Get The App

આઇફોન SE સિરીઝ બંધ કરવામાં આવશે અને એની જગ્યાએ લોન્ચ થશે આઇફોન 16e?

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
આઇફોન SE સિરીઝ બંધ કરવામાં આવશે અને એની જગ્યાએ લોન્ચ થશે આઇફોન 16e? 1 - image


iPhone SE: એપલ દ્વારા તેની આઇફોનની બજેટ સિરીઝ SE લોન્ચ કરવામાં આવી હતી. આ સિરીઝ હવે બંધ કરવામાં આવી શકે છે અને એની જગ્યાએ હવે નવી સિરીઝ લોન્ચ કરવામાં આવી શકે છે. આ ફોનને હવે આઇફોન 16e નામ આપવામાં આવી શકે છે.

SE સિરીઝ

એપલ દ્વારા અત્યાર સુધી આ સિરીઝમાં ત્રણ મૉડલ લોન્ચ કરવામાં આવ્યા છે. SE4ની રાહ જોવામાં આવી રહી હતી ત્યારે હવે એ સિરીઝ બંધ કરવામાં આવશે એવી ચર્ચા છે. એપલ આ સાથે જ આઇફોનની પ્લસ સિરીઝ પણ બંધ કરવા માગે છે. પ્લસ સિરીઝની જગ્યાએ એપલ એર લોન્ચ કરવામાં આવી શકે છે.

આઇફોન 16eની ડિઝાઇન અને ફીચર

આઇફોન 16eની ડિઝાઇન આઇફોન 14 જેવી હશે એવી ચર્ચા છે. એમાં પણ વાઇડ નોચ અને ફેસઆઇડીનો સમાવેશ કરવામાં આવશે. આ આઇફોનની સાઇઝ 6.1 ઇંચ હોવાની ચર્ચા છે. એમાં સુપર XDR ડિસ્પ્લે હશે જે 60Hz પર કામ કરશે.

આઇફોન SE સિરીઝ બંધ કરવામાં આવશે અને એની જગ્યાએ લોન્ચ થશે આઇફોન 16e? 2 - image

પ્રોસેસર અને કેમેરા

આ આઇફોનમાં એપલ દ્વારા બનાવવામાં આવેલું A18 પ્રોસેસર હોવાની ચર્ચા છે. આ સાથે જ એમાં સિંગલ 48 મેગાપિક્સલનો બેક કેમેરા અને 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા હશે. 3279 mAhની કેપેસિટી ધરાવતા આ ફોનમાં 20W વાયર ચાર્જિંગ હશે. આ સાથે જ એ વાયરલેસ મેગસેફને પણ સપોર્ટ કરે છે.

એપલ ઇન્ટેલિજન્સ

આઇફોન 16eમાં એપલ ઇન્ટેલિજન્સ અને AI ટૂલ્સનો પણ સમાવેશ કરવામાં આવશે. અત્યાર સુધી આ ફીચર એપલની ફ્લેગશિપ સિરીઝમાં જ છે. જો કે હવે આ ફીચરને બજેટ આઇફોન યુઝર પણ ઉપયોગ કરી શકશે. આથી આ ફીચરને હવે દરેક યુઝર ઉપયોગ કરી શકશે. પ્રો સિરીઝનો ઉપયોગ કરનારા પણ અને આ નવા લોન્ચ થઈ રહેલા આઇફોન યુઝર પણ એનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ પર કોઈ કન્ટેન્ટ પસંદ નથી આવી રહ્યું, જાણો કેવી રીતે એને સ્ક્રીન પર આવતાં અટકાવશો

કિંમત

આઇફોન 16eની ભારતમાં કિંમત 42,000થી લઈને 46,500 સુધીમાં હોઈ શકે છે. જો કે એક વાર એ લોન્ચ થયા બાદ જ એની કિંમત ખબર પડશે. આ મોબાઇલ એપલની અફોર્ડેબલ ડિવાઇસના લિસ્ટમાં આવે છે. આઇફોનનો ઉપયોગ કરવા માગતા યુઝર જેમનું બજેટ પ્રો સિરીઝ જેટલું નથી, તેમના માટે આ આઇફોન ખૂબ જ સારો સાબિત થઈ શકે છે.


Google NewsGoogle News