વધુ લોકો સુધી ઇન્સ્ટાગ્રામ રીલ્સ પહોંચાડવા માંગો છો, તો આ સરળ ટ્રિકથી થશે જબરદસ્ત ફાયદો
ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાનું પસંદ કરતા હોય છે
આ ટ્રિકની મદદથી, તમે તમારી ઇન્સ્ટા રીલને વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકો છો
Instagram Tricks: ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ વિશ્વભરના લાખો લોકો કરે છે. આ એપ લોકોમાં લોકપ્રિય છે. તેમજ લોકો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. લોકો ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી, ફોટો, વીડિયો અને રીલ પોસ્ટ કરતા હોય છે. તેમજ યુઝરના એક્સપીરિયંસને સારો બનાવવા માટે ઇન્સ્ટાગ્રામ પણ નવા નવા ફીચર્સ લાવતું રહે છે.
રીલની ક્વોલિટી પણ છે ખૂબ જ મહત્ત્વની
ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાનું પસંદ કરે છે. તેઓ સારી રીલ બનાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે પરંતુ નાના સેટિંગ્સ પર ધ્યાન આપતા નથી. આ કારણે તેમની બધી મહેનત વ્યર્થ જતી હોય છે. આને કારણે, તમે તમારી રીલમાંથી એટલો લાભ મેળવી શકતા નથી જેટલો તમે મેળવી શકો છો. અમે તમને એક ટ્રિક જણાવીશું જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ ટ્રિકની મદદથી, તમે તમારી ઇન્સ્ટા રીલની ક્વોલિટી સુધારી શકશો જેના કારણે તમે તે રીલને વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકો છો.
ઇન્સ્ટાગ્રામ રીલ્સની ક્વોલિટી કેવી રીતે સુધારવી?
- સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામ એપ ખોલો
- આ પછી તમારી પ્રોફાઇલ પર જાઓ
- ઉપરના જમણા ખૂણે ત્રણ લીટીઓ પર ક્લિક કરો
- ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો
- અહીં તમને Media qualityનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો
- પછી અપલોડ એટ હાઇએસ્ટ ક્વોલિટી ઓપ્શન ચાલુ કરો
- આ વિકલ્પને ચાલુ કરવાથી, તમારી રીલ્સની ક્વોલિટીમાં સુધારો થશે અને ઇન્સ્ટાગ્રામ તમારી રીલ્સને વધુ લોકો સુધી પહોચાડશે.