ISRO's Satellite Death: ISROએ દેશના નિષ્ક્રિય શક્તિશાળી ઉપગ્રહનો હિંદ મહાસાગરમાં કર્યો નાશ

ઈસરોનો સૌથી શક્તિશાળી હાઈ રીઝોલ્યુશન ઇમેજિંગ સેટેલાઈટ ડેડ થઇ ગયો છે

14 ફેબ્રુઆરી 2024માં જયારે તે પૃથ્વીના વાતાવરણમાં આવ્યો ત્યારબાદ તેને હિંદ મહાસાગરમાં છોડવામાં આવ્યું હતું.

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
ISRO's Satellite Death: ISROએ દેશના નિષ્ક્રિય શક્તિશાળી ઉપગ્રહનો હિંદ મહાસાગરમાં કર્યો નાશ 1 - image


Cartosat 2 satellite died by controlled atmospheric: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના કાર્ટોસેટ-2 ઉપગ્રહ હવે ડેડ થઇ ગયો છે. 14 ફેબ્રુઆરી 2024 ના રોજ, આ ઉપગ્રહ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ તેને હિંદ મહાસાગરમાં છોડતા તેનો અંત આવ્યો હતો. આ જ સેટેલાઈટના એક પ્રકાર કાર્ટોસેટ-2સી દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકમાં પણ મદદ કરવામાં આવી હતી. 

હાઈ રિઝોલ્યુશન ઇમેજિંગ સેટેલાઇટ

કચરો ઓછો ફેલાય અને કોઈને પણ નુકસાન ન થાય તે માટે આ સેટેલાઈટને નિયંત્રિત રીતે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ આપ્યો હતો. દેશના હાઈ-રિઝોલ્યુશન ફોટો લઇ શકાય તે માટે 10 જાન્યુઆરી 2007ના રોજ કાર્ટોસેટ-2 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેથી રસ્તાઓ બનાવવા, નકશાઓ બનાવવા તેમજ અન્ય વિકાસના કર્યો થઇ શકે. આ ઉપગ્રહની સમય મર્યાદાનો 5 વર્ષનો અંદાજ લગાવવામાં આવ્યો હતો પરંતુ તેણે 12 વર્ષ સુધી અવકાશમાં કામ કર્યું. વર્ષ 2019માં તેને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. કાર્ટોસેટ-2 હાઈ રિઝોલ્યુશન ઇમેજિંગ સેટેલાઇટ સિરીઝની બીજી પેઢીનો પ્રથમ ઉપગ્રહ હતો.

કાર્ટોસેટ-2 વર્ષ 2019 સુધી રહ્યો કાર્યરત 

સૂર્ય-સિંક્રનસ પોલર ઓર્બિટ પર આ ઉપગ્રહ તૈનાત કરવામાં આવ્યો હતો. તેનું વજન 680 કિગ્રા હતુ તેમજ પૃથ્વીથી 635 કિલોમીટરની ઊંચાઈએથી આ ઉપગ્રહે વર્ષ 2019 સુધી દેશના શ્રેષ્ઠ ફોટો મોકલ્યા હતા. શરૂઆતમાં એવી પણ આશા હતી કે 30 વર્ષમાં કાર્ટોસેટ-2 જાતે જ કુદરતી રીતે પૃથ્વી પર પડશે. પરતું વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે તેમાં બચેલા ઈંધણનો ઉપયોગ કરીને તેનો જમીન પર જ નાશ કરવામાં આવે. આથી આંતરરાષ્ટ્રીય નિયમોને અનુસરીને તેને પૃથ્વી પર પાછો લાવવામાં આવ્યો. જેથી અવકાશમાં અન્ય ઉપગ્રહ સાથે અથડાઈને આ નિષ્ક્રિય ઉપગ્રહ ખતરો ન બને. 

ઉપગ્રહનો સફળતાપૂર્વક નાશ 

ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) સેન્ટરની સિસ્ટમ ફોર સેફ એન્ડ સસ્ટેનેબલ સ્પેસ ઓપરેશન્સ (IS4OM)ની ટીમે પૃથ્વી પર સમુદ્રમાં કાર્ટોસેટ-2નું સફળ લેન્ડિંગ કર્યું. 14 ફેબ્રુઆરીના રોજ ઇલેક્ટ્રિકલ પેસિવેશન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે તે પૃથ્વીથી 130 કિલોમીટર ઉપર હતું. ત્યારબાદ 14 ફેબ્રુઆરી 2024ના રોજ બપોરે ચાર વાગ્યાની આસપાસ હિંદ મહાસાગરમાં છોડવામાં આવ્યું હતું. વાતાવરણને પાર કરતી વખતે, આ નિષ્ક્રિય ઉપગ્રહના મોટાભાગના ભાગો બળી ગયા હતા. કાર્ટોસેટ-2નો સફળતાપૂર્વક નાશ કરીને ભારતે અવકાશમાં ઘણી દુર્ઘટનાઓ અટકાવી છે.

ISRO's Satellite Death: ISROએ દેશના નિષ્ક્રિય શક્તિશાળી ઉપગ્રહનો હિંદ મહાસાગરમાં કર્યો નાશ 2 - image


Google NewsGoogle News