Get The App

IPO અને બજારમાં તેજી, વધી ટેકનોલોજીથી

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
IPO અને બજારમાં તેજી, વધી ટેકનોલોજીથી 1 - image


- yMçkk yLku ÞwÃkeykR suðe Lkðe xufLkku÷kuSÚke Lkðk hkufkýfkhku çkòh íkhV ð¤e hÌkk Au

ગયું અઠવાડિયું ભારતીય શેરબજાર માટે બે રીતે ઐતિહાસિક બની ગયું. એક, બજાજ હાઉસિંગ ફાઇનાન્સના આઇપીઓને બમ્પર શબ્દ નાનો પડે એટલો પ્રતિસાદ મળ્યો. તમે આ વાંચતા હશો ત્યારે તો જેમને આ શેર લાગ્યા હશે એમનું રોકાણ લગભગ બમણું થઈ ગયું હશે. કંપની રૂ. ૬૫૬૦ કકરોડ ઊભા કરવા આ આઇપીઓ લાવી, પણ રોકાણકારોએ કુલ રૂ. ૩.૨૪ લાખ કરોડ આપવાની તૈયારી બતાવી! બીજું, આ એક અને તેના જેવા બીજા આઇપીઓને મળેલા પ્રચંડ પ્રતિસાદને પગલે સેન્સેક્સ પહેલી વાર ૮૩૦૦૦ના આંકને પાર કરી ગયો!

રોકાણકારોને આઇપીઓમાં આટલો રસ કેમ જાગ્યો?

મૂળ કંપનીઓનાં સારા પ્રોસ્પેક્ટ્સ તો ખરા જ, પણ એ સિવાય એક મોટું કારણ ગણાય છે - અસ્બા. એટલે કે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ. અસ્બાનો ફાયદો એ છે કે રોકાણકારે આઇપીઓમાં રોકાણ માટે પોતાના ખાતામાંથી રૂપિયા ક્યાંય જમા કરવા પડતા નથી. ફક્ત બ્લોક કરવાના રહે છે. શેર લાગ્યા તો બખ્ખાં, બાકી રૂપિયા ખાતામાં જ, હતા ત્યાં ને ત્યાં!

એટલું ઓછું હોય તેમ હવે આઇપીઓમાં તથા સેકન્ડરી માર્કેટ એટલે કે સીધા શેરમાં રોકાણ માટે યુપીઆઇનો ઉપયોગ શરૂ થયો છે. તમને હવે બજારમાં ઝંપલાવવાનો ઉત્સાહ જાગ્યો હોય તો અસ્બા અને યુપીઆઇ બંને વિશે થોડું વધુ જાણી લેવા જેવું છે.

ASBA-UPIÚke IPO{kt Mknu÷wt çkLÞwt hkufký

અત્યારે આઇપીઓને મળતા જબરા પ્રતિસાદ વિશેના સમાચારો વાંચીને તમને પણ આઇપીઓમાં રોકાણ કરવાનો ઉત્સાહ જાગતો હોય તો એ માટેના બે સહેલા રસ્તા જાણી લેવા છે. અગાઉ આપણે આઇપીઓ માટે એપ્લાય કરવું હોય તો આપણા બ્રોકરને રોકાણની રકમ પહોંચાડવી પડતી. હવે રકમ આપણા ખાતામાં રહે, છતાં આપણે આઇપીઓ સબસ્ક્રાઇબ કરી શકીએ છીએ. એ માટે એક રસ્તો છે અસ્બા અને બીજો નવો રસ્તો છે યુપીઆઇ.

અસ્બા દ્વારા ઃ ‘એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ’ (એએસબીએ-અસ્બા) એ હવે ખાસ્સી જાણીતી બની ગયેલી પદ્ધતિ છે. આ પદ્ધતિ ૨૦૦૮માં રજૂ કરવામાં આવી. કોઈ પણ આઇપીઓમાં આપણે રોકાણ કરવા માગતા હોઇએ તો તે માટે એપ્લિકેશન કરતી વખતે અસ્બા પદ્ધતિની મદદથી પોતાના બેંક ખાતામાં રોકાણની રકમ બ્લોક કરી શકીએ છીએ. આ કામ પોતાની બેંક એપમાંથી પણ થઈ શકે.

એ પછી આઇપીઓમાં સબસ્ક્રાઇબ કરવા માટેની આપણી એપ્લિકેશન સબમિટ થાય. જો આઇપીઓમાં આપણને શેર લાગે તો જ આપણા ખાતામાંથી એ રકમ ડેબિટ થાય છે. આપણને શેર ફાળવવામાં આવે નહીં તો બેંક ખાતામાં બ્લોક થયેલી રકમ છૂટી થાય છે અને આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ.

આ બહુ સુવિધાજનક વ્યવસ્થાને કારણે જ લોકોને આઇપીઓમાં વધુ રસ જાગ્યો છે.

યુપીઆઇ દ્વારા ઃ અસ્બા જેવી જ વ્યવસ્થા હવે યુપીઆઇ દ્વારા પણ લાગુ થઈ ગઈ છે.

તેનો લાભ લેવા માટે તમે તમારા પોતાના ડીમેટ એકાઉન્ટની એપમાં જઇને આઇપીઓ માટે બિડ કરવાની પ્રોસેસ શરૂ કરી શકો છો.

તેમાં કરંટ આઇપીઓ પસંદ કરીને તેને માટે જરૂરી શેરની સંખ્યા જેવી વિગતો આપ્યા પછી આઇપીઓ માટે આપણે રૂપિયા કેવી રીતે આપીશું એ પૂછવામાં આવે એ સમયે પેમેન્ટના વિકલ્પ તરીકે આપણે પોતાનો યુપીઆઇ આઇડી આપી શકીએ.

આથી આપણે જે યુપીઆઇ એપ કહી હોય, ધારો કે ગૂગલ પે, તો એ એપ ઓપન થાય છે અને તેમાં આપણા ડીમેટ એકાઉન્ટમાં આઇપીઓમાં રોકાણ માટે રકમ બ્લોક કરવાની રિકવેસ્ટ આવે છે. તેને ક્લિક કરીને આપણે યુપીઆઇ પિન આપીએ એ સાથે આપણા બેંક એકાઉન્ટમાં એ રકમ આઇપીઓમાં રોકાણ માટે બ્લોક થઈ જાય છે. આગળ જતાં જો આપણને આઇપીઓમાં શેર એલોટ કરવામાં આવે તો તેને માટેની રકમ આપણા યુપીઆઇ એકાઉન્ટ મારફત સીધી બેંક ખાતામાંથી ડેબિટ થઈ જાય છે અને જો શેર લાગે નહીં તો બ્લોક થયેલી રકમ રીલિઝ થઈ જાય છે.

þuhLke ¾heËe{kt Ãký þY ÚkkÞ છે UPILkku WÃkÞkuøk

ભારતના શેરબજારમાં લાંબા સમયથી તેજી ચાલી રહી છે ત્યારે તેમાં રોકાણ કરવાની પદ્ધતિમાં એક મોટો ફેરફાર આવી રહ્યો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) શેરબજારમાં રોકાણ માટે ‘એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ’ (એએસબીએ - અસ્બા) જેવી જ એક પદ્ધતિ લાગુ કરવાનું આયોજન કરી રહી છે. આ પદ્ધતિ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત રહેશે. આ પદ્ધતિ મોટો ક્લાયન્ટ વર્ગ ધરાવતા અને બજાર પર મોટી અસર કરતા ક્વોલિફાઇડ સ્ટોક બ્રોકર માટે ફરજિયાત બનશે.

અત્યારે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) માટે અસ્બા પદ્ધતિ અમલમાં છે. આ પદ્ધતિ જાન્યુઆરી ૨૦૧૯માં લાગુ કરવામાં આવી હતી. આપણી બેંક અસ્બા દ્વારા આઇપીઓમાં રોકાણની સગવડ આપતી હોય તો આપણે ઓપન આઇપીઓમાં રોકાણ માટે અસ્બા દ્વારા નિશ્ચિત રકમ આઇપીઓમાં રોકાણ માટે બ્લોક કરી શકીએ છીએ. આ રકમ આપણા ખાતામાં જ રહે છે, તેના પર વ્યાજ પણ મળે છે પરંતુ આપણે આઇપીઓમાં શેર એલોટમેન્ટ થાય નહીં ત્યાં સુધી લોક કરેલી રકમનો અન્ય કોઈ ઉપયોગ કરી શકતા નથી. જો આઇપીઓમાં આપણને શેર ફાળવવામાં આવે તો આ રકમ આપણા ડીમેટ એકાઉન્ટ દ્વારા  આઇપીઓ લાવનારી કંપનીમાં જમા થાય છે અને આપણા ડીમેટ એકાઉન્ટમાં આપણને મળેલા શેર આવી જાય છે. જેને આપણે ભવિષ્યમાં વેચી શકીએ છીએ.

આઇપીઓમાં રોકાણ માટે યુપીઆઇનો ઉપયોગ શરૂ થઈ ગયો છે અને હવે આઇપીઓ ઉપરાંત શેરબજારમાં સીધા રોકાણ માટે પણ યુપીઆઇ દ્વારા રકમ બ્લોક કરી શકાશે. આ માટે પણ પ્રાયોગિક ધોરણે અમલ શરૂ થઈ ગયો છે અને હવે અમુક ચોક્કસ લેવલના બ્રોકરે ફરિજિયાત આ વ્યવસ્થા પોતાના કસ્ટમર્સને આપવી પડે એ દિશામાં સેબી આગળ વધી રહી છે.

આ સૂચન પર હાલમાં વિચારણા ચાલી રહી છે અને સેબીએ આ વિશે લોકો પાસેથી સૂચનો મંગાવ્યા છે.

મતલબ કે હાલમાં આ વ્યવસ્થા રોકાણકારો અને બ્રોકર બંને માટે વૈકલ્પિક છે, પરંતુ આગળ જતાં ક્વોલિફાઇડ ટોપ બ્રોકર માટે તે ફરજિયાત બનશે.

રોકાણકારોને લાભ

નાણાની વધુ સલામતીઃ આઇપીઓની જેમ સેકન્ડરી માર્કેટમાં પણ અસ્બાની જેમ રકમ બ્લોક કરીને રોકાણ કરવાની સગવડ મળવાથી રોકાણકારોને પહેલો દેખીતો લાભ તેમના નાણાંની વધુ સલામતીનો મળશે. કેમ કે આપણે જે કોઈ રકમના શેર ખરીદવા માગતા હોઇએ તેને માટે જરૂરી રકમ આપણે ફક્ત બ્લોક કરવાની રહેશે. સીધેસીધી રકમ બ્રોકરને ફાળવવી પડશે નહીં. આથી બ્રોકર આપણા નાણાનો દુરૂપયોગ કરે કે હાથ ઊંચા કરી દે તેવું બનશે નહીં.

વ્યાજ મળશેઃ શેરબજારમાં રોકાણ માટે આપણે રકમ બ્રોકરને ટ્રાન્સફર કરી દેવાને બદલે પોતાના ખાતામાં જ રાખીને બ્લોક કરીશું તો એ રકમ પર પણ આપણને વ્યાજ મળશે. આમ શેરબજારમાં રોકાણ માટેની રકમ મોટી હોય તો વધારાનો લાભ પણ રહેશે.

વધુ પારદર્શિતાઃ આ આખી વ્યવસ્થામાં ક્લાયન્ટ તથા ક્લીયરિંગ મિકેનિઝમ વચ્ચે નાણાનું સીધેસીધું સેટલમેન્ટ થશે. બ્રોકર પર નિર્ભરતાનું પ્રમાણ ઘટશે એ કારણે પણ રોકાણકાર માટે નાણાંની સલામતી વધશે.

બ્રોકર પર અસર

જે મોટા બ્રોકરિંગ હાઉસ માટે આ વ્યવસ્થા ફરજિયાત બનશે તેમણે એ મુજબ પોતાની કામગીરીમાં ફેરફારો કરવા પડશે. પરંતુ તેમને માટે પણ આ વ્યવસ્થા લાભદાયક નીવડવાની આશા છે. કેમ કે રોકાણકારોના ફંડ મેનેજમેન્ટ બાબતે નવી વ્યવસ્થામાં ઓછું જોખમ રહેશે. તેમ જ યુપીઆઇ જેવી નવી ટેકનોલોજી અપનાવીને બ્રોકર તેમની સર્વિસ વધુ ઝડપી, સલામત અને પારદર્શક બનાવીને વધુ રોકાણકારોને આકર્ષી શકશે.


Google NewsGoogle News