Get The App

ચાર્જિંગ દરમિયાન ફાટ્યો આઇફોન 14 પ્રો મેક્સ, મહિલાને થઈ ઇજા

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
ચાર્જિંગ દરમિયાન ફાટ્યો આઇફોન 14 પ્રો મેક્સ, મહિલાને થઈ ઇજા 1 - image


iPhone Blast: આઇફોન 14 પ્રો મેક્સને લઈને હાલમાં એક ઘટના ઘટી છે જેમાં મહિલાને ઇજા થઈ છે. આ महिलાનો આઇફોન ચાર્જિંગમાં હતો ત્યારે એ ફાટ્યો હતો અને તેને ઇજા થઈ હતી. આ ઘટના ચીનના શાંક્ષીની છે. આ આઇફોન એટલો જોરથી ફાટ્યો હતો કે તેના ઘરની દિવાલ અને બેડ પણ કાળા પડી ગયા હતા. તે જ્યારે ઊંઘમાં હતી ત્યારે ઘડાકો થયો હતો અને તે જેમ જ મોબાઇલ ચેક કરવા ગઈ કે તે હાથમાં દાઝી ગઈ હતી. ત્યાર બાદ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી અને તેમણે કહ્યું હતું કે બેટરી ફેઇલ થઈ હોવાથી આઇફોન ફાટ્યો હતો.

એપલનો પ્રતિસાદ

એપલ દ્વારા એ પ્રતિસાદ આપવામાં આવ્યો હતો કે ભલે યુઝરની વોરંટી પૂરી થઈ ગઈ હોય, પરંતુ તે હજી પણ એપલ પાસેથી મદદ માગી શકે છે. આ સાથે જ એપલે આ યુઝર પાસે આઇફોનને એનાલિસિસ કરવા માટે માગ્યો છે. જો તેમાં શું ભૂલ હતી એ જાણી શકાય તો ભવિષ્યમાં આગામી પ્રોડક્ટ્સમાં એ ન થાય તેનું ધ્યાન રાખી શકાય. આ આઇફોન 2022માં ખરીદવામાં આવ્યો હતો જેથી તેની વોરંટી પૂરી થઈ ગઈ હતી.

ચાર્જિંગ દરમિયાન ફાટ્યો આઇફોન 14 પ્રો મેક્સ, મહિલાને થઈ ઇજા 2 - image

આ પહેલી ઘટના નથી

આ ઘટના ભલે ચીનમાં થઈ હોય, પરંતુ દુનિયાભરની ઘણી જગ્યાએ આઇફોન બ્લાસ્ટ થવાના સમાચાર આવી રહ્યાં છે. આ બ્લાસ્ટ થવા પાછળનું મુખ્ય કારણ આઇફોનને આખી રાત ચાર્જમાં મૂકવામાં આવવું છે. મોટાભાગના આઇફોન આખી રાત ચાર્જમાં મૂકવા લીધા હોવાથી ફાટ્યા હતા, અથવા તો એડેપ્ટર ગરમ થઈ જવાને કારણે આ થાય છે.

આ પણ વાંચો: એપલની ઇન્વેસ્ટર્સને ચેતવણી: આગામી પ્રોડક્ટ્સ આઇફોન જેટલો પ્રોફિટ નહીં કરે

સેફ્ટીને મહત્ત્વ

દરેક યુઝરે આ માટે સેફ્ટીને મહત્ત્વ આપવું જોઈએ. કોઈ પણ યુઝરે મોબાઇલને આખી રાત ચાર્જ ન કરવો જોઈએ. તેમ જ મોબાઇલને ચાર્જમાં મૂકીને ઘર બંધ કરીને પણ ન જવું જોઈએ. મોબાઇલ ચાર્જ થઈ ગયા બાદ સ્વિચ બંધ કરી દેવી જોઈએ. એડેપ્ટરને પ્લગમાં રાખીને સ્વિચ ચાલુ રાખવાથી તે સતત એક્ટિવ રહે છે અને ગરમ થતું રહે છે. આથી તેને બંધ કરવું જરૂરી છે. જો મોબાઇલ અથવા તો એડેપ્ટર તરત ગરમ થઈ જતું હોય અને એમાંથી ગંધ આવતી હોય તો તરત જ તેને કસ્ટમર કેરમાં લઈ જવું. આ એક નાની વસ્તુ છે, પરંતુ તે ખૂબ જ મોટી દુર્ઘટનાથી બચાવી શકે છે. ચીનમાં એક યુઝરનો આઇફોન ફાટ્યો હતો અને તે કારણે સોફા બળી ગયો હતો. ઊંઘમાં સોફા પર આગ લાગી હોય અને તેના પર કોઈ સૂતું હોય તો મોટી ઘટના થઈ શકે છે. આથી હંમેશાં મોબાઇલ ત્યારે જ ચાર્જમાં મૂકવો જ્યારે તમે તેની આસપાસ હો અને તે ચાર્જ થઈ જતાં સ્વિચ બંધ કરી શકો.


Google NewsGoogle News