શું હવે 24 કલાકથી વધુ લાંબો હોય છે એક દિવસ? પૃથ્વીની પ્રદક્ષિણા અંગે વિજ્ઞાનીઓનો ચોંકાવનારો દાવો

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
Earth


Days Are Getting Longer: આપણે જાણીએ છીએ કે 24 કલાકનો એક દિવસ હોય છે, જેમાં 12 કલાક દિવસના 12 કલાક રાતના હોય છે. પરંતુ વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર દિવસના સમયગાળાને લઈને મોટો દાવો કર્યો છે. એક સંસોધન અનુસાર, ધરતીના આંતરિક ભૂગર્ભ (Core)ની પરિભ્રમણ ગતી સતત ઓછી થઈ રહી છે. જેનો પ્રભાવ પૃથ્વીની પરિભ્રમણ ગતિ પર પડશે. જેથી દિવસના સમયમાં વધારો થઈ શકે છે. વૈજ્ઞાનિકોના કહેવું છે કે, આ પ્રક્રિયા વર્ષ 2010થી શરૂ થઈ ગઈ છે. આંતરિક ભૂગર્ભની પરિભ્રમણ ગતિમાં થઈ રહેલા ફેરફારોને કારણે દિવસ 24 કલાકથી વધુ લાંબો થઈ શકે છે.

પૃથ્વીના આંતરિક ભાગમાં ફેરફારો થઈ રહ્યાં છે

પૃથ્વીનું આંતરિક ભૂગર્ભ લોહ અને નિકલનું બનેલું છે. જેની ચારેય બાજુ ઓગળેલી ધાતુઓ અત્યંત ગરમ અને પ્રવાહી અવસ્થામાં હોય છે. પૃથ્વીની આંતરિક રચનામાં બીજા બે ભાગ મેન્ટલ અને ક્રર્સ્ટ છે. વૈજ્ઞાનિકોનાને પૃથ્વીની આંતરિક રચનાની માહિતી ભૂકંપના તરંગોની મદદથી મેળવે છે. ભૂકંપ સમયે સીસ્મોગ્રાફની મદદથી આ તરંગોનો અભ્યાસ કરવામાં આવે છે. જો સેકન્ડના એક અંશનો પણ ફેરફાર થયો તો આ અંતર સતત વધતું જ રહશે. આવા બે ડઝનથી વધુ સિગ્નલો મળ્યા છે. જેથી નિશ્ચિત રીતે કહી શકાય છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં ફેરફારો થઈ રહ્યાં છે. 

ધરતીના આંતરિક ભૂગર્ભની પરિભ્રમણ ગતિને લઈને અનેકવાર ચર્ચાઓ થઇ ચૂકી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ચુંબકીય ક્ષેત્રને કારણે આંતરિક ભૂગર્ભનું પરિભ્રમણ પૃથ્વીના પરિભ્રમણ કરતા ઓછું છે. આંતરિક ભૂગર્ભમાંથી બેકટ્રેકિંગને કારણે પૃથ્વીના પરિભ્રમણની ગતિને અસર કરે છે. 40 વર્ષમાં પહેલીવાર બન્યું છે કે આંતરિક ભૂગર્ભની પરિભ્રમણ ગતિ એ મેન્ટલ કરતા ઓછી છે.

શું ગ્લોબલ વોર્મિંગના કારણે દિવસ લાંબો થઈ શકે?

એક અહેવાલ અનુસાર, ગ્લોબલ વોર્મિંગના કારણે ધ્રુવ પ્રદેશોના ગ્લેશિયર અને એન્ટાર્કટિકાનો બરફ ખૂબ ઝડપથી ઓગળી રહ્યો છે અને તેના કારણે પૃથ્વીની પરિભ્રમણ ગતિ ધીમી થઇ રહી છે. જેથી દિવસની લંબાઈ વધી રહી છે. આ અસરને ઘટાડવા માટે પૃથ્વીનું પ્રવાહી સ્તર પણ ધીમું પડી રહ્યું છે. જ્યારે ઘન સ્તરની ગતિ વધી છે.


Google NewsGoogle News