શું મોબાઈલના કારણે વધી જાય છે તમારા પર વીજળી પડવાનો ખતરો? દૂર કરો કન્ફ્યુઝન
Should We use mobile while Lightning? વરસાદની મજા માણવી કોને ન ગમે! એમાં ક્યારેક ધીમો વરસાદ તો ક્યારેક ગાજવીજ સાથે મેધ તાંડવ પણ જોવા મળતું હોય છે. એવામાં ઘણી જગ્યાએ વીજળી પણ પડતી હોય છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર લોકો એવું પણ કહી રહ્યા છે કે જયારે વીજળી પડતી હોય ત્યારે ઝાડ નીચે ન ઉભા રહેવું જોઈએ તેમજ મોબાઈલનો ઉપયોગ પણ ન કરવો જોઈએ.
શું મોબાઈલ ફોનનો વીજળી વધુ પડે છે?
ઘણા લોકોનું એવું માને છે કે ખરાબ વાતાવરણમાં મોબાઈલ વાપરવાથી વીજળી પડવાની સંભાવના વધી જાય છે. પણ વીજળી પડવાની ઘટનાને મોબાઈલ સાથે કોઈ જ સંબંધ નથી.
પહેલાના સમયમાં લેન્ડલાઇનનો ઉપયોગ થતો હતો આથી આ સમસ્યા સર્જાતી હતી. પરંતુ હાલ મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે જે નેટવર્ક ઓપ્ટીકલ ફાઈબરથી ચાલે છે. આથી મોબાઈલ પર વીજળી પડવાનો કોઈ ખતરો નથી.
કહેવાય છે કે જ્યાં ખાલી જગ્યા અને ઝાડ હોય, વીજળીના થાંભલાઓ, પાણી, મોટા મેટાલિક સ્ટ્રક્ચર્સ નજીક વીજળી પડવાની વધુ સંભાવના છે. વીજળી અને વાયર સાથે જોડાયેલી વસ્તુઓ પર વીજળી પડવાની સંભાવનાઓ વધુ હોય છે.
ઝાડ પર વીજળી કેમ પડે છે?
ઝાડ ઊંચા હોવાથી, ઝાડ પર વીજળી પડવાની ઘટના વધુ બને છે. એમાં પણ નારિયેળના ઝાડ પર આવી ઘટના સૌથી વધુ બને છે. નારિયેળના ઝાડ ઉંચા અને પોઇન્ટેડ હોવાને કારણે તેના પર વધુ વીજળી પડે છે.
વીજળી પડે ત્યારે શું કરવું જોઈએ?
જ્યારે પણ વીજળી પડતી હોય, ત્યારે ખુલ્લામાં જવાનું ટાળવું જોઈએ અને આશ્રય હેઠળ રહેવું જોઈએ. તેમજ પાણીવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ. તેમજ ઈલેક્ટ્રોનિક વસ્તુઓથી દૂર રહેવાનું કહેવામાં આવે છે કારણ કે વીજળી વાયરોમાંથી પસાર થાય છે. આ સિવાય ઝાડ નીચે જવાનું પણ ટાળવું જોઈએ.