Get The App

‘ડિસ્કોર્ડ’ જેવા ફીચર પર કામ કરી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ: યૂઝર્સ બહુ જલદી ‘કમ્યુનિટી ચેટ’નો ઉપયોગ કરી શકશે

Updated: Mar 7th, 2025


Google News
Google News
‘ડિસ્કોર્ડ’ જેવા ફીચર પર કામ કરી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ: યૂઝર્સ બહુ જલદી ‘કમ્યુનિટી ચેટ’નો ઉપયોગ કરી શકશે 1 - image


Instagram Working on Communities Chat Feature: ‘ડિસ્કોર્ડ’ જેવું ફીચર લઈને આવી રહ્યું છે. આ ફીચરને ‘કમ્યુનિટી ચેટ’ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. આ એક પ્રકારનું ગ્રુપ રહેશે અને એમાં લગભગ 250 યૂઝર્સનો સમાવેશ કરી શકાશે. મેટાની તમામ એપ્લિકેશનમાંથી નવા-નવા ફીચર્સને શોધી કાઢવા માટે જાણીતો ડેવલપર એલેસાન્ડ્રો પાલુઝી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે. એક રીતે જોવા જઈએ તો આ એક ગ્રુપ છે, પરંતુ તેમાં થોડા વધુ ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કમ્યુનિટી ચેટમાં હશે મોડરેશન કન્ટ્રોલ

ઇન્સ્ટાગ્રામ દ્વારા તેની બ્રોડકાસ્ટ ચેનલનું ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. વોટ્સએપમાં જે રીતે બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવી શકાય છે એજ રીતે ઇન્સ્ટાગ્રામમાં બ્રોડકાસ્ટ ચેનલ બનાવી શકાય છે. તેની મદદથી યૂઝર તેને ફોલો કરતાં દરેક વ્યક્તિને એક સાથે મેસેજ મોકલી શકે છે. જોકે કમ્યુનિટી ચેટમાં થોડા વધુ ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડિસકોર્ડની જેમ આ ચેટમાં પણ એક જ ગ્રુપની અંદર અલગ-અલગ ટોપિક પર વાત કરવા માટે ગ્રુપ બનાવી શકાશે. ઉદાહરણ તરીકે ચોક્કસ વ્યક્તિ સાથે વાત કરવા માટે ટ્રાવેલ વિશે વાત કરવા માટે એક ગ્રુપ અને ફૂડ વિશે વાત કરવા માટે એક અલગ ગ્રુપ. એટલે કે ટોપિક અનુસાર વ્યક્તિને તેમાં ઇનવાઇટ કરી શકાશે. આ સાથે જ યૂઝર દ્વારા દરેક મેસેજને ડિલીટ કરવાની સત્તા હશે જેથી ચેનલને સુરક્ષીત રાખી શકાય. આ સાથે જ ઇન્સ્ટાગ્રામ પણ તેમાં યુઝ કરવામાં આવતાં શબ્દો અને કન્ટેન્ટ પર નજર રાખશે. ઇન્સ્ટાગ્રામની પોલીસી વિરુદ્ધ એ ન હોવું જોઈએ.

આ પણ વાંચો: 'પહેલી અને છેલ્લી વાર ભૂલ કરી છે ફરી આવું નહીં થાય’, મહિલા કમિશન સામે ભૂલ સ્વીકારી આવું કહ્યું રણવીર અલ્હાબાદિયાએ

ક્યારે લોન્ચ કરવામાં આવશે?

કમ્યુનિટી ચેટનું ફીચર ક્યારે લોન્ચ કરવામાં આવશે એ વિશે કોઈ માહિતી આપવામાં નથી આવી. ઇન્સ્ટાગ્રામના પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ એક ઇન્ટરનલ પ્રોટોટાઇપ છે અને હજી સુધી કંપનીની બહાર તેને ટેસ્ટ કરવામાં નથી આવ્યું. મેટા કંપની દ્વારા આ ફીચર તેની અન્ય એપ્લિકેશનમાં આપવામાં આવ્યું છે. 2022માં વોટ્સએપ દ્વારા કમ્યુનિટીસ ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ કમ્યુનિટી ચેટને ફેસબૂક અને મેસેન્જરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે આ ફીચર ઇન્સ્ટાગ્રામમાં પણ બહુ જલદી આવી શકે છે.

Tags :
InstagramMetaNew-FeatureCommunities-ChatDiscord

Google News
Google News