શું હવે બુધ પર પણ જીવન શક્ય છે ખરા? Nasa દ્વારા કરવામાં આવ્યો ચોંકાવનારો ખુલાસો
બુધ સૂર્યની સૌથી નજીક આવેલો ગ્રહ છે, જેના કારણે ત્યાં ખૂબ જ ગરમી પડતી હોવાથી ત્યાં જનજીવનની શક્યતાઓ નહિવત છે
પરંતુ તાજેતરની શોધ પરથી નાસાએ ત્યાં જનજીવનની શક્યતાઓ દર્શાવી છે
Life on Mercury Planet: Nasa એ સૂર્યના સૌથી નજીકના ગ્રહ બુધ બાબતે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એવું માનવામાં આવે છે કે બુધ સૂર્યની સૌથી નજીક હોવાથી ત્યાં ખુબ જ ગરમી પડે છે જેના કારણે ત્યાં જનજીવન શક્ય નથી. જો કે, હવે નાસા તાજેતરમાં કરવામાં આવેલી એક મોટી શોધ પરથી એવો દાવો કરે છે કે બુધ ગ્રહ પર જીવનની સંભાવના હોઈ શકે છે. તો ચાલો જાણીએ આ આખો મામલો શું છે.
પૃથ્વી જેવું જ વાતવરણ હોવાની શક્યતાઓ
બુધના ધ્રુવીય પ્રદેશોમાં મીઠાના ગ્લેશિયરના હોવાના પુરાવા મળ્યા છે. જેમાં નાસાના સોલર સિસ્ટમ અંતર્ગત રિસર્ચ કરતા વૈજ્ઞાનિકો દ્વારા આ ગ્લેશિયર જીવન ટકાવી શકે તેવો દાવો કરવામાં આવ્યો છે. ધ્રુવીય પ્રદેશમાં આ ઘણા માઈલ સુધી અસ્તિત્વ ધરાવી શકે છે, જેથી કહી શકાય કે ત્યાં પૃથ્વી જેવું જ વાતાવરણ હોવાની શક્યતાઓ છે.
આ શોધથી ફાયદો શું?
જો હિમનદીઓની શોધ સાચી સાબિત થશે તો ખગોળશાસ્ત્ર અને બ્રહ્માંડમાં જીવનના અભ્યાસમાં એક નવી જ શક્યતાઓ જોવા મળશે. જે સોલાર સિસ્ટમના આત્યંતિક વાતાવરણમાં જનજીવનના અસ્તિત્વની શક્યતાઓ દર્શાવે છે. અત્યાર સુધી બુધ સૂર્યથી સૌથી નજીક હોવાને કારણે તે ખુબ જ ગરમ હોવાથી ત્યાં જીવન મુશ્કેલ હોવાની માન્યતાઓ જોવા મળતી હતી.
બુધના ગ્લેશિયર્સ પૃથ્વીથી છે બિલકુલ અલગ
બુધ પરના ગ્લેશિયર્સ પૃથ્વી પરના ગ્લેશિયર્સ કરતા બિલકુલ અલગ હોવાનો વૈજ્ઞાનિકો દાવો કરે છે. તેમના રિસર્ચ પ્રમાણે એવું માનવામાં આવે છે કે બુધના ગ્લેશિયર્સ મીઠાના પ્રવાહમાંથી ઉદ્દભવ્યા છે અને તેઓ બુધની મુખ્ય જમીન સપાટીથી નીચે આવેલા છે. જે માત્ર એસ્ટરોઇડ સ્ટ્રાઇક દ્વારા જ જોઈ શકાય છે.