ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં થશે પરિવર્તન, સ્ક્વેરની જગ્યાએ હવે વર્ટિકલ ફોટો અપલોડ થઈ શકશે
Instagram New Layout: ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં હવે બદલાવ થવા જઈ રહ્યો છે. પ્રોફાઇલમાં જે ગ્રીડ આવે છે જેમાં ફોટો અને રીલ્સ દેખાય છે એનું લેઆઉટ હવે ચેન્જ થવા જઈ રહ્યું છે. આ માટે હાલમાં વર્ટિકલ ગ્રીડ ડિસ્પ્લે માટે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ માં હાલમાં પ્રોફાઇલમાં સ્ક્વેરમાં ફોટો જોવા મળે છે. જોકે એનો શેપ હવે બદલાવા જઈ રહ્યો છે.
ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં આ ટેસ્ટિંગ કેટલાક યુઝર સાથે મળીને કરવામાં આવ્યું છે. એક ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ લિન્ડ્સે ગેમ્બલ દ્વારા તેની પ્રોફાઇલનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો હતો. આ પ્રોફાઇલમાં જોવા મળી રહ્યું છે કે રીલ્સના થમ્બનેલ જે સાઇઝના હતા એ જ સાઇઝના હવે ફોટોના થમ્બનેલ પણ થઈ રહ્યાં છે.
એક રીતે જોવા જઈએ તો આ સ્ટાઇલ પહેલેથી રીલ્સ સેક્શનમાં હતી, જેને હવે પોસ્ટ સેક્શનમાં લાવવામાં આવી રહી છે. એટલે કે દરેક ફોટો અને વીડિયો એક જ સ્ટાઇલના જોવા મળશે. ઇન્સ્ટાગ્રામના ચીફ એડમ મોસેરી દ્વારા હાલમાં જ એ જાહેરાત કરવામાં આવી છે આ ફોર્મેટ બહુ જલદી દરેક યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો: ચોક્કસ વ્યક્તિના મીડિયાને વોટ્સએપ પર ઓટોમેટિક સેવ થતાં આ રીતે બંધ કરો...
શું પ્રોબ્લેમ થઈ રહ્યો હતો?
ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી ફોટો શેર કરવા માટે એને સ્ક્વેરમાં જ રાખવામાં આવતો હતો. આથી ફોટો માટે 4:3 રેશિયોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઘણાં ફોટોને અપલોડ કરવા માટે એડિટ પણ કરવા પડતાં હતાં એટલે કે રીસાઇઝ કરવા પડતાં હતાં. જોકે હવે એ સમસ્યાનો નિરાકરણ આવી રહ્યું છે.
આ પણ વાંચો: આઇફોનને હવે ડાઉનગ્રેડ નહીં કરી શકાય, જૂનું વર્ઝન ઇન્સ્ટોલ કરવાની પરવાનગી નહીં આપે એપલ
કેમ આ પરિવર્તન કરવું પડ્યું?
ઇન્સ્ટાગ્રામની શરૂઆત જ્યારે થઈ હતી ત્યારે લેન્ડસ્કેપ ફોટોગ્રાફીનો જમાનો હતો. એ સમયે ફોટો સ્કવેર સાઇઝમાં હતા. જોકે આજે જમાનો બદલાઈ ગયો છે. મોટાભાગના યુઝર્સ પ્રોફેશનલ કેમેરાની જગ્યાએ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. તેમના ફોટો અને વીડિયો બન્ને 9:16 રેશિયોના હોય છે. તેમ જ ઇન્સ્ટાગ્રામ પર આજે જે પણ શેર કરવામાં આવી રહ્યું છે એની મેજોરિટી વર્ટિકલ સાઇઝમાં હોય છે. આથી પોસ્ટ માટે પણ હવે બદલાવ કરવામાં આવ્યો છે.