ઇંગ્લિશ સોકરની આગામી સિઝનમાં ઓફસાઇડ ફાઉલ છે કે નહીં એ નક્કી કરશે આઇફોન
iPhone Use in Soccer Match: યુનાઇટેડ કિંગ્ડમની આગામી સોકર સિઝનમાં ઓફસાઇડ ફાઉલ નક્કી કરવા માટે આઇફોનનો ઉપયોગ કરવામાં આવશે. ધ પ્રીમિયર લીગમાં વીડિયો ઓફિશિયલ રેફરી(VAR) સિસ્ટમની જગ્યાએ હવે આઇફોનનો ઉપયોગ કરવામાં આવશે. એપલના સ્માર્ટફોનના કેમેરાની ક્વોલિટીને કારણે એનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજે ટેક્નોલોજી ખૂબ જ એડ્વાન્સ બની ગઈ છે. આથી મોબાઇલનો ઉપયોગ એક નહીં, પરંતુ અનેક ઘણાં ઉપયોગમાં આવી શકે છે. આઇફોનના કેમેરા એટલા એડ્વાન્સ બની ગયા છે કે જે ગેમમાં સતત ઝડપથી દોડવામાં આવે એવી રમતમાં પણ નાની-નાની ભૂલો પકડી શકાય છે.
આ પણ વાંચો: ઇલોન મસ્કના Xએ એક કર્મચારીને ખોટી રીતે જોબમાંથી કાઢયો, ચૂકવવા પડશે 5.9 કરોડ રૂપિયા
કેવી રીતે આઇફોન કામ કરશે?
ધ પ્રીમિયર લીગે આ માટે જિનિયસ સપોર્ટ્સ નામની કંપનીનો કોન્ટેક્ટ કર્યો છે. આ કંપની એક સાથે ઘણાં આઇફોનનો ઉપયોગ કરે છે અને એને મશિન-લર્નિંગ મોડલ સાથે જોડે છે. એની મદદથી ગેમ દરમ્યાન જે પણ ઓફસાઇડ ફાઉલ થાય છે એ ઓટોમેટિક ખબર પડી જાય છે. 4K કેમેરા ખૂબ જ મોંઘા આવતા હોવાથી આઇફોનના 4K કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે 24થી 28 iPhone 15 pro મોડલ્સનો ઉપયોગ કરવામાં આવશે.
કેમ જરૂર પડી આ ટેક્નોલોજીની?
ઓફસાઇડ ફાઉલ ઘણી વાર ખબર નથી પડતી ખાસ કરીને ત્યારે જ્યારે એક જગ્યાએ ઘણાં પ્લેયર્સ હોય છે. ગ્રાઉન્ડ રેફરીની સાથે ઘણાં બધા કેમેરાની મદદથી ટીવી પર જોઈ રહેલાં વીડિયો ઓફિશિયલ રેફરીને પણ ઘણી વાર આ ઓફસાઇડ ફાઉલ વિશે ખહર નથી પડતી. આથી હવે આઇફોનની મદદથી મશિન-લર્નિંગ મોડલનો ઉપયોગ કરવામાં આવશે જે તરત જ ફાઉલ છે કે નહીં એ કહીં દેશે.
આ પણ વાંચો: વોટ્સએપનું આઇફોનમાં જે ફીચર હતું એ હવે એન્ડ્રોઇડમાં પણ, યુઝર્સ બનાવી શકશે કસ્ટમ સ્ટીકર્સ
સોકર લીગમાં વર્ષોથી વીડિયો ઓફિશિયલ રેફરી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં હવે બદલાવ આવી રહ્યો છે.ફિફા દ્વારા 2022માં મશિન-લર્ગિન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે 2021માં આ સિસ્ટમની ટ્રાયલ કરી હતી અને ત્યાર બાદ એનો ઓફિશિયલી ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. આ ટેક્નોલોજીની મદદથી પ્લોયર્સની બોડીના 29 પોઇન્ટ્સને ટ્રેક કરી શકાય છે. જોકે આ સિસ્ટમનો એક માઇન્સ પોઇન્ટ એ છે કે એ થોડું સમય માગી લે એવી પ્રોસેસ છે.