આઈફોન હવે કહેશે 'આંખો દેખી '

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
આઈફોન હવે કહેશે 'આંખો દેખી ' 1 - image


- økÞk yXðkrzÞu ÷kuL[ ÚkÞu÷k ykRVkuLk 16Lkwt yuf RLxhu®Mxøk yuykR Ve[h Au - rðÍTÞwy÷ RLxur÷sLMk

કમ્પ્યૂટર, ફોન કે તેમના દ્વારા ઇન્ટરનેટ સાથેનું આપણું ઇન્ટરેક્શન શરૂઆતમાં માત્ર ટાઇપ્ડ ટેક્સ્ટ આધારિત હતું - ‘જો ભી કહેના હૈ, લીખ કર બતાઓ!’ પછી તેમાં વોઇસની સુવિધા ઉમેરાઈ, ‘એલેક્સા, ફલાણા સોંગ બજાઓ!’ વોટ્સએપમાં લાંબું લખાણ ટાઇપ કરવાને બદલે માઇક્રોફોન પર ત્રાટકી, ફટાફટ વોઇસ મેસેજ મોકલવાની કે વોઇસ ટાઇપિંગ કરવાની સૌને મજા પડી ગઈ. સમગ્ર ઇન્ટરનેટ પર ટેક્સ્ટ ઉપરાંત વોઇસનો ઉપયોગ વધ્યો છે. પછી આવ્યો નવો એંગલ - વિઝ્યુઅલ એંગલ!

આપણી આસપાસ એવું ઘણું હોય, જેને શબ્દોમાં લખીને કે બોલીને સમજાવવું મુશ્કેલ હોય. ટેક્નોલોજીએ એનો ઉપાય આપ્યો વિઝ્યુઅલ સર્ચથી. હવે એમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ઉમેરાઈ. ગૂગલે લાંબા સમયથી આવી સગવડ આપી છે અને હવે એપલે, હમણાં તેનો આઇફોન ૧૬ લોન્ચ કરતી વખતે, તેના તરફથી આવી સગવડ આપી. નામ આપ્યું ‘વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ’. આઇફોનમાં ઉમેરાયેલાં અન્ય નવાં એઆઇ ફીચર્સ વિશે તો આપણે અગાઉ વાત કરી છે, હવે થોડી આંખોં દેખીની વાત...

ગયા અઠવાડિયે એપલે દબદબાભેર તેનો આઇફોન ૧૬ લોન્ચ કર્યો. આઇફોનના દરેક વર્ઝન સાથે કંપની મોટી હાઇપ ઊભી કરતી હોય છે અને આ વખતે તો આઇફોનાં મોટા પાયે એઆઇ ફીચર્સ ઉમેરાઈ રહ્યાં હોવાની ઉત્તેજના પણ હતી. તેમાં એક સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે, એપલે ‘વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ’ પણ લોન્ચ કરી.

અલબત્ત, આ વાત બહુ નવી નથી. લગભગ આ જ પ્રકારની ગૂગલ લેન્સ સર્વિસ લાંબા સમયથી આપણને ઉપયોગી થઈ રહી છે. નવાઈજનક રીતે એપલે હવે છેક તેનો વિકલ્પ આપવાની જાહેરાત કરી છે.

આઇફોનમાં આ ફીચરના ઉપયોગ માટે એક ખાસ ‘કેમેરા કંટ્રોલ’ બટન ઉમેરાયું છે. તેની મદદથી આપણે વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ ફીચર ઓન કરી શકીશું અને એ પછી આપણને જે કોઈ બાબત વિશે વધુ જાણવાની જિજ્ઞાસા હોય તેની સામે આઇફોનનો કેમેરા ધરવાનો રહેશે.

કંપની કહે છે કે આઇફોન ડિવાઇસમાંની જ ઇન્ટેલિજન્સ તથા અન્ય એપલ સર્વિસની મદદથી વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને જે તે બાબત વિશે આપણને વધુ માહિતી આપશે. એપલનું આ નવું ફીચર આ વર્ષ પૂરું થતાં સુધીમાં આઇફોનમાં ઉમેરાઈ જાય તેવી શક્યતા છે.

એપલે આ ફીચરની ખૂબીઓ બતાવવા માટે, કોઈ વ્યક્તિ રેસ્ટોરાં સર્ચ કરવા માટે તેનો ઉપયોગ કરતી હોય તેવો ડેમો બતાવ્યો. તેમાં રેસ્ટોરાંની ઇમેજ ક્લિક કરતાં, વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ કામે લાગે છે અને યૂઝરને રેસ્ટોરાંના વર્કિંગ અવર્સ, રેટિંગ્સ, મેનૂ, ટેબલ બુકિંગની વિગતો વગેરે બધું બતાવે છે.

એ જ રીતે કોઈ ઇવેન્ટની જાહેરાત કરતું પેમ્ફ્લેટ હાથમાં હોય અને તમારે તેની વિગતો પોતાના કેલેન્ડરમાં સેવ કરી લેવી હોય, તો ફરી, વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સને કામે લગાડવાની. પેમ્ફ્લેટની ઇમેજ ક્લિક કરતાં, તેમાં લખેલું ઇવેન્ટનું ટાઇટલ, ટાઇમ,ડેટ, લોકેશન વગેરે બધી વિગતો તમે તમારા એપલ કેલેન્ડરમાં ઉમેરી શકો!

આ ફીચર આઇફોન ૧૬માં આવશે તે નક્કી છે, પણ ચોક્કસ ક્યારે આવશે તે વિશે હજી કંપનીએ ફોડ પાડ્યો નથી. આ વર્ષના અંત પહેલાં આપણને તેનો લાભ મળવા લાગે તેવી પૂરી શક્યતા છે.

મતલબ કે હવે એપલનો કેમેરા ઇમેજ ક્લિક કરવા ઉપરાંત પણ ઘણું બધું કરશે.

økqøk÷Lke ykðe s MkŠðMk Au - ÷uLMk

ગૂગલે વર્ષ ૨૦૧૭માં તેની ઇમેજ રેકગ્નિશન ટેક્નોલોજી લોન્ચ કરી હતી અને તેને નામ આપ્યું ‘ગૂગલ લેન્સ’. એન્ડ્રોઇડ સ્માર્ટફોનના યૂઝર્સ હવે ‘ગૂગલ લેન્સ’ સર્વિસથી ખાસ્સા પરિચિત છે.

સ્માર્ટફોન પછી આ ફીચર ડેસ્કટોપમાં પણ ઉમેરાયું છે. ગૂગલના સર્ચ એન્જિનમાં મોટા ભાગે આપણે કંઈ પણ લખીને કે બોલીને તેના વિશે વધુ માહિતી મેળવી શકતા હતા, પરંતુ આ દુનિયામાં એવી પણ ઘણી બાબતો છે જેને લખીને કે બોલીને સમજાવવી મુશ્કેલ હોય.

જેમ કે આપણે કોઈ બગીચામાં ફરી રહ્યા હોય અને કોઈ સુંદર ફૂલ દેખાતાં તેના વિશે વધુ જાણવાની જિજ્ઞાાસા જાગે તો એ વિશે ગૂગલમાં કેવી રીતે સર્ચ કરવું?! ગૂગલમાં શું ટાઇપ કરવું કે બોલવું? આવી બાબતો માટે ગૂગલ લેન્સ સર્વિસ કામે લાગે છે. આપણે લેન્સ સર્વિસ ઓપન કરીને ફોનનો કેમેરા ફૂલ સામે ધરીએ એટલે ગૂગલ એ ઇમેજનું એનાલિસિસ કરે અને તેના વિશે ઇન્ટરનેટ પર પાર વગરની માહિતી તારવીને આપણી સામે ધરી દે.

સર્ચ, ફોટોઝ, આસિસ્ટન્ટ, જેમિની વગેરે સર્વિસમાં ગૂગલ લેન્સનો ઉપયોગ હવે જુદી જુદી ઘણી રીતે વિસ્તરી રહ્યો છે.


Google NewsGoogle News