આઇફોન 16ના લોન્ચ પહેલાં લીક થઈ કિંમત, ભારતમાં કેટલા રૂપિયામાં મળી શકે છે નવો મોબાઇલ?
તસવીર : MacRumors |
iPhone 16 Price Leaked: આઇફોન 16 સિરીઝ લોન્ચ પહેલાં જ એની કિંમત લીક થઈ છે. ભારતમાં આ આઇફોનની કિંમતને લઈને ઘણી ઉત્સુક્તા થઈ રહી છે. કેલિફોર્નિયામાં આવેલા એપલ પાર્કમાં નવમી સપ્ટેમ્બરે એપલને લોન્ચ કરવામાં આવશે. આ ઇવેન્ટમાં એપલ આઇફોન સિરીઝ 16, આઇવોચ સિરીઝ 10 અને થર્ડ જનરેશન એરપોડ લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચ પહેલાં એપલ હબ દ્વારા એની પ્રાઇઝ લીક કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઓડિયો મેસેજને ટેક્સ્ટ નોટ્સ બનાવવી છે, વોટ્સએપ લઈને આવ્યું ટ્રાન્સક્રિપ્શન ફીચર
આઇફોન 16ની લીક થઈ પ્રાઇઝ
એપલ હબ દ્વારા લીક કરવામાં આવેલી પ્રાઇઝમાં બેસિક મોડલ એટલે કે આઇફોન 16ની કિંમત 799 ડોલર છે જે ભારતમાં 67,100ની આસપાસ છે. આઇફોન 16 પ્લસ મોડલ 899 ડોલર એટલે કે અંદાજે 75,500 છે. આઇફોન 16 પ્રોની સ્ટાર્ટિંગ પ્રાઇઝ 1099 ડોલર છે જે અંદાજે 92,300 થાય છે. આઇફોન 16 પ્રો મેક્સની શરુઆતની પ્રાઇઝ 1199 ડોલર એટલે કે 1,00,700ની આસપાસ થાય છે. જોકે આ પ્રાઇઝ ફાઇનલ હોય એ જરૂરી નથી. તેમ જ ભારતમાં એની કિંમત આના કરતાં વધુ હોઈ શકે છે કારણ કે એમાં માર્કઅપ ફી અને ઇમ્પોર્ટ ડ્યુટીનો પણ સમાવેશ કરવામાં આવશે.
તસવીર : MacRumors |
આઇફોન 16 સિરીઝના શું હોઈ શકે છે સ્પેસિફિકેશન?
એપલ આઇફોન 16 અને એપલ 16 પ્લસ 60Hz રીફ્રેશ રેટ ડિસ્પ્લે અને એલ્યુમિનિયમની બોડીનો સમાવેશ કરવા આવ્યો છે. આઇફોન 16 સિરીઝમાં એપલ ઇન્ટેલિજન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આઇફોન 15 સિરીઝના પ્રો મોડલ્સમાં જ આ ફીચર આપવામાં આવશે. આઇફોન 16 અને આઇફોન 16 પ્લસમાં 512 GB સુધીની સ્ટોરેજનો સમાવેશ કરવામા આવશે. એમાં A17 બાયોનિક ચિપસેટ હશે. તેમ જ આ આઇફોન અનુક્રમે 6.1 ઇન્ચ અને 6.7 ઇન્ચના હશે. આ બન્ને આઇફોનમાં 12 MPનો અલટ્રા-વાઇડ કેમેરા હશે જેમાં 2x ઓપ્ટિકલ ઝૂમનો સમાવેશ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. આઇફોન 16માં 3561 mAh અને આઇફોન 16 પ્લસમાં 4006 mAhની બેટરી હોવાની ચર્ચા છે.
આઇફોન 16 અને આઇફોન 16 પ્લસમાં 1 TB સુધીની સ્ટોરેજનો સમાવેશ કરવામા આવશે. એમાં A18 પ્રો ચિપસેટ હશે. 120Hz રીફ્રેશ રેટ ડિસ્પ્લેની ધરાવતા આઇફોન અનુક્રમે 6.3 ઇન્ચ અને 6.9 ઇન્ચના હશે. આ બન્ને આઇફોનમાં 48 MPનો અલટ્રા-વાઇડ કેમેરા હશે જેમાં 5x ઓપ્ટિકલ ઝૂમનો સમાવેશ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. આઇફોન 16 Proમાં 3355 mAh અને આઇફોન 16 પ્લસમાં 4676 mAhની બેટરી હોવાની ચર્ચા છે.