Get The App

એપલ રિબ્રાન્ડિંગ કરશે આઇફોનને : પ્લસ મોડલ બનશે એર અને પ્રો મેક્સ મોડલની જગ્યા લેશે અલ્ટ્રા

Updated: Mar 18th, 2025


Google News
Google News
એપલ રિબ્રાન્ડિંગ કરશે આઇફોનને : પ્લસ મોડલ બનશે એર અને પ્રો મેક્સ મોડલની જગ્યા લેશે અલ્ટ્રા 1 - image


iPhone 17 Air and Ultra will Replace Plus and Pro Max: એપલ દ્વારા અણસાર આપવામાં આવ્યો છે કે તેમના આગામી આઇફોન 17ની લાઇનઅપમાં બદલાવ થઈ શકે છે. આ અનુસાર, એ ચર્ચાએ જોર પકડ્યું છે કે આઇફોન પ્લસ અને પ્રો મેક્સ મોડલ બંધ થઈ રહ્યા છે અને તેની જગ્યા અનુક્રમે એર અને અલ્ટ્રા મોડલ લેશે. એપલ હવે તેમના ઉત્પાદનોનું રીબ્રાંડિંગ કરી રહ્યું છે. આથી જ તેમણે આઇફોન SEની જગ્યાએ આઇફોન 16e લોન્ચ કર્યો છે.

પ્રીમિયમ મોડલ હવે બનશે અલ્ટ્રા?

આઇફોન 17 સપ્ટેમ્બરમાં લોન્ચ થવાનો છે. એપલ તેમના પ્રીમિયમ મોડલમાં પ્રો અને પ્રો મેક્સનો સમાવેશ કરે છે. પ્રો મેક્સ ખૂબ જ હાઇ-એન્ડ ડિવાઇસ છે. આ ડિવાઇસની જગ્યા હવે અલ્ટ્રા લેશે એવી ચર્ચા છે. એપલ દ્વારા 2022માં આઇવોચ અલ્ટ્રા લોન્ચ કરવામાં આવી હતી અને હવે એ આઇફોનમાં પણ લોન્ચ કરાશે. તેમ જ આઇફોન 17માં ડાયનામિક આઇલેન્ડ પણ પહેલાં કરતાં નાનો હશે. આઇફોનમાં હવે કૂલિંગ સિસ્ટમનો પણ સમાવેશ કરવામાં આવશે જેથી આઇફોન વધુ ગરમ નહીં થાય.

એપલ રિબ્રાન્ડિંગ કરશે આઇફોનને : પ્લસ મોડલ બનશે એર અને પ્રો મેક્સ મોડલની જગ્યા લેશે અલ્ટ્રા 2 - image

આઇફોન હવે બનશે વધુ પાતળો

આઇફોન 17ની લાઇનઅપમાં હવે એર મોડલનો સમાવેશ કરવામાં આવશે. આ એર હવે પ્લસ મોડલની જગ્યા લેશે. આ પ્લસ મોડલ કરતાં એ 30 ટકા પાતળો હશે. પ્લસ મોડલ 6.7 ઇંચનો હતો અને હવે આઇફોન એર 6.6 ઇંચનો હશે. એટલે કે એ થોડો નાનો રહેશે.

આ પણ વાંચો: ગૂગલને લઈને નવો વિવાદ: ફોટો પરથી AIએ વોટરમાર્ક કાઢી નાખતાં શરૂ થઈ કન્ટ્રોવર્સી

સ્ટાન્ડર્ડ અને પ્રો મોડલમાં કોઈ બદલાવ નહીં

આઇફોન 17માં સ્ટાન્ડર્ડ અને પ્રો મોડલ્સ બન્નેનો સમાવેશ કરવામાં આવશે. એપલ દ્વારા એકદમ નીચલા મોડલ અને એકદમ ટોચના મોડલમાં બદલાવ કરવામાં આવ્યો છે. પરંતુ વચ્ચેના બે મોડલ, જેને મિડ-રેન્જ કહેવામાં આવે છે, તેમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. જોકે આ માહિતી લીક દ્વારા સામે આવી છે. એપલ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. એ વિશે તો સપ્ટેમ્બરમાં જ જાણી શકાય.

Tags :