Get The App

ઇન્સ્ટાગ્રામની નવી ભેટ : એડિટ્સ એપ

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
ઇન્સ્ટાગ્રામની નવી ભેટ : એડિટ્સ એપ 1 - image


- RLMxkøkúk{ {kxu ðerzÞku r¢yuþLk nðu ðÄw Mknu÷wt çkLÞwt

હમણાં ફેસબુક પર ખાસ્સા સક્રિય અને પોપ્યુલર એક સ્વજને વાતવાતમાં પૂછ્યું કે ‘ઇન્સ્ટાગ્રામ માટે સારી રીલ્સ કેવી રીતે બનાવી શકાય?’’ સારી રીલ માટે તેમાં ઘણી બાબતો હોવી જરૂરી છે, એ બાબતો એમની  એફબી પોસ્ટમાં હોય છે, પણ તેમનો સવાલ વીડિયો એડિટિંગ સંદર્ભે હતો. લાગે છે કે એ સ્વજનના મનની વાત ઇન્સ્ટાગ્રામ સુધી પહોંચી ગઈ છે. કંપનીએ તેમને માટે ખાસ એપ તૈયાર કરી છે - એડિટ્સ.

એક સમયે ભારતમાં ટિકટોકની બોલબાલા હતી ત્યારે વીડિયો ક્રિએટર્સમાં કેપકટ એપનો પણ ક્રેઝ હતો. ટિકટોક અને કેપકટની માલિકીની એક જ કંપનીની છે. ભારતમાં ટિકટોક સાથે કેપકટ પર પણ પ્રતિબંધ મુકાયો. ભારતમાંથી ટિકટોકની વિદાયનો ઇન્સ્ટાગ્રામે ભરપૂર લાભ ઉઠાવ્યો. ઇન્સ્ટાગ્રામની રીલ્સ અને સ્ટોરીઝ ભારતમાં બેહદ પોપ્યુલર થઈ છે. ઇન્સ્ટાગ્રામે કેપકટનો વિકલ્પ આપવામાં ઘણું મોડું કર્યું, પણ દેર આયે, દુરસ્ત આયે!

yurzxTMk yuÃkLkkt {wÏÞ MkuõþLk Mk{Syu

ઇન્સ્ટાગ્રામની અલગ એડિટ્સ એપમાં વીડિયોના આઇડિયાથી લઈને વિવિધ રીતે એડિટિંગ અને છેવટે શેરિંગ સુધીની બધી બાબતોને આવરી લેવામાં આવી છે.

આઇડિયાઝ

આ સેકશનમાં આપણે જે વીડિયો ક્રિએટ કરવા ઇચ્છતા હોઇએ તેના વિશેની વિવિધ નોંધ ટપકાવી શકીએ છીએ. રેફરન્સ કે ઇન્સ્પિરેશન તરીકે આપણે ઇન્સ્ટાગ્રામમાંથી સેવ કરેલી રીલ્સ પર પણ નોટ ઉમેરી શકાય. તેને આપણે પોતાના પ્રોજેક્ટમાં વાપરી પણ શકીએ છીએ. 

ઇન્સ્પિરેશન

ઇન્સ્ટાગ્રામ એપમાંની ‘એક્સપ્લોર’ ટેબ જેવું જ આ સેકશન છે. તેમાં આપણા પ્રોજેક્ટ્સમાં ઉપયોગી થઈ શકે તેવું કન્ટેન્ટ, પોપ્યુલર ઓડિયો તથા ટ્રેન્ડિંગ રીલ્સ જોવા મળે છે. આપણે ‘યૂઝ ઓડિયો’ પર ટેપ કરીને તેને પ્રોજેક્ટમાં ઉમેરી શકીએ કે રીલને આપણા આઇડિયાઝ સેકશનમાં સેવ કરી શકીએ.

પ્રોજેક્ટ્સ

આપણા તમામ વીડિયો પ્રોજેક્ટનું આ હોમ છે તથા એપનો મેઇન લેન્ડિંગ સ્ક્રીન છે. અહીં આપણે પોતાના તમામ ચાલુ પ્રોજેક્ટ જોઈ શકીએ અને પ્લસ આઇકન પર ક્લિક કરીને વીડિયો ક્રિએશનનો નવો પ્રોજેક્ટ શરૂ કરી શકીએ. અહીંથી જુદા જુદા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સ્વિચ પણ કરી શકાય.

એડિટ્સ

આપણે કોઈ પણ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરીએ ત્યારે ઉપરના ભાગમાં ઓવરવ્યૂ અને નીચે ટાઇમલાઇન દેખાય. તેમાં આપણે જુદી જુદી રીતે ઘણી વાતો એડિટ કે એડજસ્ટ કરી શકીએ. કહો કે એડિટ્સ ભાગનું હાર્દ આ જ ભાગમાં છે. અહીં આપણે પ્રોજેક્ટ પર કામ કરીએ છીએ.

રેકોર્ડ

આ સેકશનની મદદથી આપણે ઇન-એપ કેમેરા ઓન કરી શકીએ. જેનાથી ડાયરેકટલી એડિટ્સ એપમાંથી આપણે નવું વીડિયો કન્ટેન્ટ કેપ્ચર કરી શકીએ. યાદ રાખશો કે એડિટ્સ એપમાં આપણે પહેલેથી રેકોર્ડ કરીને ફોનમાં સેવ કરેલી વીડિયો ક્લિપ્સનો પણ ઉપયોગ કરી શકીએ છીએ.

ઇનસાઇટ્સ

આ સેકશનની મદદથી આપણે ક્રિએટ કરેલી રીલ્સનું પરફોર્મન્સ કેવું છે તે વિશે વિવિધ બાબતો જાણી શકાય છે. અહીંથી આપણે વ્યૂઝ, લાઇક્સ, કમેન્ટ્સ તથા કેટલા લોકો આપણા વીડિયો સ્કીપ કરી જાય છે કે વીડિયો પૂરેપૂરો જોવા અટકે છે એ બધી ઇનસાઇટ્સ મેળવી શકીએ છીએ.

yurzxTMk yuÃk{kt ykÃkýu þwt fhe þfeyu?

એડિટ્સ એપ ઇન્સ્ટાગ્રામના કન્ટેન્ટ ક્રિએટરની બધી જરૂરિયાત પૂરી કરે છે. તેમાં તમારી રીલ બનાવો અને ચાહો ત્યારે ઇન્સ્ટા પર શેર કરી શકો.

એડિટ્સની શરૂઆત

આપણે એન્ડ્રોઇડ કે આઇફોનમાં એડિટ એપ ઇન્સ્ટોલ કરીએ એ પછી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી આપણે લોગઇન કરવાનું રહે છે. એડિટ્સ એપ ખાસ ઇન્સ્ટાગ્રામના કન્ટેન્ટ ક્રિએટરની જરૂરિયાતો પૂરી કરવા માટે જ ડિઝાઇન કરવામાં આવી છે.

તેમાં બીગીનર્સથી માંડીને સોશિયલ મીડિયા પ્રોફેશનલ્સની આઇડિયાથી શેરિંગ સુધીની જરૂરિયાતો પૂરી કરે તેવાં ટૂલ્સ છે. આ એપમાં આપણે ૧૦ મિનિટ સુધીનો વીડિયો કેપ્ચર કરી, તેને એડિટ કરી શકીએ.

ટ્રીમ અને કટ

એડિટ્સ એપમાં આપણે નવા વીડિયોનો પ્રોજેક્ટ શરૂ કરીએ એ પછી તેમાં પહેલેથી રેકોર્ડ કરેલ અથવા ઇન-એપ કેમેરાની મદદથી નવો વીડિયો કેપ્ચર કરીને તેને એડિટ કરી શકીએ છીએ.

એપમાં આપણે આ વીડિયો ક્લિપના શરૂઆત અને અંત ભાગને ચોકસાઈ સાથે ટ્રીમ કરી શકીએ. તેમ જ ક્લિપ્સમાંનું વચ્ચેનું વણજોઇતું ફૂટેજ દૂર કરી શકીએ. ટાઇમલાઇન પર દેખાતાં સ્ટાર્ટ અને એન્ડ પોઇન્ટ્સને જરૂર મુજબ ડ્રેગ કરીને વીડિયોને ટ્રીમ કે કટ કરી શકાય.

ક્લિપ્સનો ક્રમ બદલવો

ઇન્સ્ટાગ્રામમાં ની દરેક રીલ ઘણી-બે ઘડીનો ખેલ છે. અહીં યૂઝર્સનું ધ્યાન આખી રીલ પૂરી થાય ત્યાં સુધી જકડી રાખવું મુશ્કેલ છે. સ્ટોરી લાઇનની જરૂરિયાત મુજબ આપણે પોતાનું કન્ટેન્ટ યૂઝર શરૂઆતથી અંત સુધી જુએ એ રીતે પ્રેઝન્ટ કરવું હોય તો જુદી જુદી વીડિયો ક્લિપ્સને એક ચોક્કસ ક્રમમાં ગોઠવવી જરૂરી હોય છે. એ માટે, આપણે પ્રોજેક્ટમાં ઉમેરેલી વીડિયો ક્લિપ્સને જરૂર મુજબ આગળ પાછળ કરવી હોય તો એ કામ એડિટ્સ એપમાં સહેલાઈથી કરી શકાય છે.

મ્યુઝિક અને ઓડિયો

એડિટ્સ એપમાં આપણને રોયલ્ટી ફ્રી મ્યુઝિક અને સાઉન્ડ ઇફેક્ટની આખી લાયબ્રેરી મળે છે. આપણે તેમાંથી બ્રાઉઝ કરીને આપણા વીડિયો વિઝ્યુઅલ્સને અનુરૂપ મ્યુઝિક કે સાઉન્ડ ઇફેક્ટ્સ પ્રોજેક્ટમાં ઉમેરી શકીએ છીએ. એ જ રીતે પોતાનું નેરેશન પણ સહેલાઈથી ઉમેરી શકાય.

જો ઓરિજનલ વીડિયોમાં પણ ઓડિયો કેપ્ચર થયો હોય તેને તથા ઉપરથી ઉમેરેલા મ્યુઝિકના વોલ્યૂમને આપણે જરૂર મુજબ એડજસ્ટ કરી શકીએ.

ટેકસ્ટ અને સ્ટીકર્સ

ઇન્સ્ટાગ્રામના રીલ્સમાં વીડિયો ઉપર દેખાતી ટેકસ્ટ (ઓવરલે) તથા વિવિધ પ્રકારનાં સ્ટીકર્સ  યૂઝર એંગેજમેન્ટમાં મોટો ભાગ ભજવે છે. આપણે એડિટ્સ એપની મદદથી પોતાની રીલમાં ટાઇટલ્સ, કેપ્શન વગેરે ઉમેરી શકીએ છીએ તથા તેને માટે જુદા જુદા ફોન્ટ, કલર્સ, સાઇઝ વગેરે પસંદ કરી શકીએ છીએ. એ જ રીતે સ્ટીકર તરીકે એનિમેટેડ એલિમેન્ટ્સ તથા ઇન્ટરએક્ટિવ પોલ્સ પણ વીડિયોમાં ઉમેરી શકાય છે. ઇમેજને પણ એનિમેટેડ ફોર્મ આપી શકાય.

બેઝિક એડિટિંગ

આમ જુઓ તો એડિટ એપ પ્રોફેશનલ્સ માટેની વીડિયો ક્રિએશન કે એડિટિંગ એપ નથી પરંતુ ઇન્સ્ટાગ્રામના કન્ટેન્ટ ક્રિએટર્સની મોટા ભાગની જરૂરિયાત એ ઘણી સારી રીતે પૂરી કરે છે. આપણી વીડિયો ક્લિપ્સની બ્રાઇટનેસ, કોન્ટ્રાસ્ટ, કલર સેચ્યુરેશન વગેરે એડજસ્ટ કરવાથી માંડીને વિવિધ ફિલ્ટર ઉમેરવાની સગવડ પણ એડિટ્સ એપ આપે છે. આ બધાં સેટિંગ્સ સાથે થોડી મથામણ કર્યા પછી પોતાના વીડિયોને પ્રોફેશનલ ટચ આપી શકાય.

ðerzÞku yurz®xøkLkkt {wÏÞ ÃkkMkkt Mk{Syu

નીચે આપેલી વિગતો માત્ર ઇન્સ્ટાગ્રામની એડિટ્સ એપ પૂરતી સીમિત નથી. તમામ વીડિયો એડિટિંગ સોફ્ટવેર કે ટૂલમાં આ પાયાની વાતોની સમજ કામ લાગશે.

ટાઇમલાઇન

મોટા ભાગના વીડિયો એડિટિંગ સોફ્ટવેર કે એપમાં નીચેના ભાગે દેખાતો એક હોરિઝોન્ટલ ટ્રેક ‘ટાઇમલાઇન’ તરીકે ઓળખાય છે, જેમાં  વીડિયો ક્લિપ્સ, ઓડિયો તથા અન્ય એલિમેન્ટ્સ ઉમેરી શકાય અને તેમને કટ કે આગળ પાછળ કરી શકાય.

ટ્રિમિંગ

વીડિયો ક્લિપના શરૂઆત કે અંત ભાગને કાપવાની પ્રક્રિયા ‘ટ્રિમિંગ’ તરીકે ઓળખાય છે. આપણે સ્ટોરીલાઇનની જરૂર મુજબ વીડિયો ક્લિપને અધવચ્ચેથી કટ કરી, તેને ટ્રીમ કરીને તેમાંથી પણ વણજોઇતું ફૂટેજ દૂર કરી શકીએ.

કટિંગ/સ્પ્લિટિંગ

ટાઇમલાઇન પર ગોઠવેલી એક વીડિયો ક્લિપના, ચોક્કસ સમયે,  બે કે તેથી વધુ ભાગ કરવા હોય ત્યારે આપણે તે ક્લિપને ‘કટ’ કે ‘સ્પિલ્ટ’ કરી શકીએ. એ પછી એ જુદી જુદી ક્લિપને રીએરેન્જ કરી શકાય કે અન્ય મીડિયા ઉમેરી શકાય.

સીકવન્સ

આપણા ફાઇનલ વીડિયોમાં જે ક્રમમાં વીડિયો, ઓડિયો ક્લિપ્સ, બે ક્લિપ વચ્ચેનાં ટ્રાન્ઝિશન્સ, ઇફેક્ટ્સ તથા અન્ય એલિમેન્ટ્સ વગેરે ટાઇમલાઇન પર આખરી સ્વરૂપ લે તે બધું સાથે મળીને આપણા વીડિયોની ‘સીકવન્સ’  તરીકે ઓળખાય.

રેઝોલ્યુશન

આપણા સમગ્ર વીડિયો પ્રોજેક્ટની સાઇઝ અથવા કહો કે ક્લેરિટી ‘રેઝોલ્યુશન’માં દર્શાવવામાં આવે છે. તે પિકસેલમાં દર્શાવવામાં આવે છે, જેમ કે ફૂલ એચડી વીડિયોનું  રેઝોલ્યુશન 1920x1080 હોય છે.

ફ્રેમ રેટ (એફપીએસ)

આપણો વીડિયો આખરે અનેક ઇમેજમાંથી સર્જાય છે. વીડિયોમાં દર સેકન્ડે આવી કેટલી ઇમેજ ડિસ્પ્લે થાય એ ‘ફ્રેમ રેટ’થી નક્કી થાય છે. સામાન્ય રીતે ૨૪ થી લઇને ૬૦ એફપીએસનો ઉપયોગ થાય છે, તેમ જેમ વધુ, તેમ વીડિયો વધુ સ્મૂધ.

આસ્પેક્ટ રેશિયો

આપણા વીડિયોની ફ્રેમની વીડ્થ અને હાઇટ વચ્ચેનો પ્રપોર્શનલ સંબંધ ‘આસ્પેક્ટ રેશિયો’ તરીકે ઓળખાય છે. યુટ્યૂબ પરના હોરિઝોન્ટલ વીડિયોનો આસ્પેક્ટ રેશિયો સામાન્ય રીતે 16:9 હોય છે, તે હોરિઝોન્ટલ કે વર્ટિકલ હોઈ શકે છે.

ટ્રાન્ઝિશન

આપણે જ્યારે ટાઇમલાઇન પર એકથી વધુ વીડિયો ક્લિપ્સ ઉમેરીએ અથવા એક ક્લિપના જુદા જુદા ભાગ કરીએ ત્યારે એક ક્લિપ પૂરી થાય અને બીજી ક્લિપ શરૂ થાય એ સમયે કંઈક વિઝ્યુઅલ ઇફેક્ટ ઉમેરી શકાય છે. તેને ‘ટ્રાન્ઝિશન’ ઇફેક્ટ કહે છે.

ઓડિયો ટ્રેક

આપણે પોતાના પ્રોજેક્ટની ટાઇમલાઇનમાં વીડિયો ક્લિપ્સ ઉપરાંત સાઉન્ડ માટે એક અલગ લેયર ઉમેરી શકીએ છીએ. ટાઇમલાઇનમાં ઓડિયોનાં એકથી વધુ લેયર ઉમેરી શકાય અને તેને ઇચ્છીએ ત્યાંથી શરૂ કે બંધ કરી શકાય.

એક્સપોર્ટ

આપણો વીડિયો પ્રોજેક્ટ આપણને સંતોષ થાય એ રીતે તૈયાર થઈ જાય એ પછી તેને એક સિંગલ પ્લેયેબલ વીડિયો ફાઇલ તરીકે એક્સપોર્ટ કરી શકાય. જે MP4, MOV જેવા ફોર્મેટમાં હોય છે, તેને ચાહો ત્યાં શેર કરી શકાય!

Tags :