમેન્ટ કમ્પોઝીશનનો અભ્યાસ કરશે. જેમકે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, પોટેશિયમ, ટીન વગેરે. 

2. આલ્ફા પાર્ટીકલ્સ એક્સ-રે સ્પેકટ્રોમીટર (APXS)- આ ચંદ્રની સપાટી પર આવેલા કેમિકલ્સનની માત્રા અને ગુણવત્તાનો અભ્યાસ કરશે. આ ઉપરાંત ખનીજોની શોધ કરશે. 



Google NewsGoogle News