Get The App

ઇન્ડિયન રેલવે ડિસેમ્બરમાં લોન્ચ કરશે સુપર એપ, જાણો શું છે તેના ફાયદા અને કેવી મળશે સુવિધાઓ

Updated: Nov 4th, 2024


Google NewsGoogle News
ઇન્ડિયન રેલવે ડિસેમ્બરમાં લોન્ચ કરશે સુપર એપ, જાણો શું છે તેના ફાયદા અને કેવી મળશે સુવિધાઓ 1 - image


Indian Railway: ઇન્ડિયન રેલવે દ્વારા ડિસેમ્બરમાં એક નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી રહી છે. આ એક ઓલ-ઇન-વન ટ્રાવેલ એપ્લિકેશન છે, જેમાંથી યુઝરને ઇન્ડિયન રેલવેની તમામ સર્વિસ એક જ એપ્લિકેશનમાં ઉપલબ્ધ થશે. સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ અને ઇન્ડિયન રેલવે કેટેરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) મળીને આ એપ્લિકેશન પર કામ કરી રહ્યા છે.

ઓલ-ઇન-વન એપ

ઇન્ડિયન રેલવે દ્વારા એક સુપર એપ બનાવવામાં આવી રહી છે. આ એપ્લિકેશનમાં ટિકીટ બૂકિંગ, પ્લેટફોર્મ ટિકીટથી લઈને ટ્રેન સ્ટેટસ ચેક અને ફૂડ કેટરિંગની સાથે ફરિયાદ કરવાની પણ સુવિધા મળશે. આ તમામ સુવિધા માટે હાલમાં અલગ-અલગ એપ્લિકેશન્સ છે. જો ઇન્ડિયન રેલવેની આ તમામ સુવિધાનો ઉપયોગ કરવો હોય, તો મોબાઇલમાં ચાર એપ્લિકેશન્સની જરૂર પડે છે. હવે આ તમામ સુવિધા એક જ એપ્લિકેશનમાં ઉપલબ્ધ થશે.

ઇન્ડિયન રેલવે ડિસેમ્બરમાં લોન્ચ કરશે સુપર એપ, જાણો શું છે તેના ફાયદા અને કેવી મળશે સુવિધાઓ 2 - image

IRCTC સંભાળશે કમાન

સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ અને પેસેન્જર વચ્ચેની કડી IRCTC છે. IRCTC અને નવી એપ્લિકેશન વચ્ચેના કનેક્શનની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ એપ્લિકેશન તૈયાર થઈ જાય બાદ એની કમાન IRCTC સંભાળશે. IRCTC દ્વારા તેની સર્વિસ અને રેવેન્યુ વધારવા માટે આ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

આ પણ વાંચો: હવે એપલ ફોટોશોપ સોફ્ટવેરને ચેલેન્જ કરશે, જાણીતી કંપની ખરીદવાની વ્યૂહરચના ઘડી

IRCTCનો પ્રોફિટ

નાણાકીય વર્ષ 2023-24માં IRCTCની રેવેન્યુ 4270.18 કરોડ છે, જેમાં 1111.26 કરોડ રૂપિયાનો નફો છે. આ રેવેન્યુમાં 30.33 ટકા ભાગ ટિકીટ બૂકિંગનો છે. આ વર્ષમાં 453 મિલિયન ટિકિટ બૂક કરવામાં આવી હતી. આ નવી એપ્લિકેશનથી યુઝરને વધુ સરળ સુવિધા પૂરી પાડવાથી ટિકિટના રેવેન્યુમાં વધુ નફો થવાની આશા રાખવામાં આવી રહી છે.


Google NewsGoogle News