ઇન્ટરસ્ટેશિયમ માનવ શરીરનું ગણાય છે નવું અંગ,તેની અંદર હોય છે પ્રોટિનનું લેયર

સ્કિન ઉપરાંત આંતરડા, ફેફસા અને માંસપેશીઓમાં પણ હોય છે

આ ઇન્ટરસ્ટેશિયમ શરીરના ટીશ્યુને બચાવી રાખવાનું કામ કરે છે.

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News


ઇન્ટરસ્ટેશિયમ માનવ શરીરનું ગણાય છે નવું અંગ,તેની અંદર હોય છે પ્રોટિનનું લેયર 1 - image

ન્યૂયોર્ક,4 ઓકટોબર,2023,બુધવાર 

માનવ શરીરના અંગો સ્વતંત્ર રીતે કામ કરે છે છતાં એક બીજા સાથે જોડાયેલા છે પરંતુ મેડિકલ સાયન્સે શોધેલું એક એવું અંગ જેના વિષે ભાગ્યે જ કશું ક જાણે છે. આ અંગનું નામ ઇન્ટરસ્ટેશિયમ છે. આ અંગની શોધ મેડિકલ સાયન્સના ફિલ્ડમાં મોટી સફળતા ગણાય છે. સંશોધકોનું માનવું છે. ઇન્ટરસ્ટેશિયમની મદદથી કેન્સર શરીરમાં કેવી રીતે ફેલાય છે તે જાણી શકાય છે.

આપણી બોડીની સ્કિનની અંદર એક લેયર હોય છે જેને આપણે ટિશ્યુ કહીએ છીએ. તેની અંદર તરલ પદાર્થોથી ભરેલું એક કમ્પાર્ટમેન્ટસ હોય છે જેને ઇન્ટરસ્ટેશિયમ એવું નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ઇન્ટરસ્ટેશિયમ સ્કિન ઉપરાંત આંતરડા, ફેફસા, રકત નલિકાઓ અને માંસપેશીઓમાં પણ હોય છે. આ લચિલા અને સુવાળા ઇન્ટરસ્ટેશિયમની અંદર પ્રોટિનનું લેયર હોય છે. 

ઇન્ટરસ્ટેશિયમ માનવ શરીરનું ગણાય છે નવું અંગ,તેની અંદર હોય છે પ્રોટિનનું લેયર 2 - image

આ ઇન્ટરસ્ટેશિયમ શરીરના ટીશ્યુને બચાવી રાખવાનું કામ કરે છે. માઉન્ડ શિનાડ બેથ ઇઝરાયેલ મેડિકલ સેન્ટરના મેડિકસના ડૉકટર ડેવિડ કાર લોકસ અને ડૉ પેટ્રોસ બેનિયાસ એક હ્વુમન બોડીમાં કેન્સર કેવી રીતે ફેલાય છે તે શોધવા માટે પિતાશયની તપાસ કરી રહયા હતા.

આ દરમિયાન ત્યારે તેમના ધ્યાનમાં આ વિશિષ્ટ ટિશ્યું પર પડી જેને ઇન્ટરસ્ટેશિયમ નામ આપ્યું હતું. ઇન્ટરસ્ટેશિયમ શરીરના મોટા અંગોમાનું એક છે. એવો દાવો કરવામાં આવી રહયો છે કે માનવ શરીરમાં આ નવા અંગની શોધ વૈજ્ઞાનિકોને કેન્સર માટે નવા ટેસ્ટ વિકસિત કરીને તેને સમજવા માટે ઉપયોગી બનશે.



Google NewsGoogle News