Get The App

આઇફોન 16 લોન્ચ થવા પહેલાં જ ડિમાન્ડમાં. ફોક્સકોન કંપનીએ નવા મોડલને અસેમ્બલ કરવા માટે 50000 નવા કર્મચારીઓને નોકરીએ રાખ્યા

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
આઇફોન 16 લોન્ચ થવા પહેલાં જ ડિમાન્ડમાં. ફોક્સકોન કંપનીએ નવા મોડલને અસેમ્બલ કરવા માટે 50000 નવા કર્મચારીઓને નોકરીએ રાખ્યા 1 - image


iPhone Demand: આઇફોન 16ના પ્રોડક્શન માટે ચીનની ફોક્સકોન કંપનીએ નવા 50000 વ્યક્તિને હાયર કર્યા છે. એપલે ગયા વર્ષ કરતાં આ વર્ષે તેમના પ્રોડક્શનમાં દસ ટકાનો વધારો કર્યો છે. આથી તેમનો ટાર્ગેટ 90 મિલ્યન યુનિટ છે. એપલ દર વર્ષે સપ્ટેમ્બરમાં નવું મોડલ લોન્ચ કરે છે અને એને હવે એક મહિનો જ બાકી રહ્યો હોવાથી ટાર્ગેટ પૂરો કરવા માટે કંપનીઓ કામ ઝડપથી શરૂ કર્યો છે.

વ્યક્તિઓની ડિમાન્ડ

આઇફોનના નવા મોડલના 80 ટકા સપ્લાઇને અસેમ્બલ ચીનની ફોક્સકોન કંપનીમાં કરવામાં આવે છે. ચીનમાં આવેલી આ ધ ઝેનઝો ફેસિલિટીને ‘આઇફોન સિટી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓગસ્ટથી ડિસેમ્બર સુધી આઇફોનની ખૂબ જ ડિમાન્ડ હોય છે અને એને પહોંચી વળવા માટે કંપનીએ જુલાઈના અંતથી લોકોને હાયર કરવાનું શરૂ કરી દીધુ હતુ. આ માટે દર કલાકે ચૂકવવામાં આવતી રકમમાં 25 યુવાનનો વધારો એટલે કે 300 રૂપિયાનો વધારો કર્યો છે. તેમ જ હાયરિંગ બોનસ 6000 યુઆન એટલે કે અંદાજે 70300 રૂપિયાથી વધારીને 7500 યુઆન એટલે કે 87850 રૂપિયા કરી દીધુ છે.

આઇફોન 16 લોન્ચ થવા પહેલાં જ ડિમાન્ડમાં. ફોક્સકોન કંપનીએ નવા મોડલને અસેમ્બલ કરવા માટે 50000 નવા કર્મચારીઓને નોકરીએ રાખ્યા 2 - image

આઇફોન કેમ ડિમાન્ડમાં?

આઇફોન 16માં આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સનો પહેલી વાર સમાવેશ કરવામાં આવશે. સેમસંગે તેની ગેલેક્સી સિરીઝના નવા મોબાઇલમાં AIનો સમાવેશ કર્યો છે. આથી દરેક વ્યક્તિ હવે આઇફોનમાં શું લઈને આવશે એની રાહ જોઈ રહ્યું છે. એપલે પણ એ વાતની ખાતરી આપી છે કે તેમનો નવો આઇફોન AIથી ભરપૂર હશે. હવે એ શું-શું કરી શકે એ માટે લોન્ચ થાય એની રાહ જોવી. આ ડિમાન્ડને કારણે એપલે સેમસંગને 80 મિલ્યન ડિસ્પ્લે અને એલજીને 43 મિલ્યન ડિસ્પ્લેનો ઓર્ડર આપ્યો છે.

આવી રહ્યો છે ફોલ્ડેબલ આઇફોન અને નવું હાઇબ્રિડ ગેજેટ્સ. 2026માં એપલ એને લોન્ચ કરે એવી શક્યતા, જેમાં આઇપેડ અને મેકબૂકના ફીચર્સ હશે

કયા કયા મોડલમાં સપોર્ટ કરી શકે છે AI?

એપલ આઇફોન 16ને સપ્ટેમ્બરની 6થી 12 દરમ્યાન ક્યારેય પણ લોન્ચ કરી શકે છે. આ સિરીઝના દરેક મોડલ AIને સપોર્ટ કરશે. જોકે આઇફોન 15 pro  અને 15 pro max પણ AI સપોર્ટ કરશે એવું કહેવામાં આવી રહ્યું છે. જો સોફ્ટવેરની મદદથી જે પણ AIના ફીચર્સ હશે એ મોટાભાગના આઇફોનમાં ચાલશે, પરંતુ હાર્ડવેરની મદદથી AI ફીચર્સ હશે એ સિલેક્ટેડ મોડલ્સમાં જ જોવા મળશે.


Google NewsGoogle News