Get The App

Google Pay, PhonePe, Paytm, BHIMથી 45 દિવસ સુધી મળશે વગર વ્યાજે રૂપિયા, જાણો NPCIના 10 મોટા ફેરફાર

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
Google Pay, PhonePe, Paytm, BHIMથી 45 દિવસ સુધી મળશે વગર વ્યાજે રૂપિયા, જાણો NPCIના 10 મોટા ફેરફાર 1 - image


નવી મુંબઇ,તા. 2 જાન્યુઆરી 2024, મંગળવાર 

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ નવા વર્ષથી UPI પેમેન્ટના ઘણા નિયમો બદલ્યા છે. દૈનિક રકમની ચૂકવણીની મર્યાદા પણ વધારવામાં આવી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ આવા દસ ફેરફારો કર્યા છે. 

શું છે આ 10 ફેરફારો 

1. જો તમે Google Pay, PhonePe, Paytm, BHIM અથવા અન્ય UPI દ્વારા નવા નંબર પર 2000 રૂપિયાથી વધુની ચુકવણી કરો છો, તો પ્રથમ ચુકવણી ચાર કલાક પછી જ કરવામાં આવશે. આ ચાર કલાક દરમિયાન પેમેન્ટ રોકી શકાય છે અને રકમ પણ બદલી શકાય છે.

2. હવે કોઈપણ UPI દ્વારા એક દિવસમાં 5 લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરી શકાશે. પહેલા આ રકમ માત્ર એક લાખ રૂપિયા હતી. આ સેવા માત્ર શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલો પર જ લાગુ કરવામાં આવી છે. અન્ય કોઈ માટે આ સુવિધા ઉપલબ્ધ નથી.

3 હવે જો તમારા ખાતામાં પૈસા ન હોય તો પણ UPI Now દ્વારા મર્યાદિત રકમ સુધીની ચુકવણી કરી શકાય છે. આ રકમ તમને 45 દિવસ સુધી વ્યાજ વગર ઉપલબ્ધ રહેશે.

4 હવે ટૅપ એન્ડ પે માધ્યમ દ્વારા QR વિના ચુકવણી કરી શકાય છે. તમારે ફક્ત તમારા મોબાઈલની NFC ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો રહેશે. 

5 હવે યુપીઆઈ દ્વાર  SIP, વીમા પ્રીમિયમ અને અન્ય બેંકિંગ ચૂકવણી કરવાની મર્યાદા 15,000 રૂપિયા હતી. તે હવે વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.Google Pay, PhonePe, Paytm, BHIMથી 45 દિવસ સુધી મળશે વગર વ્યાજે રૂપિયા, જાણો NPCIના 10 મોટા ફેરફાર 2 - image

6 NPCI એ 1 જાન્યુઆરી, 2024 થી દૈનિક ટ્રાન્સફરની રકમમાં પણ વધારો કર્યો છે. હવે 1 લાખ રૂપિયા સુધીની દૈનિક ચુકવણી 24 કલાકમાં કરી શકાશે.

7. હવે UPI દ્વારા કોઈને પેમેન્ટ કરતી વખતે તેના બેંક ખાતામાં નોંધાયેલ નામ બતાવવામાં આવશે.

8 હવે Google Pay, PhonePe, Paytm, BHIMના વોલેટ પેમેન્ટ પર 1.1 ટકા ચાર્જ ચૂકવવો પડશે.

9. જાપાનની કંપની હિટાચી હવે સમગ્ર દેશમાં UPI ATM લગાવશે. તેના દ્વારા રોકડ વ્યવહારો ખૂબ જ સરળતાથી કરી શકાય છે.

10. હવે જે ID એક વર્ષથી ડિએક્ટીવ છે તેમાંથી કોઈ ચુકવણી થશે નહીં. NPCIએ આવા તમામ ખાતા બંધ કરવાનો આદેશ જારી કર્યો છે


Google NewsGoogle News