Get The App

બે લાખ રૂપિયા થઈ જશે iPhoneની કિંમત! ટ્રમ્પની ટેરિફનીતિ બની માથાનો દુ:ખાવો

Updated: Apr 4th, 2025


Google News
Google News
બે લાખ રૂપિયા થઈ જશે iPhoneની કિંમત! ટ્રમ્પની ટેરિફનીતિ બની માથાનો દુ:ખાવો 1 - image


iPhone Price May Increase to 40%: આઇફોનની કિંમતમાં હવે વધારો થવાની શક્યતા છે. જો યુઝર્સ તેમના આઇફોનને અપગ્રેડ કરવા માગતા હોય તો વહેલી તકે એ કરી લેવો, કારણ કે હવે એના ભાવમાં વધારો થવાની સંભાવના છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ટેરિફનીતિ બનાવવામાં આવી છે, એના લીધે દરેક આઇફોનની કિંમતમાં વધારો જોવ મળી શકે છે. અમેરિકાના ટેરિફને જોતાં ચીને અમેરિકા પર વધારાના 34 ટકા ટેરિફ વધારી દીધુ છે. આ વધારો દસ એપ્રિલથી લાગુ પડશે.

30થી 40 ટકા વધી શકે છે કિંમત

એક રિપોર્ટ મુજબ, એપલ જો આ ટેરિફનો ભાર તેના કસ્ટમર પર નાખવાનું પસંદ કરે તો આઇફોનની કિંમતમાં 30થી 40 ટકાનો વધારો જોવા મળી શકે છે. એપલના મોટાભાગના આઇફોન ખાસ કરીને ચીનમાં પ્રોડ્યુસ કરવામાં આવે છે. એપલ દ્વારા ભારતમાં પણ એનું પ્રોડક્શન શરુ કરવામાં આવ્યું છે, પરંતુ તેમનું મુખ્ય પ્રોડક્શન ચીન છે. ટ્રમ્પની ટેરિફનીતિની અસર સૌથી વધુ ચીન પર થઈ છે. આથી એપલ પર સંકટના વાદળ જોવા મળી રહ્યા છે. એપલ આ ટેરિફ પોતે સહન કરી શકે છે અથવા તો ગ્રાહક પર પણ તે નાખી શકે છે.

આઇફોનની કિંમતમાં આટલો થઈ શકે છે વધારો

એપલની આઇફોન 16 સીરિઝનો બેઝિક ફોન આઇફોન 16ની કિંમત હાલમાં 799 અમેરિકન ડૉલર એટલે કે અંદાજે ₹68,000 છે. આ કિંમત હવે 1142 અમેરિકન ડૉલરએટલે કે અંદાજે ₹97,000 થઈ શકે છે. એપલ દ્વારા આ 43 ટકા ટેરિફ ગ્રાહક પર નાખવામાં આવ્યો તો આ નવી કિંમત બની શકે છે. આઇફોન 16 પ્રો મેક્સ, જેની સ્ક્રીન સાઇઝ 6.9 ઇંચ અને એક ટેરાબાઇટ સ્ટોરેજ છે, એની કિંમત 2300 અમેરિકન ડૉલરએટલે કે અંદાજે ₹2,00,000ની આસપાસ પહોંચી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન જે પણ વસ્તુનું ઇમ્પોર્ટ કરે છે, એના પર ટેરિફ વધારી દેવામાં આવ્યું છે. આથી ચીન દ્વારા અમેરિકાના જેટલા પણ બિઝનેસ છે, એના પર ટેરિફ વધારી દેવામાં આવ્યું છે. એની અસર હવે એપલ પર પડી રહી છે.

બે લાખ રૂપિયા થઈ જશે iPhoneની કિંમત! ટ્રમ્પની ટેરિફનીતિ બની માથાનો દુ:ખાવો 2 - image

કોઈ દયાભાવ દેખાડવામાં નહીં આવે

અગાઉ એપલને આ પ્રકારના ટેરિફમાં રાહત આપવામાં આવી હતી. જોકે હવે ચીન દ્વારા આ વખતે કોઈ દયા દેખાડવામાં નહીં આવે. એપલ હાલમાં તેમના આઇફોનને લઈને માર્કેટમાં સ્ટ્રગલ કરી રહ્યું છે અને આ પોલિટિકલ નીતિઓને કારણે પણ એની અસર કંપની પર પડશે અને એના માટે એ ખૂબ જ મુશ્કેલી ઊભી કરી શકે છે.

આ પણ વાંચો: ડિલીટ કરેલી એપ્લિકેશન જાતે જ ફરી ઇન્સ્ટોલ થઈ રહી છે આઇફોનમાં, જાણો કેમ થઈ રહ્યું છે આવું…

એપલના ગ્રાહક માટે શું ઉપાય છે?

એપલ દ્વારા જો આઇફોનની કિંમત વધારી દેવામાં આવી તો એને ખરીદનારની સંખ્યામાં ખૂબ જ ઘટાડો જોવા મળશે. એવું નથી કે સમયની સાથે એ ઘટાડો થશે, પરંતુ ભાવ વધતાંની સાથે બીજા જ દિવસથી એની અસર વેંચાણ પર જોવા મળશે. આઇફોન યુઝર્સ માટે હવે એક જ માર્ગ છે કે તેઓ એપલની મોહમાયા છોડી અન્ય કંપની તરફ પ્રયાણ કરે. આ માટે સૌથી મોટો ફાયદો સેમસંગને છે. એપલ બાદ માર્કેટમાં સેમસંગ સૌથી આગળ છે. તેમ જ સેમસંગ દ્વારા તેમનું મોટાભાગનું પ્રોડક્શન ચીનની બહાર કરવામાં આવે છે. આથી આ ટેરિફનીતિની અસર તેના પર ખૂબ જ ઓછી જોવા મળી છે. તેમ જ સેમસંગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર્સ પણ ખૂબ જ જોરદાર બનાવવામાં આવ્યા હોવાથી યુઝર્સને પૈસાની સામે પ્રોડક્ટ પણ એવી મળશે.

Tags :